Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३२६ ० स्याद्वादकल्पलतादिसंवादः ।
૧/૨ |३९ वृ.पृ.६४७) इति । इत्थञ्च परमाणावपि उत्पाद-व्ययसिद्ध्या कार्यत्वं सिद्धम्।। __“यथा हि बहूनामेकशब्दव्यपदेशनिदानं समुदयजनित उत्पादः तथा एकस्य बहुव्यपदेशनिदानं विभागजातोऽपि उत्पादो नैयायिकेनाऽभ्युपेय एव । व्यवहरन्ति हि भग्ने घटे ‘बहूनि कपालानि उत्पन्नानि' इति । एवं परमाणूनामपि एकस्कन्धनाशे युक्तो बहुत्वेनोत्पादः” (स्या.क.लता.७/१३/पृ.८४) इति स्याद्वादकल्पलतायाम् ।
इदमेवाभिप्रेत्य सम्मतितर्के “बहुआण एगसद्दे जह संजोगा हि होइ उप्पाओ । नणु एगविभागम्मि वि क जुज्जइ बहुआण उप्पाओ ।।” (स.त.३/४०) इत्युक्तम् । णि भगवतीसूत्रेऽपि “दुप्पएसिए खंधे भवइ, से भिज्जमाणे दुहा कज्जइ, एगयओ परमाणुपोग्गले, एगयओ
परमाणुपोग्गले भवइ” (भ.सू.१२/४/४४५/पृ.५६१) इत्येवं वैनसिक-विभागजातैकत्विकोत्पादः पुद्गलपरमाणौ આ પ્રમાણે સંમતિવ્યાખ્યામાં જે જણાવેલ છે તેના દ્વારા પરમાણુમાં પણ ઉત્પાદ-વ્યય સિદ્ધ થવા દ્વારા કાર્યત્વ સિદ્ધ થાય છે.
છે અનેકનું એકમાં વિભાજન અને એકનું અનેકમાં સંયોજન છે (“યથા.) આશય એ છે કે - “જેમ અનેક અવયવોના સમુદાયથી અર્થાત અનેક અવયવોના પરસ્પર સંયોગથી એવો ઉત્પાદ થાય છે કે જે અવયવો અનેક હોવા છતાં પણ તેઓને એક જ શબ્દથી વ્યપદેશયોગ્ય (= વ્યવહારયોગ્ય) બનાવી દે છે. તેમ અનેક અવયવોના વિભાગથી પણ એવો ઉત્પાદ કેમ ન માની શકાય કે જે એકને “અનેક” શબ્દથી વ્યવહાર થવા માટે યોગ્ય બનાવી દે ? આથી અવયવવિભાગજન્ય ઉત્પત્તિ પણ નૈયાયિકે અવશ્ય સ્વીકારવી જ પડશે. કેમ કે ઘટનો નાશ થયે છતે “ઘણા કપાલો ઉત્પન્ન
થયા' = “એક ઘડો અનેક કપાલરૂપે બની ગયો’ - એવો વ્યવહાર લોકપ્રસિદ્ધ છે. જેવી રીતે એક ઘટના Cી નાશ થયે છતે અનેક કપાલનો બહુત્વરૂપે ઉત્પાદ થાય છે તેવી જ રીતે એક ભૂલ સ્કંધનો નાશ થતાં અનેક પરમાણુઓનો પણ બહુત્વરૂપે ઉત્પાદ યુક્તિસિદ્ધ છે” - આમ સ્યાદ્વાદકલ્પલતામાં જણાવેલ છે.
વિભાગજન્ય ઉત્પત્તિનું સમર્થન આ () આ જ અભિપ્રાયથી સમ્મતિતર્કપ્રકરણમાં બતાવેલ છે કે “જેમ અનેક વ્યક્તિઓના સંયોગથી એવો ઉત્પાદ સ્વીકારવામાં આવે છે કે જે અનેકમાં એક શબ્દના વ્યવહારનું નિમિત્ત બને, તો નિશ્ચયથી જ એકના વિભાગથી પણ અનેક એવી વ્યક્તિઓનો = કાર્યોનો ઉત્પાદ પણ માનવો યુક્તિસંગત છે કે જે એકમાં “બહુ શબ્દના વ્યવહારનું નિમિત્ત થઈ શકે.”
છે ભગવતીસૂત્રમાં પરમાણુઉત્પાદની વિચારણા જ (મા.) ભગવતીસૂત્રમાં પણ “દ્ધિપ્રદેશિક સ્કંધ હોય છે. તે ભેદાય ત્યારે તેના બે ભાગ થાય છે. એક તરફ એક પરમાણુ યુગલ તથા એક તરફ બીજો પરમાણુ પુદ્ગલ' - આ પ્રમાણે વૈગ્નસિક વિભાગજન્ય ઐકત્વિક ઉત્પાદન પુદ્ગલ પરમાણુમાં જણાવેલ છે. સ્કંધના = અવયવી દ્રવ્યના ભેદથી = વિભાગથી કઈ રીતે અણુ-પરમાણુ ઉત્પન્ન થાય? આ બાબતમાં અધિક જાણકારી “મેવાળુ' આ 1. बहूनामेकशब्दे यदि संयोगाद् हि भवत्युत्पादः। नन्वेकविभागेऽपि युज्यते बहुकानामुत्पादः ।। 2. द्विप्रदेशिकः स्कन्धो भवति, स भिद्यमानः द्विधा क्रियते, एकत्वतः परमाणुपुद्गलः, एकत्वतः परमाणुपुद्गलो भवति ।