Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२९०
• सम्मतिव्याख्यापाठभेदोपदर्शनम् । पद्यनिषेधपरत्वम् (स.त.२/१/पृ.४७८) इति सम्मतितर्कवृत्तिकारः। तदभिप्रायस्त्वेवम् - 'अहं सुखी', 'अहं दुःखी' इति सविकल्पव्यवसायलक्षणमानसविकल्पद्वितययौगपद्यं न भवतीति तदपेक्षया युगपज्ज्ञान
द्वयनिषेधनम् । इदं मानसज्ञानं परमार्थतः परोक्षं किन्तु केवलज्ञान-दर्शनात्मकप्रत्यक्षोपयोगशालिनि [ केवलिनि तन्नास्ति । पारमार्थिकप्रत्यक्षात्मकोपयोगद्वययौगपद्यं तु न निषिद्धम्, निर्विकल्पपारमार्थिकप्रत्यक्षरूपत्वात् । ततश्च केवलिनि युगपत् केवलज्ञान-दर्शनोपयोगद्वितयमनाबाधमिति ज्ञायते।
यशोविजयवाचकैस्तु “उक्तवचनस्य समान-सविकल्पद्वययोगपद्यनिषेधपरत्वाद्” (शा.वा.स.४/११२/ स्या.क.ल.पृ.१७२) इत्येवं सम्मतिटीकाकृदुक्तिः स्याद्वादकल्पलतायां संवादरूपेणोपदर्शिता ।
तदाशयस्त्वेवम् – समान-सविकल्पद्वययौगपद्याऽसम्भवेऽपि बहिरिन्द्रियज-मानससविकल्पज्ञानद्वयમહારાજ દ્વારા ઉચ્ચારાયેલ છે” - આ પ્રમાણે શ્રીભદ્રબાહુસ્વામીજીના વચનનું રહસ્યોદ્ઘાટન સમ્મતિટીકાકારશ્રી અભયદેવસૂરિજીએ કરેલ છે. અહીં સંમતિવ્યાખ્યાકારશ્રીનો આશય એવો જણાય છે કે “કોઈ પણ જીવને ‘હું સુખી છું’, ‘હું દુઃખી છું - આવા બે માનસ વિકલ્પ = સવિકલ્પજ્ઞાન એકીસાથે થઈ ન શકે. આ અભિપ્રાયથી શ્રીભદ્રબાહુસ્વામીજીએ આવશ્યકનિયુક્તિમાં “યુગપતુ બે ઉપયોગ ન હોય આમ જણાવેલ છે. આ માનસ જ્ઞાન પરમાર્થથી પરોક્ષ છે. તેથી છબસ્થ જીવોને આવા બે વિકલ્પાત્મક જ્ઞાન યુગપત થઈ ન શકે. પરંતુ કેવલજ્ઞાની તો પ્રત્યક્ષજ્ઞાની છે. તેમને પરોક્ષ વિકલ્પજ્ઞાન = માનસ પ્રત્યક્ષ ઉત્પન્ન જ થતું નથી. તેમને તો કેવલજ્ઞાન અને કેવલદર્શન એ જ પ્રત્યક્ષ ઉપયોગ હોય છે. બે પારમાર્થિક પ્રત્યક્ષાત્મક ઉપયોગ યુગપત્ હોવામાં કોઈ બાધ નથી, કારણ કે તે બન્ને ઉપયોગ નિર્વિકલ્પ
પારમાર્થિક પ્રત્યક્ષાત્મક છે. બે સવિકલ્પ જ્ઞાન ભલે યુગપતુ ન થઈ શકે. પરંતુ નિર્વિકલ્પ પારમાર્થિક રે પ્રત્યક્ષાત્મક બે જ્ઞાન-દર્શનાત્મક ઉપયોગની એકીસાથે હાજરી માનવામાં કોઈ બાધ નથી. આથી કેવલજ્ઞાનીને યુગપત્ કેવલજ્ઞાન-કેવલદર્શન આ બન્ને ઉપયોગ હોઈ શકે છે.”
જ યુગપતુ ઉપયોગઢયનિષેધનું અન્ય તાત્પર્ય છે | (વશો.) શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યાના ચોથા સ્તબકમાં મહોપાધ્યાયશ્રી યશોવિજયજી
મહારાજે સંમતિતર્કવૃત્તિકારના પ્રસ્તુત વચનને સંવાદરૂપે જણાવેલ છે તે થોડા શાબ્દિક ફેરફાર સાથે ઉપલબ્ધ થાય છે. સંમતિવ્યાખ્યામાં “માનસવિકલ્પ...' આવો પાઠ હાલ મળે છે. મહોપાધ્યાયજીએ સંમતિ વ્યાખ્યાનો પાઠ “સમાન-વિજય...' - આ પ્રમાણે ઉદ્ધતરૂપે જણાવેલ છે. તેનો અર્થ એ થાય છે કે “આવશ્યકનિર્યુક્તિમાં “નુવં તે નલ્થિ કવો' - આ પ્રમાણે જે વચન જણાવેલ છે તે “સમાન બે સવિકલ્પજ્ઞાન યુગપતું ન હોય” આ મુજબ નિષેધ કરવામાં તત્પર છે” - આ પ્રમાણે સંમતિવ્યાખ્યાનો પાઠ સ્યાદ્વાદકલ્પલતામાં ઉદ્ધત કરેલ છે. તે બાબત ખાસ ખ્યાલમાં રાખવી.
છે પાઠભેદની વિશેષ સ્પષ્ટતા છે (તા.) મહોપાધ્યાયજી મહારાજે સંમતિવ્યાખ્યાનો જે પાઠ લીધેલ છે તેનો આશય એવો જણાય છે કે “એકસરખા બે સવિકલ્પ જ્ઞાન એકીસાથે ઉત્પન્ન થઈ ન શકે. પરંતુ એક સવિકલ્પજ્ઞાન ઈન્દ્રિયજન્ય હોય અને બીજું સવિકલ્પજ્ઞાન મનોજન્ય હોય તો તેવા બે જ્ઞાન એકીસાથે ઉત્પન્ન થવામાં કોઈ બાધ