Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨૦
* वैस्रसिकोत्पादविचारेण राग-द्वेषौ परिहार्यौ
विस्तरतस्तु ऐकत्विकवैत्रसिकोत्पत्तिः अग्रे (९ / २१-२२-२३) वक्ष्यत इत्यवधेयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'अभ्राऽशन्याद्युत्पत्तिः समुदयजन्या वैस्रसिकी' इति ज्ञात्वा रा ग्रीष्मर्ती मध्याह्नकाले अनुपानत्कपादविहारेण जिनालयोपाश्रयगमन - भिक्षाटनादिक्रियाकरणे 'अम्बरे अभ्राणि अचिरेण व्याप्नुवन्तु' इत्याद्यभिलाषा न कार्या, अभ्रोत्पत्तेः वैनसिकत्वेन अस्मदभिलाषा - न ननुसारित्वात्। ततश्चेष्टवियोगनिमित्तमार्त्तध्यानं त्याज्यम् । इत्थं निदाघकाले शीतपवनेच्छा, शिशिरसमये चातपेच्छा आर्त्तध्यानाऽऽपादिका सन्त्याज्या । न हि वैस्रसिकी उत्पत्तिः अस्मदिच्छाऽधीना । न वा अन्यथासिद्धाऽऽनयने कश्चिद् यतते विपश्चित् । इत्थम् आर्त्तध्यानादित्यागेन असङ्गदशाप्राप्तितः “सर्वोपाधिविशुद्धस्वात्मलाभो मोक्षः " ( अ. व्य. पृ. ७) अनेकान्तव्यवस्थादर्शितः सुलभः स्यात् ।।૧/૨૦।।
र्णि
',
का
१३१७
બનતો નથી. તથા બીજી વૈગ્નસિક ઉત્પત્તિ ઐકત્વિક છે. જેમ કે આકાશ વગેરે દ્રવ્યની ઉત્પત્તિ અવયવસમૂહથી અનુત્પાદિત એવા અમૂર્ત = અરૂપી દ્રવ્યના અવયવથી (= આકાશપ્રદેશાદિથી) જન્ય હોવાથી ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ કહેવાય છે.” ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિની વધુ છણાવટ ૨૧ + ૨૨ + ૨૩ મા શ્લોકમાં કરવામાં આવશે. આકાશાદિની ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ ૨૩ મા શ્લોકમાં દર્શાવાશે. તેની વાચકવર્ગે નોંધ રાખવી.
* વૈસસિક ઉત્પત્તિની સમજણ કર્મબંધથી બચાવે.
CI
આધ્યાત્મિક ઉપનય :- ‘વાદળા, વીજળી વગેરેની સ્વાભાવિક ઉત્પત્તિ સમુદયકૃત છે' - આવું જાણીને ઉનાળામાં ભરબપોરે ખુલ્લા તડકામાં દેરાસર-ઉપાશ્રય જતી વેળાએ કે દૂરના ઘરોમાં ગોચરી જતી વખતે કે વિહારસમયે ‘આકાશમાં વાદળા છવાઈ જાય તો સારું' - આવી ઈચ્છા ન કરવી. કેમ કે તેવી ઈચ્છા કરવાથી આકાશમાં વાદળા આવી જવાના નથી. તથાવિધ નૈસર્ગિક પૌદ્ગલિક પ્રક્રિયા થાય તો જ વાદળાની ઉત્પત્તિ થાય, અન્યથા ન થાય. તો આપણે તેવી ઈચ્છા કરીને શા માટે ઈષ્ટવિયોગનિમિત્તક આર્તધ્યાન કરવું ? તે જ રીતે ઉનાળામાં ‘ઠંડો પવન વાય તો સારું', ચોમાસામાં ‘વરસાદ પડે તો સારું' અને શિયાળામાં તડકો નીકળે તો સારું' આવી કામના કરીને આર્ત્તધ્યાન કરી કર્મબંધ ન થઈ જાય તેની સાવધાની રાખવી. કેમ કે આવા પ્રકારની ઉત્પત્તિ સમુદાયકૃત વૈજ્ઞસિક ઉત્પત્તિ છે. જીવના પ્રયત્નની તેમાં કશી જ આવશ્યકતા રહેતી નથી. વૈગ્નસિક ઉત્પત્તિ પ્રત્યે આપણી ઈચ્છા કે પ્રયત્ન અન્યથાસિદ્ધ છે, અકારણ છે. જેની કોઈ કિંમત ન હોય, જેની કોઈ આવશ્યકતા ન હોય, જેનું કોઈ પ્રયોજન ન હોય તેને લાવવાની મજૂરી ડાહ્યો માણસ શા માટે કરે ? આવો આધ્યાત્મિક સંદેશ અહીં મેળવવા યોગ્ય છે. આ રીતે આર્ત્તધ્યાન વગેરેનો ત્યાગ કરીને અસંગદશા પ્રાપ્ત થવાથી તમામ ઉપાધિઓથી (= દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી) રહિત (= વિશુદ્ધ) પોતાના ચૈતન્યસ્વરૂપની ઉપલબ્ધિસ્વરૂપ મોક્ષ સુલભ બને. મોક્ષનું આવું સ્વરૂપ અનેકાન્તવ્યવસ્થા પ્રકરણમાં જણાવેલ છે.(૯/૨૦)