Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
s
* संयोगविशेषस्य द्रव्यत्वावच्छिन्नहेतुत्वे व्यभिचारः
૧/૨
खण्डपटं प्रति महापटस्य प्रतिबन्धकत्वकल्पनेन कारणतावच्छेदकशरीरे महागौरवात्, लाघवेनाऽवयवविभागत्वेनैव खण्डपटं प्रति कारणताकल्पनाया न्याय्यत्वात् ।
',
एतेन “पूर्वस्य द्रव्यस्य प्रतिबन्धकस्य विनाशे द्रव्यान्तरोत्पत्तिः " (मुक्ता. ११३) इति मुक्तावलीकारस्य विश्वनाथस्य मतं निरस्तम् ।
अन्त्यावयविनि सति अपि पटादौ खण्डपट - महापटाद्युत्पत्तिदर्शनात्, 'तद्धेतोरस्तु किं तेन ?' છે જૈનમતમાં કારણતાઅવચ્છેદકધર્મમાં લાઘવ છે
જૈન :- (લખ્યુ.) તમે મૈયાયિક વિદ્વાનો તો લાધવપ્રિય છો. તો પછી શા માટે ઉપરોક્ત રીતે કાર્યકારણભાવનો સ્વીકાર કરો છો ? ખંડ પટ પ્રત્યે મહા પટને પ્રતિબંધક માનીને પ્રતિબંધકાભાવવિશિષ્ટ અવસ્થિતઅવયવસંયોગત્વને ખંડ પટનો કારણતાઅવચ્છેદક ધર્મ માનવામાં તો મહાગૌરવ દોષ લાગુ પડે છે. તેના કરતાં અવયવવિભાગત્વને જ ખંડપટકારણતાઅવચ્છેદકધર્મ માનવામાં લાઘવ છે. આમ લાઘવ સહકારથી અવયવવિભાગત્વરૂપે જ ખંડપટકારણતા માનવી ન્યાયસંગત છે. આવી કલ્પના કરવામાં પ્રતિબંધકાભાવનો કા૨ણતાઅવચ્છેદકકુક્ષિમાં પ્રવેશ કરવાનું ગૌરવ લાગુ નથી પડતું.
છે મુક્તાવલીકારમતની સમીક્ષા
(તેન.) ‘નૂતનપટની ઉત્પત્તિમાં પ્રતિબંધક એવા પૂર્વ પટનો નાશ થયા પછી જ નૂતન પટની ઉત્પત્તિ થાય’ આ મુજબ મુક્તાવલીકાર વિશ્વનાથ ભટ્ટે જે કહેલ છે, તેનું પણ નિરાકરણ ઉપરોક્ત કથનથી થઈ જાય છે. કારણ કે તેવું માનવામાં ગૌરવ છે.
१३२०
-
* અવયવસંયોગને દ્રવ્યોત્પાદક માનવામાં વ્યભિચાર
(અન્ત્યા.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે અવયવસંયોગને પ્રતિબંધકાભાવવિશિષ્ટ અવયવસંયોગત્વરૂપે દ્રવ્યોત્પાદક માનવામાં વ્યભિચાર પણ આવે છે. કારણ કે અંત્ય અવયવી એવા ૧૦૧ તંતુનિર્મિત પટમાં બે તંતુ જોડવામાં આવે તો ૧૦૩ તંતુવાળો મહાપટ ૧૦૧ તંતુવાળા પટમાં ઉત્પન્ન થાય છે. તથા તેમાંથી એક તંતુ કાઢી લેવામાં આવે તો ૧૦૨ તંતુમય ખંડ પટ એ ૧૦૧ તંતુમય પટમાં (= અંત્યઅવયવીમાં) ઉત્પન્ન થાય છે. આમ વણકર દ્વારા તૈયાર થઈ ચૂકેલ ૧૦૧ તંતુમય પટ સ્વરૂપ અંત્ય અવયવી હાજર હોવા છતાં ૧૦૩ તંતુમય મહા પટની અને ૧૦૨ તંતુમય ખંડ પટની ઉત્પત્તિ થતી દેખાય છે. તેથી અંત્ય અવયવીને ખંડ પટ પ્રત્યે પ્રતિબંધક માનવાનો નૈયાયિકસિદ્ધાન્ત બાધિત થાય છે. જે હાજર હોવા છતાં કાર્ય ઉત્પન્ન થાય તેને પ્રતિબંધક કઈ રીતે મનાય ? ન જ મનાય. તેમજ ૧૦૩ તંતુમય મહા પટમાંથી ૧૦૨ તંતુમય ખંડ પટની ઉત્પત્તિ પ્રત્યે અવયવસંયોગની = વિજાતીયસંયોગની આતાન-વિતાનાત્મક સંયોગવિશેષની કારણતા પણ બાધિત થાય છે. કારણ કે જે વિજાતીયસંયોગથી દ્રવ્યની ઉત્પત્તિ થાય છે તે વિજાતીયસંયોગ પ્રત્યે શું કારણ છે ?' આ પ્રશ્નના જવાબમાં નૈયાયિકે ‘અન્તતો પત્ના' કહેવું પડશે કે ‘પરમાણુમાં રહેનારો વિશેષ સ્વભાવ જ વિજાતીયસંયોગ પ્રત્યે કારણ છે.' તો પછી પરમાણુમાં રહેનારા વિશેષસ્વભાવના કારણે વિજાતીયસંયોગની ઉત્પત્તિ માનવા કરતાં વિશેષસ્વભાવથી સીધે સીધી દ્રવ્યની ઉત્પત્તિને માનવી એ જ ‘તદ્વૈતોરસ્તુ ત્રિં તેન ?' ન્યાયથી વ્યાજબી છે. આમ દ્રવ્યમાત્ર પ્રત્યે સર્વ કાર્ય દ્રવ્ય પ્રત્યે
=
=