Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० प्रतिक्षणं केवलज्ञानादिपर्यायभेदः ।
१२८१ જજે જ્ઞાનાદિક = કેવલજ્ઞાન-કેવલદર્શન, નિજપર્યાયઈ જોયાકારઈ = વર્તમાનાદિવિષયાકારઈ પરિણમઈઈ. (તેહથી) વ્યતિરેકઈ કહઈતાં પ્રતિક્ષણ અન્યાન્યપણઈ. સિદ્ધનઈ ઈમ પણિ ત્રિલક્ષણ થાઈ. પ્રથમાદિસમયઈ વર્તમાનાકાર છઈ, તેહનો દ્વિતીયાદિક્ષણઈ નાશ અતીતાકારઈ ઉત્પાદ, “આકારિભાઈ
यो ज्ञानादिः = केवलज्ञान-केवलदर्शनादिः स्वपर्यायः = अर्थाख्यो जीवपर्यायः प्रतिक्षणं ज्ञेयाकारेण = वर्तमानाऽतीताऽनागतविषयाकारेण भावितः = परिणतः तदपेक्षया स प्रतिसमयमुत्पद्यते, प्रतिसमयं प्रतिनियतपदार्थपरिच्छेदपरिणामभेदात् । तथा प्रतिसमयं ज्ञेय-दृश्यपरिणामपरिवर्त्तनेन केवलज्ञान-केवलदर्शनादेरपि व्यतिरेके = अन्याऽन्यतया परिणमने स प्रतिसमयमपगच्छति। तथाहि - ज्ञेयादिनिष्ठवर्तमानकालीनत्वातीतकालीनत्वाऽनागतकालीनत्वाऽवगाहिनि केवलज्ञान-केवलदर्शनादौ प्रथमादिसमयावच्छेदेन वर्तमानकालीनत्वविशिष्टाकारो भवति । स च द्वितीयादिसमयावच्छेदेन वर्तमानत्वरूपतया नश्यति, अतीतत्वेन चोत्पद्यते । ततश्च केवलज्ञान-केवलदर्शनादेः प्रतिसमयमुत्पाद
હો, કેવલજ્ઞાનાદિમાં પ્રતિસમય ઉત્પાદાદિ સિદ્ધિ : વ્યાખ્યાર્થ :- કેવલજ્ઞાન, કેવલદર્શન વગેરે જીવના જે ભાવો છે તે નશ્વર, શબ્દઅગોચર અને સૂક્ષ્મ હોવાથી અર્થપર્યાય કહેવાય છે. કેવલજ્ઞાનનો વિષય શેય કહેવાય છે તથા કેવલદર્શનનો વિષય દશ્ય કહેવાય છે. તે કેવલજ્ઞાન-દર્શન વગેરે અર્થપર્યાયો પ્રતિક્ષણ વર્તમાન-અતીત-અનાગત સ્વવિષયાકારથી ભાવિત થાય છે, પરિણમે છે. તે અપેક્ષાએ કેવલજ્ઞાનાદિ ભાવો પ્રતિસમય ઉત્પન્ન થાય છે. કારણ કે પ્રતિસમય પ્રત્યેક પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરવાનો પરિણામ કેવલજ્ઞાનમાં બદલાય છે. શેયપરિવર્તનથી જોયગ્રહણપરિણામસ્વરૂપ જ્ઞાનાકાર બદલાય છે. તથા પ્રતિસમય જોય પદાર્થના અને દશ્ય પદાર્થના પરિણામો જુદા-જુદા સ્વરૂપે બદલાયા કરે છે. જ્ઞાનાદિ ભાવોનું પરિણમન સ્વવિષયને અનુસારે થાય છે. તેથી કેવલજ્ઞાન અને કેવલદર્શન વગેરે ભાવો પણ પ્રતિસમય જુદા-જુદા સ્વરૂપે પરિણમે છે. આ જ કેવલજ્ઞાનાદિનો વ્યતિરેક = વ્યય છે. તેથી કેવલજ્ઞાનાદિ ભાવો પ્રતિક્ષણ નાશ પણ પામે છે - તેવું સિદ્ધ થાય છે. તે આ રીતે સમજવું. જોયાદિ પદાર્થમાં રહેલ વર્તમાનકાલીનત્વનું, અતીતકાલીનત્વનું અને અનાગતકાલીનત્વનું અવગાહન કેવલજ્ઞાનાદિ ભાવો કરે છે. શેયાદિ પદાર્થમાં રહેલ વર્તમાનત્વાદિનું જે. અવગાહન કેવલજ્ઞાન આદિમાં પ્રથમ સમયે થાય છે તે વર્તમાનત્વવિશિષ્ટ આકારસ્વરૂપે થાય છે. જુદા-જુદા શેયાદિ પદાર્થમાં રહેલ વર્તમાનતા-અતીતતાદિ પરિણામોને પોતાનો વિષય બનાવનાર કેવલજ્ઞાનાદિમાં જે આકાર પ્રથમસમયાવચ્છેદન વર્તમાનત્વવિશિષ્ટ = વર્તમાનકાલીન હોય છે તે આકાર દ્વિતીયાદિસમયઅવચ્છેદન કેવલજ્ઞાનાદિમાં રહેતો નથી, પરંતુ નાશ પામે છે. કેવલજ્ઞાનાદિગત તે આકાર વર્તમાનકાલીનત્વરૂપે નાશ પામે છે અને અતીતકાલીનત્વરૂપે ઉત્પન્ન થાય છે. એ જ રીતે પ્રથમસમયઅવચ્છેદન કેવલજ્ઞાનના જે આકારમાં અનાગતત્વ = અનન્તરોત્તરસમયવર્તિત્વ હોય છે તે આકાર દ્વિતીયાદિસમયાવચ્છેદન નાશ પામે છે અને વર્તમાનત્વરૂપે ઉત્પન્ન થાય છે. તેથી કેવલજ્ઞાન વગેરેમાં પણ પ્રતિસમય જ કો.(૧૨)માં “તે પાઠ. • લા.(૨)માં “અજ્ઞાનપણઈ પાઠ. પુસ્તકોમાં “અન્યોન્ય' પાઠ. કો.(૭+૧૦)નો પાઠ લીધો છે. કો.(૧૧)માં “ઉત્પાદ-વ્યય પાઠ. * કો. (૯)માં “આકારભાવઈ'. લા.(૨)માં “આકારVભાવઈ પાઠ.