Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२
१२६४
० स्थित्यादौ कालत्रयान्वितोत्पादादिविमर्श: 0 - तथा, यदेव यदैवोत्पत्स्यते तदेव तदैव विगतं विगच्छद् विगमिष्यच्च ।
एवं विगमोऽपि त्रिकाल उत्पादादिना दर्शनीयः, तथा स्थित्याऽपि त्रिकाल एव सप्रपञ्चः प्रदर्शनीयः । स एवं स्थितिरपि उत्पाद-विनाशाभ्यां सप्रपञ्चाभ्यामेकै काभ्यां त्रिकाला प्रदर्शनीयेति । द्रव्यमन्योन्यात्म- कतथाभूतकालत्रयात्मकोत्पाद-विनाश-स्थित्यात्मकं प्रज्ञापयंस्त्रिकालविषयप्रादुर्भवद्धर्माधारतया तद् विशिनष्टि । । अनेन प्रकारेण त्रिकालविषयं द्रव्यस्वरूपं प्रतिपादितं भवति; अन्यथा द्रव्यस्याभावात् तद्वचनस्य मिथ्यात्वપ્રસરિતિ માવ:(ર.ત.રૂ/રૂ૭ વૃ) રૂઢિા
प्रकृते “ण भवो भंगविहीणो भंगो वा णत्थि संभवविहीणो। उप्पादो वि य भंगो ण विणा धोव्वेण છે અને નાશ પામવાની પણ છે. (૬) તથા જે વસ્તુ જ્યારે ઉત્પન્ન થવાની છે તે જ વસ્તુ ત્યારે જ નાશ પામેલી છે, નાશ પામી રહી છે અને નાશ પામવાની પણ છે.
પ નાશસમયે ઉત્પાદાદિ હાજર (જં.) એ જ રીતે આ પણ સમજી જ લેવું કે - (૧) જે જ્યારે નાશ પામી રહ્યું છે તે, તે જ સમયે ઉત્પન્ન છે, ઉત્પન્ન થઈ રહ્યું છે અને ઉત્પન્ન થવાનું પણ છે. (૨) જે જ્યારે નાશ પામેલ છે તે પદાર્થ તે જ સમયે ઉત્પન્ન થયેલ છે, ઉત્પન્ન થઈ રહેલ છે અને ઉત્પન્ન થવાનો પણ છે. (૩) તેમજ જે જ્યારે નાશ પામશે તે, તે જ સમયે ઉત્પન્ન થયેલ છે, ઉત્પન્ન થઈ રહેલ છે અને ઉત્પન્ન થવાનું છે. તથા આ જ રીતે સ્થિતિની = ધ્રૌવ્યની સાથે પણ વિસ્તારથી ઉત્પાદાદિનો સૈકાલિક સંવેધ દર્શાવવો. (૧) જેમ કે - જે જ્યારે ઉત્પન્ન થઈ રહેલ છે કે નાશ પામી રહેલ છે તે, તે જ સમયે સ્થિર હતું, સ્થિર છે અને સ્થિર રહેશે. (૨) જે જ્યારે ઉત્પન્ન થઈ ગયેલ છે કે નષ્ટ થઈ ગયેલ | છે તે, તે જ સમયે સ્થિર હતું, સ્થિર છે અને સ્થિર રહેશે. (૩) જે જ્યારે ઉત્પન્ન થશે કે નાશ ન પામશે તે, તે જ સમયે સ્થિર હતું, સ્થિર છે અને સ્થિર રહેશે. વળી સ્થિતિની સાથે પણ તે જ 2 રીતે ઉત્પાદ-વિનાશની વિસ્તારથી સૈકાલિકતા દેખાડી શકાય છે. તથા તે જ રીતે સ્થિતિની પણ ઉત્પાદવિનાશ પ્રત્યેકની સાથે સૈકાલિક્તાનું પ્રદર્શન વિસ્તારથી કરી શકાય છે. ઉપરની રીતે જે પરસ્પર ભિન્ન એક-બીજાથી અનુવિદ્ધ ત્રિકાલવ્યાપ્ત ઉત્પાદ-વિનાશ-સ્થિતિ છે તે તમામ એકદ્રવ્યસંસર્ગી હોવાથી દ્રવ્ય પણ ઉપરના પ્રકારના ઉત્પાદાદિથી અભિન્ન છે. આવા પ્રકારનું પ્રતિપાદન કરનાર પુરુષ અબાધિત ત્રિકાલવિષયના સ્વરૂપમાં પ્રગટ થતા ગુણધર્મના આધાર તરીકે દ્રવ્યને વિશેષ પ્રકારે રજૂ કરે છે. તાત્પર્ય એ છે કે ઉપરની રીતે દ્રવ્યનું સ્વરૂપ ત્રિકાલવ્યાપક છે' - એવું પ્રતિપાદિત થાય છે. જો દ્રવ્યને સૈકાલિક ન માનો તો વાસ્તવમાં સ્વરૂપશૂન્ય થવાથી દ્રવ્યનું અસ્તિત્વ જ શૂન્ય થવાથી દ્રવ્યપ્રતિપાદક વચનપ્રયોગ મિથ્યા થવાની આપત્તિ આવશે.” આ પ્રમાણે સંમતિતર્કવ્યાખ્યા દ્વારા કાળના માધ્યમથી પણ ઉત્પાદાદિ પ્રત્યેકમાં ત્રયાત્મકતા સિદ્ધ થાય છે.
ઉત્પાદાદિગૂલ્ય વસ્તુનો અસંભવ : કુંદકુંદાચાર્ય - (કૃર્ત.) દિગંબર કુંદકુંદ સ્વામીએ રચેલ પ્રવચનસાર નામના ગ્રંથની એક ગાથા પણ પ્રસ્તુતમાં યાદ 1. न भवो भङ्गविहीनो भङ्गो वा नास्ति सम्भवविहीनः। उत्पादोऽपि च भङ्गो न विना ध्रौव्येण अर्थेन ।।