Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२४४
। प्रागभावनाशस्य त्रैकालिको व्यवहारः ।
९/१२ | (ઇમ ઉત્પત્તિવિશિષ્ટનો = નાશનો વ્યવહાર તુઝ ઈષ્ટ.)
न्वितस्वार्थबोधकत्वमिति न्यायेन नाशप्रतियोगिके उत्पादे वर्तमानातीतानागतलक्षणकालत्रयान्वयस्य सम्भवाद् घटनाशप्रतियोगिकोत्पादस्य वर्त्तमानकालीनत्वे ‘घटो नश्यतीति प्रयुज्यते, तस्य अतीतत्वे 'घटो नष्टः' इति प्रयुज्यते, तस्य चाऽनागतत्वे ‘घटो नक्ष्यतीति प्रयुज्यते इत्येवं नश्धातोः खण्डशः शक्त्या नाशोत्पादलक्षणाऽर्थद्वयोपस्थितौ सत्याम् उत्पादलक्षणे एकस्मिन्नर्थे कालत्रयाऽन्वयेन उत्पत्तिविशिष्टप्रध्वंसव्यवहृतिः = उत्पादविशिष्टनाशे कालत्रितयस्य व्यवहृतिः मता = नव्यनैयायिकानां ५ सम्मता। क एवमेव प्रागभावनाशप्रतियोगिकोत्पादेऽपि कालत्रयान्वयः सम्भवति । ततश्च प्रागभावनाशोत्पादस्य णि वर्तमानकालीनत्वे ‘प्रागभावो नश्यतीति प्रयुज्यते, अतीतकालीनत्वे 'नष्टः' इति, अनागतकालीनत्वे
च ‘नक्ष्यति' इति । इत्थम् उत्पादशून्ये प्रागभावेऽपि कालत्रितयगर्भिता नाशव्यवहृतिः नव्य‘પ્રત્યયો હંમેશા પ્રકૃતિઅર્થથી યુક્ત એવા પોતાના અર્થને જણાવે છે' - આ ન્યાયથી નાશપ્રતિયોગિક ઉત્પાદમાં (= ધ્વસના ઉત્પાદમાં) વર્તમાનકાલ, ભૂતકાળ અને ભવિષ્યકાલ – આમ ત્રણ કાલનો અન્વય સંભવી શકે છે. તેથી ઘટનાશપ્રતિયોગિક ઉત્પાદ જ્યારે વર્તમાનકાલીન હોય છે ત્યારે “ઘટો નશ્યતિ’ એવો વાક્યપ્રયોગ થશે. તથા ઘટનાશપ્રતિયોગિક ઉત્પાદ જ્યારે ભૂતકાલીન હોય ત્યારે “ટો નષ્ટ એવો વાક્યપ્રયોગ થશે. તથા ઘટનાશપ્રતિયોગિક ઉત્પાદ જ્યારે ભવિષ્યકાલીન હશે ત્યારે “ઘર નક્ષ્યતિ' એવો વાક્યપ્રયોગ થશે. આ રીતે ઉત્પત્તિ અને નાશ – આમ “નશ' ધાતુના બે અર્થ ખંડશઃ શક્તિથી ઉપસ્થિત થાય છે. તથા તેમાંથી એક અર્થભૂત ઉત્પત્તિમાં ત્રણ કાળનો અન્વય કરીને નાશનો કાલત્રયગર્ભિત
વ્યવહાર અમને નવ્યર્નયાયિકોને સંમત છે. પ્રસ્તુતમાં “ઉત્પત્તિવિશિષ્ટ' એમ કહેવાથી áસસ્વરૂપ અભાવનું આ ગ્રહણ સમજવું. તો સ્પષ્ટતા :- નૈયાયિક મત મુજબ નાશનો = ધ્વંસનો નાશ = ધ્વંસ થતો નથી. તેથી નાશને
અતીત કહેવાનું શક્ય નથી. તેથી નાશમાં વર્તમાનકાળનો અને ભવિષ્યકાળનો અન્વય થઈ શકવા છે છતાં પણ તેમાં ભૂતકાળના અન્વયે સંભવતો નથી. તેથી ઉત્પત્તિવાળા અભાવાત્મક પદાર્થનો = ધ્વસનો ત્રણેય કાળથી ઘટિત પ્રયોગ સંભવી નહિ શકે. આવું ન બને તે માટે નવ્યર્નયાયિકોએ “નશ’ ધાતુનો અર્થ ફક્ત નાશ માનવાના બદલે નાશ અને ઉત્પત્તિ - એમ બે અર્થનો સ્વીકાર કરેલ છે. તેથી “નશ્યતિ'નો અર્થ નાશપ્રતિયોગિક વર્તમાનકાલીન ઉત્પત્તિ થશે. આ પ્રમાણે “નથતિ’ પ્રયોગનું અર્થઘટન નવ્યર્નયાયિકો કરે છે. બાકીનો અર્થ ઉપરમાં સ્પષ્ટ છે.
(વ.) પ્રાગભાવના નાશની ઉત્પત્તિમાં પણ આ જ રીતે ત્રણ કાળનો અન્વય સંભવી શકે છે. તેથી પ્રાગભાવનાશપ્રતિયોગિક ઉત્પાદ જ્યારે વર્તમાનકાલીન હશે ત્યારે “THવો નતિ’ એવો વાક્યપ્રયોગ થશે. તથા તે ઉત્પાદ જ્યારે ભૂતકાલીન હશે ત્યારે પ્રમાવો નષ્ટ' એવો વાક્યપ્રયોગ થશે. તથા તે ઉત્પાદ જ્યારે ભવિષ્યકાલીન હશે ત્યારે “પ્રામાવો નતિ’ - એવો વાક્યપ્રયોગ થશે. આ પ્રમાણે “ઉત્પાદરહિત અનાદિ પ્રાગભાવમાં પણ નાશનો કાલત્રયગર્ભિત વ્યવહાર અમને સંમત છે?