Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२७२
☼ विशिष्य अनुत्पन्नत्वस्वरूपविमर्शः
૧/૨
। અનુત્પન્નતા” ન હોઈ, તો પણિ પ્રતિક્ષણ ઉત્પત્તિ વિના પરમાર્થથી અનુત્પન્નતા થવી જોઈઈ. ૯/૧૩।। घटप्रागभावीयाधिकरणक्षणस्यैव असत्त्वेन तद्विशिष्टस्य व्यापकस्य विरहात्,
સમાજ
तथापि प्रतिक्षणं तत्तद्रूपेणोत्पत्तिं विना द्वितीयादिक्षणावच्छेदेन तत्तद्रूपेण परमार्थतो घटादेरनुत्पन्नतया भवितव्यम् । तथाहि - आद्यक्षणे घटत्वेन घट उत्पद्यत इति द्वितीयादिक्षणावच्छेदेन 'घटत्वेन घट उत्पन्नः' इति वक्तुं शक्यते, तदानीं घटत्वेन घटस्य प्रागभावाऽप्रतियोगित्वात्। किन्तु तत्तत्क्षणविशिष्टत्वरूपेण प्रतिक्षणं घटोत्पादानभ्युपगमे द्वितीयादिक्षणावच्छेदेन द्वितीयादिक्षणविशिष्टत्वेन क घटोऽनुत्पन्न' इति व्यवहारापत्तिस्तु परमार्थतो दुर्निवारैव तदानीं घटस्य घटत्वेन रूपेण प्रागभावापूर्ण ऽप्रतियोगित्वेऽपि द्वितीयादिक्षणविशिष्टघटत्वेन रूपेण प्रागभावप्रतियोगित्वात्। ‘येन रूपेण यत्र
રહે છે. આથી સ્વાધિકરણક્ષણત્વનું વ્યાપક સ્વાધિકરણક્ષણધ્વંસાધિકરણત્વ બને છે. આવું જ્યાં સુધી હોય ત્યાં સુધી ઘટને અનુત્પન્ન કહેવાય. સ્વાધિકરણક્ષણત્વ પ્રસ્તુતમાં સ્વાધિકરણક્ષણધ્વંસાધિકરણતાનું વ્યાપ્ય છે પણ વ્યાપક નથી. કારણ કે ઘટોત્પત્તિક્ષણમાં સ્વાધિકરણ (ઘટપ્રાગભાવઅધિકરણભૂત) ક્ષણના ધ્વંસની અધિકરણતા રહે છે પણ સ્વાધિકરણક્ષણત્વ ઘટપ્રાગભાવાધિકરણક્ષણત્વ રહેતું નથી. આમ સ્વાધિકરણક્ષણધ્વંસાધિકરણતામાં વ્યાપકતા જળવાઈ રહે છે. તેથી ઘટ ઉત્પન્ન ન થયો હોય ત્યાં સુધી તેમાં ઉપરોક્ત અનુત્પન્નત્વ રહી શકે છે. પરંતુ દ્વિતીયાદિ ક્ષણે ઘટની ઉત્પત્તિ ન થાય તો તેવા સંયોગમાં ઘટને અનુત્પન્ન રહેવાની આપત્તિને કોઈ અવકાશ રહેતો નથી. કેમ કે ત્યારે પ્રાગભાવપ્રતિયોગિત્વ ઘટમાં રહેતું નથી. ઘટની પ્રથમ ક્ષણે ઉત્પત્તિ થઈ ગઈ હોવાથી દ્વિતીયાદિ ક્ષણે નૈયાયિકકલ્પિત નૈયાયિકસંમત ઘટપ્રાગભાવાધિકરણક્ષણત્વવ્યાપક ઘટપ્રાગભાવાધિકરણક્ષણધ્વંસાધિકરણતાનિરૂપકત્વસ્વરૂપ અનુત્પન્નત્વ ઘટમાં હાજર રહેતું નથી. દ્વિતીયાદિ ક્ષણોમાં ઘટપ્રાગભાવાધિકરણક્ષણત્વ (=વ્યાપ્ય) જ ગેરહાજર છે. તેથી ત્યારે તેનાથી (=વ્યાપ્યથી) વિશિષ્ટ એવા વ્યાપકનો અભાવ ત્યાં રહેવાથી દ્વિતીયાદિ ] ક્ષણોમાં તાદશ અનુત્પન્નત્વની આપત્તિને પ્રસ્તુતમાં કોઇ અવકાશ રહેતો નથી.
* વિશિષ્ટસ્વરૂપે પ્રતિક્ષણ ઉત્પત્તિ-વિનાશ
ઉત્તરપક્ષ :- (તવિ.) જો કે તમારી વાત ઉપલક દૃષ્ટિએ સાચી લાગે છે. તેમાં છતાં પ્રતિક્ષણ
તે - તે સ્વરૂપે ઘટાદિની ઉત્પત્તિ માનવામાં ન આવે તો દ્વિતીય વગેરે ક્ષણે પરમાર્થથી ઘટાદિ પદાર્થ તે - તે સ્વરૂપે અનુત્પન્ન રહેશે. નૈયાયિકોને આ આપત્તિ દુર્વાર જ બનશે. તે આ પ્રમાણે - પ્રથમ ક્ષણે ઘટત્વરૂપે ઘટની ઉત્પત્તિ થાય છે. તેથી ઘટત્વરૂપે ઘટ દ્વિતીયાદિ ક્ષણે ઉત્પન્ન કહી શકાય છે. કારણ કે ત્યારે ઘટ ઘટત્વરૂપે પ્રાગભાવનો પ્રતિયોગી બનતો નથી. પણ તત્તત્ક્ષણવિશિષ્ટરૂપે ઘડાની ઉત્પત્તિ પ્રતિક્ષણ માનવામાં ન આવે તો દ્વિતીયાદિ ક્ષણે ‘દ્વિતીયાદિક્ષણવિશિષ્ટત્વસ્વરૂપે ઘડો અનુત્પન્ન છે’ આવા વ્યવહારની આપત્તિ તો પરમાર્થથી ઊભી જ રહે છે. કારણ કે દ્વિતીયાદિ ક્ષણે ઘટત્વરૂપે ઘટ પ્રાગભાવનો પ્રતિયોગી ન હોવા છતાં પણ દ્વિતીયાદિક્ષણવિશિષ્ટઘટત્વરૂપે તો ત્યારે ઘટ પ્રાગભાવનો પ્રતિયોગી જ છે. દ્વિતીયાદિક્ષણવિશિષ્ટઘટત્વરૂપે ઘટની ઉત્પત્તિ જો દ્વિતીયાદિ ક્ષણે માનવામાં ન આવે તો • P(૨+૩)+લા.(૨)માં ‘અનુત્પન્ન જ્ઞાન હોઈ' પાઠ.
=
=