Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૧૨ 0 क्रियमाणं कृतमिति सिद्धान्तसमर्थनम् ।
१२५७ સત વ ક્રિયાકાલ ઘનિષ્ઠાકાલ યૌગપદ્યવિવફાઈ “ત્વમાનમુત્યમ, વિરાછા વિનિમ્” એ છે સૈદ્ધાત્તિક પ્રયોગ સંભવઈ.
अत एव तत्तदंशे क्रियाकाल-निष्ठाकालयोः यौगपद्यविवक्षया 'उत्पद्यमानमुत्पन्नम्', 'विगच्छद् विगतम्' इत्यादिः सैद्धान्तिकः प्रयोगः सम्भवति ।
अत एवोत्पद्यमानः नारकः नारकत्वेन व्यपदिश्यते । ___ “ननु उत्पद्यमान एव कथं नारक इति व्यपदिश्यते ? अनुत्पन्नत्वात्, तिर्यगादिवदिति ।
* “ઉત્પનાનનું ઉત્પન્ન ઈત્યાદિ પ્રયોગનું સમર્થન ? (ત વ.) આરંભકાલ વર્તમાનકાલીનતાના વ્યવહારનું અને નિષ્ઠાકાળ અતીતત્વના વ્યવહારનું સમર્થન કરનાર હોવાના લીધે જ ઉત્પત્તિ અંશમાં આરંભકાળના અને નિષ્ઠાકાળના યૌગપદ્યની = સમાનકાલીનતાની વિવક્ષાથી “ઉત્પમાનમ્ ઉત્પન્ન આવો સૈદ્ધાત્તિક વાક્યપ્રયોગ સંભવી શકે છે. તથા વિનાશ અંશમાં આરંભકાળના અને નિષ્ઠાકાળના યૌગપદ્યની = સમકાલીનતાની વિવક્ષાથી “વિછિદ્ર વિતમ્', ‘વિનશ્યત્ વિનષ્ટ', “ક્ષીયમા ક્ષી' આવો સૈદ્ધાત્તિક વાક્યપ્રયોગ સંભવી શકે છે.
તે સૈદ્ધાતિક પ્રયોગનું સમર્થન છે સ્પષ્ટતા :- વ્યવહારનય ઉત્પત્તિના આરંભકાળની દૃષ્ટિએ “ધવિમ્ ઉત્પદ્યતે” કે “ઉત્પમાનમ્' આવો પ્રયોગ કરે છે. તથા ઉત્પત્તિના નિષ્ઠાકાળની અપેક્ષાએ “વટાતિ ઉત્પન્નમ્' આવો વાક્યપ્રયોગ વ્યવહારનય કરે છે. ઉત્પત્તિનો આરંભકાળ અને નિષ્ઠાકાળ નિશ્ચયનયની દષ્ટિએ યુગપતું છે. તેથી ઉત્પત્તિના આરંભકાળની અને નિષ્ઠાકાળની સમકાલીનતાની વિવક્ષા કરવામાં આવે તો “ઉત્પમાન પઢિમ્ ઉત્પન્ન' આવો સૈદ્ધાત્તિક = નૈૠયિક વાક્યપ્રયોગ સંભવી શકે છે. તે જ રીતે વિનાશના છે આરંભકાળની = પ્રારંભકાળની દૃષ્ટિએ વ્યવહારનય “ધતિ નશ્યતિ' કે “
નદ્ ઘટમ્િ ' આવો વાક્યપ્રયોગ કરે છે. તથા વિનાશક્રિયાના નિષ્ઠાકાળની અપેક્ષાએ “ધતિ નષ્ટ' આવો વાક્યપ્રયોગ વ્યવહારનય કરે છે. નિશ્ચયનયની દૃષ્ટિએ વિનાશક્રિયાનો આરંભકાળ અને નિષ્ઠાકાળ યુગપત્ = 1 સમકાલીન છે. તેથી વિનાશક્રિયાના આરંભકાળની અને નિષ્ઠાકાળની સમાનકાલીનતાની વિવક્ષા કરવામાં આવે તો “નશ્ય ધટકિ નમ્' આવો સૈદ્ધાત્તિક = નૈૠયિક વાક્યપ્રયોગ સંભવી શકે છે.
જ પ્રથમ સમયે નારક વ્યવહારની વિચારણા (ત.) ઉત્પદ્યમાન વસ્તુ ઉત્પન્ન હોવાના લીધે જ પ્રથમ સમયે ઉત્પદ્યમાન નારક જીવનો નારક તરીકે વ્યવહાર શાસ્ત્રકારોને માન્ય છે.
આક્ષેપ :- (“નનુ) “ઉત્પદ્યમાન એવા નારકનો વ્યવહાર નારક તરીકે કઈ રીતે થઈ શકે ? કારણ કે પ્રથમ સમયે તે હજુ ઉત્પન્ન થઈ રહેલ છે પણ ઉત્પન્ન થઈ ચૂકેલ નથી. નારક તરીકે અનુત્પન્નમાં નારક તરીકેનો વ્યવહાર કઈ રીતે થાય ? બાકી તો તિર્યંચ વગેરે પણ નારકસ્વરૂપે વ્યવહાર્ય બનવાની આપત્તિ દુર્વાર બનશે. કેમ કે બન્નેમાં ત્યારે નારકત્વરૂપે અનુત્પન્નત્વ તો સમાન જ છે. T કો.(૧૩)માં નિષ્ઠાકાલ' પાઠ નથી. 8 મ. + શાં.માં સૌદ્ધા...” અશુદ્ધ પાઠ સિ. + કો. (૭+૯+૧૦+૧૧) + આ.(૧)નો પાઠ લીધો છે.