Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨૪-૨૫ દ્રવ્ય-કુળ-પર્યાયાનાં લક્ષણમ્ |
१२७९ -व्यय-ध्रौव्यात्मकत्वसिद्ध्या सर्वद्रव्य-गुण-पर्यायाणां समुत्पादादि लक्षण्यं सिध्यति । एतावता तारक- ए तीर्थङ्करनिष्ठसार्वज्ञ्यादिसद्भूतगुणेषु श्रद्धा-प्रत्ययादिकं समुत्सर्पणीयम् । इत्थं स्वकीयसम्यग्दर्शननैर्मल्यकरणतः क्षायिकगुणसम्पत्प्रापकदिशि प्रसर्पणीयम् । इदमेव मुख्यं द्रव्यानुयोगाभ्यासप्रयोजनम्। तबलेन '“तइलोयमत्थयत्थो सो सिद्धो दव्व-पज्जवसमेयं । जाणइ पासइ भगवं तिकालजुत्तं जगमसेसं ।।” । (आ.प. ९५३) इति आराधनापताकायां वीरभद्रसूरिवर्णितं सिद्धस्वरूपं प्रत्यासन्नतरं सम्पद्येत शे T૬/૧૪-૧૧ી (યુમવૃત્તિ ) આનાથી તારક તીર્થકર ભગવંતમાં રહેલ સર્વજ્ઞતા આદિ સદભૂત ગુણો પ્રત્યે આપણી શ્રદ્ધા-વિશ્વાસ આદિમાં ઉછાળો લાવવાનો છે. આ રીતે આપણા સમ્યગ્દર્શનની નિર્મળતા કરવા દ્વારા ક્ષાયિક ગુણવૈભવની પ્રાપ્તિની દિશામાં આપણે આગળ વધવાનું છે. આ જ તો દ્રવ્યાનુયોગના અભ્યાસનું મુખ્ય પ્રયોજન છે. તેના બળથી આરાધનાપતાકા પન્નામાં શ્રી વીરભદ્રસૂરિએ વર્ણવેલ સિદ્ધસ્વરૂપ અત્યંત નજીક આવી છે જાય. ત્યાં જણાવેલ છે કે “મૈલોક્યના મસ્તકભાગમાં રહેલા તે સિદ્ધ ભગવાન્ ત્રણેય કાળ સહિત તમામ દ્રવ્ય-પર્યાયોથી યુક્ત સંપૂર્ણ જગતને જાણે છે અને જુએ છે.” (૯/૧૪-૧૫) (યુગ્મ-વ્યાખ્યાર્થ)
(લખી રાખો ડાયરીમાં....; • બુદ્ધિ બીજાનું દુઃખ દબાવે છે, છુપાવે છે,
કારણ કે તેને સહાનુભૂતિ દેવી ગમતી નથી. • શ્રદ્ધા પોતાનું દુખ છૂપાવે છે,
કારણ કે તેને સહાનુભૂતિ લેવી ગમતી નથી. • સાધના સંસારને છોડાવે છે.
દા.ત. ગુજ્ઞવર્તી રહનેમિજી. ઉપાસના સાંસારિક વલણને પણ છોડાવે છે.
દા.ત. સાથ્વી રાજીમતિજી. • ભિખારણ વાસના શિકારી છે.
સદા તૃપ્ત ઉપાસના કોઈને પોતાનો
શિકાર બનાવવા રાજી નથી.
1. त्रैलोक्यमस्तकस्थः स सिद्धो द्रव्य-पर्यायसमेतम्। जानाति पश्यति भगवान् त्रिकालयुक्तं जगदशेषम् ।।