Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२८२
* विज्ञानसन्तत्या आत्मा ध्रुवः
કેવલજ્ઞાન*-કેવલદર્શનભાવઈ અથવા કેવલ માત્ર ભાવઈ ધ્રુવ; ઈમ ભાવના કરવી.
पु - व्ययौ निराबाधौ । तदैव चाऽऽकारिभावेन केवलज्ञान-दर्शनयोः ध्रौव्यमपि वर्तते ।
अत एव विज्ञानसन्तत्या विज्ञानघनोऽयमात्मा अविनाशी उच्यते । तदुक्तं विशेषावश्यकभाष्ये “पुव्वाऽवरविण्णाणोवओगओ विगम-संभवसहावो । विण्णाणसंतईए विण्णाणघणोऽयमविणासी”।। (वि. ગ.મા.૧૬) કૃતિ
ઉત્પાદ અને વ્યય અબાધિતપણે રહે છે. તથા જે સમયે ઉપરોક્ત રીતે ઉત્પાદ-વ્યય કેવલજ્ઞાનાદિમાં થઈ રહેલા છે તે જ સમયે આકારીભાવથી કૈવલ્યરૂપે કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં ધ્રૌવ્ય પણ હાજર હોય છે. તેથી પ્રતિસમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ સૂક્ષ્મ ત્રિલક્ષણ કેવલજ્ઞાનાદિ ભાવોમાં રહે છે.
(ત.) તે તે શેયાકારનો ઉત્પાદ-વ્યય થવા છતાં પણ આકારીભાવથી જ્ઞાન ધ્રુવ હોવાના કારણે જ જ્ઞાનપરમ્પરાની અપેક્ષાએ આત્મા વિજ્ઞાનઘન અવિનાશી કહેવાય છે. તેથી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “આગળ-પાછળના જ્ઞાનોપયોગની અપેક્ષાએ આત્મા ઉત્પાદ-નાશ સ્વભાવવાળો હોવા છતાં વિજ્ઞાનસામાન્યપ્રવાહની અપેક્ષાએ આ આત્મા વિજ્ઞાનઘન અને અવિનાશી છે.” ઊ જ્ઞાનપર્યાય જ્ઞેયસાપેક્ષ ઊ
=
९/१६
સ્પષ્ટતા :- ‘અત્યારે પાંચ વાગ્યા છે' - આ પ્રમાણે કેવલજ્ઞાનમાં જે વર્તમાનકાલીનત્વનો આકાર જણાય છે. તે આકાર તે જ સ્વરૂપે પછીના સમયે વિદ્યમાન નથી હોતો. કલાક પછી કેવલજ્ઞાનમાં એવું જણાશે કે ‘એક કલાક પૂર્વે પાંચ વાગ્યા હતા. અત્યારે તો છ વાગ્યા છે’, ‘આજે સોમવાર છે' - આવું કેવલજ્ઞાનમાં આજે જણાય. પણ બીજા દિવસે પણ કેવલજ્ઞાનમાં ‘આજે સોમવાર છે' - તેવું જણાતું નથી. પરંતુ ‘ગઈ કાલે સોમવાર હતો, આજે મંગળવાર છે' - આ પ્રમાણે કેવલજ્ઞાનીને | બીજા દિવસે જણાય છે. આમ પ્રતિદિન-પ્રતિપ્રહર-પ્રતિક્ષણ-પ્રતિસમય કેવલજ્ઞાનમાં શેયાકાર જુદા-જુદા
સ્વરૂપે ભાસે છે. ‘વાન’ કે ‘ઝઘ' આવા આકારનો નાશ થઈ ‘પૂર્વ’ કે ‘ઘ’ આવા આકારે જ્ઞેય ' પદાર્થનું ભાન કેવલજ્ઞાનમાં થાય છે. એ જ રીતે ‘શ્વ' કે‘પશ્ચાત્' આવા આકારનો નાશ થઈ ‘વાની’ કે ‘અઘ’ આવા આકારે જ્ઞેય પદાર્થનું કેવલજ્ઞાનમાં ભાન થાય છે. ‘પાંચ વાગશે’, ‘પાંચ વાગ્યા છે’, ‘પાંચ વાગ્યા હતા’ આ પ્રમાણે તથા ‘કાલે સોમવાર હશે’, ‘આજે સોમવાર છે’, ‘ગઈકાલે સોમવાર હતો' - આ પ્રમાણે કાળક્રમે અનાગતનું વર્તમાનરૂપે, વર્તમાનનું અતીતરૂપે ભાન થવાથી કેવલજ્ઞાનાદિના આકારમાં ઉત્પાદ-વ્યય સિદ્ધ થાય છે. આકારથી આકા૨ી (= કેવલજ્ઞાનાદિ) ભાવો કથંચિત્ અભિન્ન હોવાથી કેવલજ્ઞાનાદિ ભાવોનો પણ પ્રતિસમય ઉત્પાદ-વ્યય સિદ્ધ થાય છે. પરંતુ કેવલજ્ઞાનાદિમાં ‘પાંચ’, ‘સોમવાર’ ઈત્યાદિ આકાર તો અનુગત જ રહે છે. તે આકારરૂપે = અનુગત સાકારરૂપે = આકારીભાવે કૈવલ્યરૂપે – કેવલજ્ઞાનત્વાદિસ્વરૂપે તો કેવલજ્ઞાનાદિ ભાવો સદા ધ્રુવ સ્થિર જ રહે છે. આમ કેવલજ્ઞાનાદિમાં પ્રતિસમય ઉત્પાદાદિ ઐલક્ષણ્યની સિદ્ધિ થાય છે.
-
-
* કો.(૧૦)માં ‘કેવલજ્ઞાન' પદ નથી. 1. પૂર્વાંડવવિજ્ઞાનોપયોગતો વિશેમ-સમ્ભવસ્વભાવઃ। વિજ્ઞાનસન્નત્યા विज्ञानघनोऽयमविनाशी ।।