Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३०६ ० प्रतिद्रव्यं प्रतिसमयमनन्तपर्यायात्मकता 0
૧/૨૮ -कषायादिपरिणतिसमुत्पादितकर्मबन्धनिमित्ताऽऽगामिगतिविशेषाणामप्युत्पत्तिः तदैव चोत्सृज्यमानोपादीयमानाऽनन्तानन्तपरमाण्वापादिततत्प्रमाणसंयोग-विभागानामुत्पत्तिः, तदैव च तत्तज्ज्ञानविषयत्वादीनामुत्पत्तिः, किं बहुना ? यदैवैकद्रव्यस्योत्पत्तिः, तदैव त्रैलोक्यान्तर्गतसमस्तद्रव्यैः सह साक्षात् पारम्पर्येण वा सम्बन्धानामुत्पत्तिः, સર્વદ્રવ્યવ્યાતિવ્યવસ્થિતાગડવાશ-વર્મા-ડઘવિદ્રવ્યqન્ધા(શા.વા.ત.૭,શ્નો.9-ચા.4 7.9.98) તિ व्यक्तं स्याद्वादकल्पलतायाम् । |
तदुत्थानबीजन्तु सम्मतितर्के “काय-मण-वयण-किरिया-रूवाइ-गईविसेसओ वावि। संजोयभेयओ जाणणा य दवियस्स उप्पाओ ।।" (स.त.३/४२) इत्येवं दर्शितमित्यवधेयं नानाशास्त्रसन्दर्भान्वेषणपरायणैः ।
तदाकूतं त्विदम् - उत्पद्यमानं सर्वं द्रव्यं साक्षात् परम्परया वा द्रव्यत्वावच्छिन्नसम्बद्धम् । अतः ઉત્પત્તિ-વિનાશશીલ રૂપાદિની ઉત્પત્તિમાં ભેદ ઉત્પદ્યમાનના ભેદથી થાય છે. તેવી જ રીતે કાયાની ઉત્પત્તિના સમયે જ મિથ્યાત્વથી, અવિરતિથી, પ્રમાદથી અને કષાયથી જે કર્મબંધ પહેલા ઉત્પન્ન થઈ ચૂકેલ છે અને જે કર્મ વર્તમાનભવમાં ઉદયયોગ્ય હોય છે, તેના નિમિત્તે આગામી (= શરીરસહભાવી) ગતિવિશેષ ફલાભિમુખ થાય છે. અર્થાત ગતિદાયક તે કર્મોની ક્રમભાવિફલોન્મુખતાનો ઉદય થાય છે. આ ફલોન્મુખતા પણ વિવિધ ઉત્પત્તિસ્વરૂપ છે. આ ઉત્પત્તિ (= ઉદયરૂપ) ગતિવિશેષના ભેદથી અનેક હોય છે. તે જ રીતે કાયાની ઉત્પત્તિના સમયે કાયાનુપ્રવિષ્ટ આત્મા, કાયાના ચયાપચય માટે અનંતાનંત પરમાણુઓનો ત્યાગ અને ગ્રહણ કરે છે. આ રીતે તે પરમાણુઓના સમસંખ્યક સંયોગ-વિભાગની ઉત્પત્તિ આત્મામાં થાય છે. આ ઉત્પત્તિ પણ બહુસંખ્યક = અનંત છે. આ જ રીતે કાયાની ઉત્પત્તિના સમયે કાયામાં વિભિન્ન સર્વજ્ઞોની અગણિત જ્ઞાનવિષયતાની ઉત્પત્તિ થાય છે. આ રીતે વિભિન્નરૂપે ઉત્પત્તિઓના આમંત્યનું વર્ણન ક્યાં સુધી કરી શકાય ? ઉત્પત્તિઆતંત્યને ટૂંકમાં આ રીતે સમજી શકાય કે જ્યારે કોઈ એક દ્રવ્યની ઉત્પત્તિ થાય છે તે જ સમયે રૈલોક્યમાં વિદ્યમાન સમસ્ત દ્રવ્યોની સાથે તે ઉત્પન્ન દ્રવ્યના સાક્ષાત્ કે પરંપરાએ અગણ્ય સંબંધોની ઉત્પત્તિ થાય છે. કેમ કે આકાશ, ધર્માસ્તિકાય અને છે અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો સમસ્તદ્રવ્યવ્યાપી સંબંધ હોય છે.”
a એક જ પદાર્થની વિવિધ ગ્રંથોમાં ઉપલબ્ધિ છે (તદુલ્યા) સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં મહોપાધ્યાયજી મહારાજે શરીરના દષ્ટાંતથી અનંત પર્યાયોની ઉત્પત્તિનું જે નિરૂપણ ઉપર કરેલ છે તેનું ઉત્થાન બીજ સંમતિતર્કની ‘ાય-HT..! ઈત્યાદિ ગાથામાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ દર્શાવેલ છે. તે ગાથાનો અર્થ આ મુજબ છે. “દ્રવ્યના ઉત્પાદની સાથે શરીર, મન, વચન, ક્રિયા, રૂપાદિ, ગતિવિશેષ, સંયોગ, વિભાગ તથા જ્ઞાનપર્યાયના પણ ઉત્પાદ થાય છે.” આ બાબતને અનેક શાસ્ત્રોના સંદર્ભની ખોજ કરવામાં તત્પર એવા વિદ્વાન વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
જ પ્રત્યેક દ્રવ્ય સર્વદ્રવ્યસંબદ્ધ છે (તા.) તેનું તાત્પર્ય એ છે કે ઉત્પદ્યમાન પ્રત્યેક દ્રવ્ય સાક્ષાત્ કે પરંપરાથી સર્વ દ્રવ્ય સાથે સંબંધ ધરાવે છે. તેથી સ્વગત પરિવર્તન અને અનંતાનંત પરદ્રવ્યગત પરિવર્તન દ્વારા પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય 1. ય-મનો- વન-શિયા-હિ-તિવિશેષત: વાષિા સંયોજમેવતઃ જ્ઞાનં ૪ ટૂચસ્ય ઉત્પતિ://