Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२९६
० सम्यक्त्वे श्रद्धेयाद्याकाराऽयोगः છે છઈ; તે કાલસંબંધથી ત્રલક્ષણ્ય સંભવઈઈ.
एतेन प्रतिसमयं केवलज्ञानादौ ज्ञेयाद्याकारेणोत्पादादिप्रतिपादनसम्भवेऽपि सम्यक्त्व-वीर्यादिके - भावे नोत्पादादित्रैलक्षण्ययोगसम्भवः, सम्यक्त्वादेः निराकारत्वादित्युक्तावपि न क्षतिः,
श्रद्धेयाद्याकारविरहेऽपि सम्यक्त्व-वीर्यादिके भावे कालसम्बन्धतः त्रैलक्षण्यसम्भवे बाधकाऽभावात् ।
एवं सिद्धादिशुद्धद्रव्येऽपि समयविशेषसम्बन्धेनोत्पाद-व्ययौ समयसामान्यसम्बन्धेन च ध्रौव्यम् । श तथाहि - मोक्षगमनसमये सिद्धः प्रथमसमयसिद्धत्वेन उत्पद्यते संसारित्वरूपेण च नश्यति । द्वितीयसमये कच प्रथमसमयसिद्धत्वेन नश्यति, द्वितीयसमयसिद्धत्वेन चोत्पद्यते इत्येवं प्रतिसमयम् उत्पाद-व्ययसन्तान
તે ટકે છે. આમ સમયસંબંધની અપેક્ષાએ જ સમ્યક્ત્વાદિ નિરાકાર ભાવોમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્યસ્વરૂપ ત્રિલક્ષણ સંગત થઈ શકે છે.
! નિરાકાર ભાવોમાં કેવલનિત્યતાનો આક્ષેપ છે. શંકા :- (ર્તન.) શૈય-દેશ્ય પદાર્થના આકાર પ્રતિસમય બદલાતા હોવાથી તેના દ્વારા કેવલજ્ઞાન -કેવલદર્શન વગેરે ભાવોમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યયાદિનું નિરૂપણ ભલે સંભવે. પરંતુ સમ્યક્ત-વીર્ય વગેરે ભાવોમાં દરેક ક્ષણે ઉત્પાદાદિ ઐલક્ષણ્ય સંભવી શકતું નથી. કારણ કે કેવલજ્ઞાનાદિ ભાવો સાકાર છે, જ્યારે સમ્યકત્વ વગેરે ભાવો તો નિરાકાર છે. તેથી શ્રદ્ધેય આદિ પદાર્થના પરિણામ બદલાવાના નિમિત્તે સમકિત વગેરેમાં ફેરફાર થવાની કોઈ શક્યતા રહેતી નથી. કેવલજ્ઞાનમાં જેમ શેયાકાર રહે છે, કેવલદર્શનમાં દેશ્યાકાર રહે છે, તેમ સમતિ વગેરેમાં શ્રદ્ધયાદિ આકાર રહેતો નથી. અન્યથા સમકિતને જ્ઞાનાદિની જેમ સાકાર માનવાની આપત્તિ આવશે.
૪ સમકિત વગેરેમાં કાળસાપેક્ષ ઉત્પાદાદિ x સમાધાન :- (ત્રયા) અરે ! ભાગ્યશાળી ! સમ્યક્ત, વીર્ય વગેરે ભાવો નિરાકાર હોવાથી ભલે તેમાં શ્રદ્ધેય આદિ પદાર્થનો આકાર ન સંભવે. તો પણ કાળના સંબંધથી તેમાં ઉપરોક્ત રીતે ઉત્પાદાદિ àલક્ષણ્ય સંભવી શકે છે. તતત્ ક્ષણના સંબંધથી સમ્યક્તાદિ નિરાકાર ભાવોમાં ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યાત્મકતાનો સ્વીકાર કરવામાં કોઈ બાધક તત્ત્વ નડતું નથી.
સિદ્ધો સમયસામાન્યસંબંધસ્વરૂપે ધ્રુવ જ (જં.) આ જ રીતે સિદ્ધ પરમાત્મા વગેરે શુદ્ધ દ્રવ્યમાં પણ જુદા-જુદા સમયના સંબંધ દ્વારા ઉત્પાદ-વ્યય તથા સમયસામાન્યના સંબંધ દ્વારા ધ્રૌવ્ય માનીને તૈલક્ષણ્યનો સંબંધ સ્વીકારવો. તે આ રીતે - મોક્ષગમન સમયે સિદ્ધ ભગવંત પ્રથમસમયસિદ્ધત્વરૂપે ઉત્પન્ન થાય છે. તથા સંસારિત્વરૂપે નાશ પામે છે. દ્વિતીય સમયે પ્રથમસમયસિદ્ધત્વરૂપે સિદ્ધ ભગવંતનો નાશ થાય છે, દ્વિતીયસમયસિદ્ધત્વરૂપે ઉત્પન્ન થાય છે. તૃતીય ક્ષણે દ્વિતીયસમયસિદ્ધત્વરૂપે નાશ પામે છે. તથા તૃતીયસમયસિદ્ધત્વરૂપે ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પાદ-વ્યયની પરંપરા પ્રતિસમય ચાલુ રહેશે. તથા સર્વ સમયે સમયસામાન્યસંબદ્ધત્વરૂપે સિદ્ધ ભગવંત ધ્રુવ રહેશે. ક્યારેય પણ સમયસંબદ્ધત્વ સિદ્ધ ભગવંતમાં ન હોય તેવું બનવાનું નથી. તેથી સમયસંબદ્ધત્વ ગુણધર્મ સિદ્ધ ભગવંતમાં સર્વદા અનુગત છે. તેથી તે સ્વરૂપે સિદ્ધ ભગવંતમાં