Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३१०
० उत्पादगताऽपरिशुद्धत्वव्याख्या 0
૧/૧૨ प्रत्यभिज्ञानादेश्च विशेषस्य प्रागेव निरस्तत्वात् । तत्र प्रयोगेण यो जनित उत्पादः, मूर्तिमद्द्रव्यारब्धावयवकृतत्वात् स समुदायवादः, तथाभूताऽऽरब्धस्य समुदायात्मकत्वात् । तत एवाऽसावपरिशुद्धः, सावयवात्मकस्य तच्छब्दवाच्यत्वेन अभिप्रेतत्वाद्” (स.त.३/३२) इति । ___“अत्राऽपरिशुद्धत्वं स्वाश्रययावदवयवोत्पादापेक्षया पूर्णस्वभावत्वम्। न ह्यपूर्णाऽवयवो घट उत्पद्यमानः ફાર્વેનોત્પન્ન રૂતિ વ્યઢિયતે” (ચા.વ..તવ-૭/છા.9/g.રૂ) ત્યધચોદાદિત્પન્નતાતોડનુસળેયમ્ |
उपलक्षणात् प्रयोग-विस्रसोभयजन्यः तृतीयोऽप्युत्पादः ज्ञेयः, तदुपलम्भात् । इत्थमेव भगवतीसूत्रे
S શબ્દનિત્યતાનું નિરાકરણ છે. (પ્રત્ય) જો એવું કહો કે - “ઘટાદિમાં તેવી પ્રત્યભિજ્ઞા નથી થતી કે “આ તે જ ઘટ છે.” જ્યારે હું તે જ ધ્વનિને, તે જ “કકારને – “ખ'કારને સાંભળી રહ્યો છું' - એવી પ્રત્યભિજ્ઞા થાય છે. એટલે શબ્દ નિત્ય જ છે. પુરુષનો પ્રયત્ન તો માત્ર તેની અભિવ્યક્તિ કરવામાં સાર્થક થાય છે” - તો આ વાત બરાબર નથી. સંમતિતર્કના પહેલા કાંડની પ્રથમ ગાથાની વ્યાખ્યામાં જ શબ્દનિત્યત્વવાદનો અથવા ફોટવાદનો પ્રતિષેધ વિસ્તારથી થઈ ચૂક્યો છે. “આ તે જ “ક”કાર છે' - આવી પ્રત્યભિજ્ઞા તો માત્ર સજાતીય વર્ણને પોતાનો વિષય બનાવે છે, નહિ કે શબ્દઅભેદને. પ્રયોગજન્ય ઉત્પાદને અહીં સમુદયવાદ કહેવાય છે. કારણ કે વસ્ત્ર-ઘટાદિ પદાર્થ તો મૂર્વ ( રૂપાદિવિશિષ્ટ) પુદ્ગલ દ્રવ્યથી બનેલ નાના-મોટા અવયવોના સંયોજનથી ઉત્પન્ન થાય છે. આ રીતે તે અવયવોના સમુદાયથી વિરચિત હોવાથી કથંચિત અવયવસમુદાયાત્મક જ હોય છે. આથી આ ઉત્પાદ સમુદાયવાદ કહેવાયેલ છે. સમુદાયાત્મક હોવાથી જ આને અપરિશુદ્ધ કહેલ છે. કેમ કે જેમાં અનેક અવયવોનું મિલન હોય તેનો જ સમુદાય શબ્દથી નિર્દેશ કરાય છે. અહીં સમુદાયની પૂર્ણતા કે અપૂર્ણતા અવયવની પૂર્ણતા-અપૂર્ણતા ઉપર અવલંબિત છે આ જ અપરિશુદ્ધિ છે.”
હી ઉત્પત્તિની અશુદ્ધતાનું બીજ પરાધીનતા છે. (સત્રા.) સ્યાદ્વાદકલ્પલતાના સાતમા સ્તબકમાં શ્રીઉપાધ્યાયજી મહારાજ કહે છે કે “પોતાના (= ઉત્પન્ન થનાર વસ્તુના) આશ્રયભૂત સમસ્ત અવયવોથી નિષ્પાદ્ય ઉત્પાદની અપેક્ષાએ પૂર્ણ સ્વભાવવાળા હોવું આ જ ઉત્પત્તિગત અપરિશુદ્ધતા છે. અવયવો જો અપૂર્ણ હોય તો તેનાથી પૂર્ણ ઘટ ઉત્પન્ન થવાનો વ્યવહાર નથી થતો.” આ બાબતમાં અધિક જાણકારી મેળવવા તે ગ્રંથનું અનુસંધાન કરવું.
સ્પષ્ટતા :- જે ઉત્પત્તિ કાર્યના આશ્રયભૂત સમસ્ત અવયવો દ્વારા સંપાદિત થાય તો જ પૂર્ણ થાય તે સમુદયવાદસ્વરૂપ પ્રયોગજનિત ઉત્પત્તિ કહેવાય. આમ અવયવીની ઉત્પત્તિમાં રહેલી અવયવોના ઉત્પાદની આધીનતા એ જ ઉત્પત્તિની અપરિશુદ્ધિ છે – આ તાત્પર્ય મહોપાધ્યાયજી મહારાજનું જણાય છે.
ઉત્પત્તિનો ત્રીજો ભેદ ઓળખીએ છે ( પત્ત.) અહીં મૂળ ગ્રંથમાં પ્રયોગજન્ય અને વિગ્નસાજન્ય - આમ ઉત્પત્તિના બે ભેદ બતાવેલ છે તે ઉપલક્ષણ સમજવું. અર્થાત્ ઉત્પત્તિના ફક્ત બે જ ભેદ નથી. પરંતુ ઉત્પત્તિનો ત્રીજો ભેદ પણ છે. તે છે પ્રયોગ-વિગ્નસાઉભયજન્ય ઉત્પત્તિ. આ ત્રીજો ભેદ શાસ્ત્રમાં ઉપલબ્ધ થાય છે. તેથી તેનો સ્વીકાર કરવો જરૂરી છે. ઉત્પત્તિનો આ ત્રીજો ભેદ માનવામાં આવે તો જ ભગવતીસૂત્રના આઠમા