Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/१२ ० प्रतिवस्तु त्रैकालिकोत्पादादिसमर्थनम् ।
१२६५ अत्थेण ।।” (प्र.सा.८) इति प्रवचनसारगाथाऽपि स्मर्तव्या, ततोऽपि प्रतिवस्तु उत्पाद-व्यय-ध्रौव्यसिद्धेः। ए अधिकन्तु अमृतचन्द्रीयवृत्तितो ज्ञेयम् ।
तदुक्तं विद्यानन्दस्वामिनाऽपि अष्टसहस्यां “द्रव्य-पर्यायात्मकं जीवादि वस्तु, क्रम-योगपद्याभ्यामर्थक्रियान्यथानुपपत्तेरिति प्रमाणोपपन्नम् ।
तथा च स्थितिरेव स्थास्यति उत्पत्स्यते विनक्ष्यति। सामर्थ्यात् स्थिता उत्पन्ना विनष्टेति गम्यते । र्श विनाश एव स्थास्यति उत्पत्स्यते विनक्ष्यति, स्थित उत्पन्नो विनष्ट इति च गम्यते। उत्पत्तिरेव उत्पत्स्यते કરવા લાયક છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “ઉત્પાદ ક્યારેય પણ વ્યયશૂન્ય નથી હોતો. અથવા વ્યય ક્યારેય પણ ઉત્પાદશૂન્ય નથી હોતો. ઉત્પાદ અને વ્યય પણ ધ્રૌવ્ય વસ્તુ વિના શક્ય નથી.” કુંદકુંદસ્વામીનું ઉપરોક્ત વચન પણ પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને સિદ્ધ કરે છે. આ બાબતનો વધુ વિસ્તાર પ્રવચનસારવ્યાખ્યામાં દિગંબર અમૃતચંદ્રાચાર્યજીએ કરેલ છે. જિજ્ઞાસુ વાચકવર્ગ ત્યાં દષ્ટિપાત કરી શકે છે.
- 5 દિગંબરમતમાં ઉત્પાદાદિમાં કાલવ્યયસંબંધ છે (તકુ.) સમન્તભદ્રાચાર્યરચિત આપ્તમીમાંસા ગ્રંથ ઉપર દિગંબર અકલંકાચાર્યે અષ્ટશતીભાષ્ય રચેલ છે. તેના ઉપર દિગંબર વિદ્વાન શ્રીવિદ્યાનંદસ્વામીએ અષ્ટસહસ્ત્રી નામની વિસ્તૃત વ્યાખ્યા રચેલ છે. તેમાં તેઓએ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં ત્રણ કાળનો સમન્વય કરીને નવ ભાંગા દર્શાવેલ છે. તેમનું કથન આ મુજબ છે. “જીવ-અજીવ વગેરે સર્વ વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે. વસ્તુને દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક માનવામાં ન આવે તો જીવાદિ વસ્તુ ક્રમશઃ કે યુગપતું અર્થક્રિયા કરે તેવું અસંગત બની જવાથી જીવાદિ વસ્તુને દ્રવ્ય-પર્યાયાત્મક માનવી જોઈએ. આ પ્રમાણે પ્રમાણથી સિદ્ધ થાય છે.
સ્પષ્ટતા :- જો વસ્તુને કેવલ દ્રવ્યાત્મક માનવામાં આવે તો જીવાદિ વસ્તુ પોતાનું કાર્ય = ક્રિયા ક્રમશઃ કે યુગપત કરી ન શકે. ક્રમશઃ કાર્ય કરે તો જુદા જુદા સમયે દ્રવ્યનું સ્વરૂપ બદલાવાથી દ્રવ્યાત્મકતા = a ધ્રુવાત્મકતા બાધિત થાય. તથા યુગપત્ = એકીસાથે તમામ કાર્યોને જીવાદિ વસ્તુ કરે તો બીજી ક્ષણે કશું કાર્ય બાકી ન રહેવાથી જીવાદિ વસ્તુ અસત્ બની જાય. કારણ કે અર્થક્રિયાકારિત્વ એ જ તો પરદર્શનીનારા મતે સત્ વસ્તુનું લક્ષણ છે. તેથી જીવ-અજીવ વગેરે વસ્તુને કેવલ દ્રવ્યાત્મક માની ન શકાય. તથા જીવઅજીવ વગેરે વસ્તુને કેવલ પર્યાયાત્મક પણ માની ન શકાય. કારણ કે કેવલ પર્યાયાત્મક વસ્તુ પણ ક્રમશઃ કે યુગપતું અર્થક્રિયાને કરવા માટે સમર્થ નથી. પર્યાય ક્ષણિક હોવાથી ક્રમશઃ અનેક કાર્યોને કરી ન શકે. તથા “યુગપતુ પર્યાય તમામ ક્રિયાઓને કરે છે' - તેવું પણ માની ન શકાય. કારણ કે જીવાદિ વસ્તુ એકી સાથે બધા કાર્યો કરે તેવું જોવા મળતું નથી. નહિતર બીજી ક્ષણે કોઈ કાર્ય કરવાનું બાકી ન રહે. આમ જીવાદિ વસ્તુ કેવલ દ્રવ્યાત્મક કે ફક્ત પર્યાયાત્મક નહિ પણ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે – તેવું સિદ્ધ થાય છે.
પ્રત્યેક ઘવ્યાદિ ત્રિતયાત્મક . (તથા) તેથી (જીવાદિ વસ્તુમાં રહેલ ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદને ત્રણ કાળની અપેક્ષાએ વિચારીએ તો) સ્થિતિ = ધ્રૌવ્ય જ સ્થિર રહેશે, ઉત્પન્ન થશે તથા વિનાશ પામશે. (આમ ભવિષ્યકાળની દૃષ્ટિએ ધ્રૌવ્યમાં ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયાત્મકતા સિદ્ધ થાય છે.) તથા સામર્થ્યથી (= અર્થપત્તિથી કે કોઠાસૂઝથી) જણાય છે કે સ્થિતિ = સ્થિરતા = ધ્રુવતા પણ સ્થિર = ધ્રુવ હતી, ઉત્પન્ન થયેલી હતી અને વિનષ્ટ હતી. (આ