Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२६६ ० पर्यायाणां सर्वथा नाशाऽयोगः ।
९/१२ - विनक्ष्यति स्थास्यतीति न कुतश्चिद् उपरमति सोत्पन्ना विनष्टा स्थितेति गम्यते ।
स्थित्याद्याश्रयस्य वस्तुनोऽनाद्यनन्तत्वाद् अनुपरमसिद्धेः स्थित्यादिपर्यायाणां कालत्रयापेक्षिणामनुपरमरा सिद्धिः, अन्यथा तस्यातल्लक्षणत्वप्रसङ्गात्, सत्त्वविरोधात् ।
પર્તન નીવાદ્રિ વસ્તુ (૧) તિષ્ઠતિ, (૨) તિમ્, (૩) શાસ્થતિ, (૪) વિનશ્યતિ, (૨) વિનસ્ટમ્, રીતે ભૂતકાળની દૃષ્ટિએ દ્રૌવ્યમાં દ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયાત્મકતા સિદ્ધ થાય છે. વર્તમાનકાળની દૃષ્ટિએ તો ધ્રૌવ્યમાં ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયાત્મકતા છે જ. આમ ભવિષ્યકાળ, ભૂતકાળ, વર્તમાનકાળની અપેક્ષાએ ધ્રૌવ્ય ત્રિતયાત્મક છે - તેવું સિદ્ધ થાય છે. ધ્રૌવ્યની જેમ વ્યયમાં પણ ત્રણ કાળની દૃષ્ટિએ ત્રયાત્મકતા નિશ્ચિત થાય છે. તે આ રીતે) વિનાશ = વ્યય જ સ્થિર રહેશે, ઉત્પન્ન થશે તથા વિનાશ પામશે. (આમ ભવિષ્યકાળની દૃષ્ટિએ વ્યયમાં ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયાત્મકતા સિદ્ધ થાય છે. તથા ભૂતકાળની દૃષ્ટિએ વિચારીએ તો) વિનાશ જ સ્થિર હતો, ઉત્પન્ન થયેલ હતો અને વિનષ્ટ = નાશ પામેલ હતો - આ પ્રમાણે જણાય છે. (વર્તમાનકાળની દૃષ્ટિએ તો વિનાશ ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયરૂપ છે જ. તેથી ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાનકાળની અપેક્ષાએ વ્યય ત્રયાત્મક છે - તેવું સિદ્ધ થાય છે. વ્યયની જેમ ઉત્પાદમાં પણ ત્રણ કાળની વિવક્ષાથી ત્રયાત્મકતા નિશ્ચિત થાય છે. તે આ રીતે) ઉત્પાદ જ ઉત્પન્ન થશે, વિનાશ પામશે, સ્થિર રહેશે. તેથી ઉત્પાદ કોઈ પણ નિમિત્તે અટકતો નથી. (આમ ભવિષ્યકાળની દૃષ્ટિએ ઉત્પાદમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યતા સિદ્ધ થાય છે. તથા ભૂતકાળની અપેક્ષાએ વિચારીએ તો) ઉત્પત્તિ ઉત્પન્ન થઈ ચૂકેલ છે, વિનષ્ટ થઈ ચૂકેલ છે તથા સ્થિર થયેલ છે - તેમ જણાય છે. (આ રીતે ભૂતકાળની લા દષ્ટિએ ઉત્પત્તિમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતા સિદ્ધ થાય છે. વર્તમાનકાળની દૃષ્ટિએ તો ઉત્પત્તિ ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યાત્મક છે જ. તેથી ત્રણ કાળની દૃષ્ટિએ ઉત્પાદ પણ ત્રિતયાત્મક છે – તેવું ફલિત થાય છે.)
* સ્થિતિ આદિ પર્યાય કાલવ્યયસાપેક્ષ % (સ્થિત્યા.) પ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયને ધારણ કરનાર જીવ-અજીવ વગેરે વસ્તુ અનાદિ-અનન્ત છે. તેથી જીવાદિ વસ્તુનો સર્વથા ઉપરમ = વિશ્રામ = વિનાશ = ઉચ્છેદ સિદ્ધ થઈ શકતો નથી. કોઈકને કોઈક સ્વરૂપે જીવાદિ વસ્તુ સર્વદા હાજર રહે છે - તેવું સિદ્ધ થાય છે. તેથી ભૂત-ભવિષ્ય-વર્તમાન કાળની અપેક્ષા રાખનારા ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય પર્યાયો પણ સર્વદા હાજર રહે છે, સર્વથા ઉચ્છેદ પામતા નથી - આવું સિદ્ધ થાય છે. જો ધ્રૌવ્ય-ઉત્પાદ આદિ પર્યાયોનો સંપૂર્ણતયા નાશ થઈ જાય તો “પ્રૌવ્ય -ઉત્પાદ-વ્યયાત્મક વસ્તુ સત્ છે' - આ પ્રમાણે જે ત્રિલક્ષણાત્મક વસ્તુ પ્રસિદ્ધ છે, તે હકીકત સંગત નહિ થાય. તેથી તેવી અવસ્થામાં “વસ્તુ પ્રૌવ્યાદિ ત્રિલક્ષણવાળી છે' - તેવું કહી ન શકાય. કારણ કે લક્ષણશૂન્ય વસ્તુ ક્યારેય પણ હોતી નથી. જો જીવાદિ વસ્તુ પ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયશૂન્ય હોય તો તેને સત્ = પારમાર્થિક માનવામાં પણ વિરોધ આવશે. કારણ કે ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુ સ’ - આ પ્રમાણે સત્ વસ્તુનું લક્ષણ બતાવેલ છે. જેમાં ઉત્પાદાદિ ત્રણ હોય તેને જ સત્ કહેવાય. ઉત્પાદાદિશૂન્યને સત્ ન કહેવાય.
૪ વસ્તુમાં નવભંગીની પ્રસિદ્ધિ (ર્તન.) ઉપરોક્ત વિચારવિમર્શથી અહીં એવું પ્રદર્શિત કરવામાં આવેલ છે કે – જીવાદિ વસ્તુ