Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२१०
० नित्यानित्यवस्तुसाधनम् ।
૧/૧ पररूपव्यावृत्तीनामपि वस्तुस्वभावत्वसाधनात्, तदवस्तुस्वभावत्वे सकलार्थसाङ्कर्यप्रसङ्गात् ।
तथा तत्त्वस्य त्रयात्मकत्वसाधनेऽनन्तात्मकत्वसाधने च नित्यानित्योभयात्मकत्वसाधनमपि प्रकृते न विरुध्यते, स्थित्यात्मकत्वव्यवस्थापनेन कथञ्चिन्नित्यत्वस्य विनाशोत्पादात्मकत्वप्रतिष्ठापनेन चानित्यत्वस्य साधनात् । ततः सूक्तं 'सर्वं वस्तु स्यान्नित्यमेव, स्यादनित्यमेवे'ति । एवं स्यादुभयमेव, स्यादवक्तव्यमेव, स्यान्नित्यावक्तव्यमेव, स्यादनित्यावक्तव्यमेव, स्यादुभयावक्तव्यमेवेत्यपि योजनीयम्। यथायोगमेतत्सप्तभङ्गीव्यवस्थापनप्रक्रियामपि योजयेन्नय-प्रमाणापेक्षया सदायेकत्वादिसप्तभङ्गीप्रक्रियावद्” (अ.स.परि.३/६०, पृ.२८१/ ૨૮૨) તિા પ્રત્યેક વસ્તુને અનંતધર્માત્મક સિદ્ધ કરી ન શકાય.
Y/ પરસ્વરૂપવ્યાવૃત્તિ પણ વસ્તુસ્વભાવ / સમાધાન :- (પ.) પરસ્વરૂપની વ્યાવૃત્તિ પણ હકીકતમાં વસ્તુસ્વભાવાત્મક જ છે. આ વાત અમે પહેલાં સિદ્ધ કરેલ છે. તેથી પરસ્વરૂપવ્યાવૃત્તિરૂપ અન્યદ્રવ્યગતઉત્પાદઆદિપ્રતિયોગિક ભેદ પણ વસ્તુના સ્વભાવરૂપે જ માનવા યોગ્ય છે. તેથી વસુસ્વભાવાત્મક પરરૂપવ્યાવૃત્તિસ્વરૂપ અન્યદીયઉત્પાદઆદિપ્રતિયોગિક અનંતા ભેદ પ્રત્યેક વસ્તુમાં રહેવાથી પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક બની જાય છે. જો પરસ્વરૂપવ્યાવૃત્તિને વસ્તુનો સ્વભાવ માનવામાં ન આવે તો તમામ પદાર્થો સંકીર્ણ થવાની આપત્તિ આવે. (દા.ત. ઘટમાં જે પટસ્વરૂપવ્યાવૃત્તિ રહે છે તેને ઘટસ્વભાવાત્મક માનવામાં ન આવે અને તુચ્છ માનવામાં આવે તો ઘટમાં પરમાર્થથી પટસ્વરૂપની વ્યાવૃત્તિ = અભાવ ન રહેવાના કારણે ઘટ સ્વયમેવ પટસ્વરૂપ બની જશે. આ રીતે મઠ, ખુરશી વગેરે અનંતા પરદ્રવ્યના સ્વરૂપની વ્યાવૃત્તિને ઘટસ્વભાવાત્મક ન માનવામાં આવે તો ઘટ, પટ-મઠ-ખુરશી વગેરે સ્વરૂપે બની જવાની આપત્તિ આવશે.) તેથી પ્રત્યેક વસ્તુમાં રહેનાર પરસ્વરૂપવ્યાવૃત્તિને વસ્તુસ્વભાવાત્મક માનવી જરૂરી છે. આમ વસ્તુસ્વભાવાત્મક પરરૂપવ્યાવૃત્તિસ્વરૂપ પરકીયઉત્પાદઆદિપ્રતિયોગિક અનંતા ભેદો દ્વારા પ્રત્યેક વસ્તુને અનંતધર્માત્મક માની શકાય છે.
આ વિભિન્ન અભિપ્રાયથી વસ્તુનું વિભિન્ન સ્વરૂપ જાણીએ જ (તથા.) આ રીતે “પ્રત્યેક તત્ત્વ = પદાર્થ ત્રયાત્મક છે' - તેવું સિદ્ધ કરવામાં આવે અને અનંતધર્માત્મક છે' - તેવું સિદ્ધ કરવામાં આવે તો “પ્રત્યેક વસ્તુ નિત્યાનિત્ય ઉભયાત્મક છે' - તેવું સિદ્ધ કરવાની પ્રણાલિકા પણ પ્રસ્તુત માં વિરોધગ્રસ્ત બનતી નથી. આનું કારણ એ છે કે “પ્રત્યેક વસ્તુ સ્થિતિરૂપ = ધ્રૌવ્યાત્મક છે' - આવું સિદ્ધ કરવાથી પ્રત્યેક વસ્તુ કથંચિત્ નિત્ય સિદ્ધ થાય છે. તથા પ્રત્યેક વસ્તુ ઉત્પાદ-વિનાશાત્મક છે' - આવું સિદ્ધ કરવાથી દરેક વસ્તુ કથંચિત્ અનિત્યરૂપે સિદ્ધ થાય છે. આમ દરેક પદાર્થમાં કથંચિત નિત્યતા અને કથંચિત અનિત્યતા સિદ્ધ થવાથી (૧) “સર્વ વસ્તુ કથંચિત્ નિત્ય જ છે તથા (૨) સર્વ વસ્તુ કથંચિત અનિત્ય જ છે' - આ પ્રમાણે સ્યાદ્વાદીઓ જે કહે છે તે વ્યાજબી જ છે. આ જ રીતે (૩) પ્રત્યેક વસ્તુ કથંચિત્ નિત્યાનિત્ય ઉભયાત્મક જ છે. (૪) કથંચિત્ અવક્તવ્ય જ છે. (૫) કથંચિત્ નિત્ય અને અવક્તવ્ય જ છે. (૬) કથંચિત્ અનિત્ય અને અવક્તવ્ય જ છે. તેમજ (૭) કથંચિત્ નિત્ય, કથંચિત્ અનિત્ય અને કથંચિત્ અવક્તવ્ય જ છે. આ