Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨ રૂ
० उत्पन्नघटेऽनुत्पन्नसमत्वापादनम् ॥
१२६९ ઉત્પત્તિ નહીં જો આગલિં, તો "અનુત્પન્ન તે થાઈ રે; જિમ નાશ વિના અવિનષ્ટ છઈ, પહિલા તુઝ કિમ ન સુહાઈ રે ?lle/૧૩il (૧૪૬)જિન. ગ
જો આગલિ = દ્વિતીયાદિક ક્ષણઈ ઉત્પત્તિ નહીં, તો (ક) ઘટાદિક દ્વિતીયાદિક ક્ષણઈ અનુત્પન્ન થાઈ. જિમ પહિલા = ધ્વંસ થયા પહિલાં નાશ વિના “વિન” કહિછે છઈ. એ તર્ક તુઝનઈ કિમ સુહાતો નથી ? તે માટઈ પ્રતિક્ષણોત્પાદ-વિનાશ પરિણામદ્વારઇ માનવા. ननु घटादेरुत्पत्त्यनन्तरं द्वितीयादिक्षणेषूत्पत्त्यनभ्युपगमे को दोषः? इत्याशङ्कायामाह – 'यदी'ति ।
यद्युत्पत्तिर्न पश्चात् स्यात्, घटोऽजातः तदा भवेत् ।
ध्वंसात पूर्वं विना नाशमनष्टवन्न किं भवेत ?।।९/१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - यदि पश्चादुत्पत्तिः न स्यात् (तर्हि) तदा घटः अजातः भवेत्, म ध्वंसात् पूर्वं नाशं विना अनष्टवत् किं न भवेत् ?।।९/१३।। ___ यदि घटादेः पश्चाद् = द्वितीयादिक्षणेषु उत्पत्तिः न स्यात् तर्हि तदा = द्वितीयादिक्षणेषु घटः ... = घटादिः अजात: = अनुत्पन्नः भवेत् । ध्वंसात् = ध्वंसोत्पत्तेः पूर्वं नाशं विना अनष्टवद् = । यथा ‘अविनष्टो घटादिः' कथ्यते तथा द्वितीयादिक्षणेषु घटादेः उत्पत्तिविरहे ‘घटादिः अनुत्पन्नः' ण इति किं = कस्माद् न भवेत् ? उत्पत्तेः क्षणिकत्वेन भवतां मते द्वितीयादिक्षणेषु विरहात् । अयं का तर्को भवतां कथं न स्फुरति ? तस्मात् प्रतिक्षणम् उत्पाद-विनाशौ क्षणसापेक्षपर्यायद्वारा स्वीकर्तव्यौ ।
અવતરણિકા :- દરેક પદાર્થ પ્રત્યેક ક્ષણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. પ્રત્યેક સમયે જુદા-જુદા સ્વરૂપે સર્વ પદાર્થમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થયા જ કરે છે. આ વાત અત્યાર સુધીની વિચારણા દ્વારા ફલિત થયેલ છે. પરંતુ આ હકીકતને એકાન્તવાદીઓ સ્વીકારતા નથી. તેઓ કહે છે કે “ઘટ વગેરે પદાર્થની એક વાર ઉત્પત્તિ થયા પછી દ્વિતીય વગેરે ક્ષણોમાં ઉત્પત્તિ માનવામાં ન આવે તો શું વાંધો ?' એકાન્તવાદીની આ શંકાનું નિરાકરણ ગ્રંથકારશ્રી કરી રહ્યા છે :
શ્લોકાર્થ :- જો પછીની ક્ષણોમાં ઉત્પત્તિ ન થાય તો ત્યારે ઘટ અનુત્પન્ન રહેશે. જેમ ધ્વસની પૂર્વે નાશ ન હોવાથી ઘટ અનષ્ટ કહેવાય છે. તેમ ઉપરોક્ત બાબત કેમ ન બને ? (૯/૧૩)
ગલ દ્વિતીયાદિ ક્ષણે ઉત્પત્તિ વિચાર શકિ વ્યાખ્યાર્થ :- ઘટ વગેરે પદાર્થની એક વાર ઉત્પત્તિ થયા બાદ પછીની દ્વિતીય વગેરે ક્ષણોમાં જો તેની પુનઃ ઉત્પત્તિ ન થાય તો દ્વિતીય વગેરે ક્ષણોમાં ઘટાદિ પદાર્થ અનુત્પન્ન રહેશે. જે રીતે ધ્વસની ઉત્પત્તિ પૂર્વે નાશ હાજર ન હોવાથી ત્યારે “ઘટાદિ અવિનષ્ટ છે' - આમ કહેવાય છે તે રીતે દ્વિતીયાદિ ક્ષણે ઘટાદિની ઉત્પત્તિ હાજર ન હોવાથી ત્યારે “ઘટાદિ અનુત્પન્ન છે' - આ પ્રમાણે કેમ ન કહેવાય? કેમ કે ઉત્પત્તિ ક્ષણિક હોવાથી તમારા મત મુજબ દ્વિતીયાદિ ક્ષણોમાં ઉત્પત્તિ ગેરહાજર છે. જેમ નાશ વિના અનષ્ટરૂપે વ્યવહાર થાય છે તેમ ઉત્પત્તિ વિના દ્વિતીયાદિ ક્ષણે અનુત્પન્નરૂપે વ્યવહાર થવો ન્યાયપ્રાપ્ત છે. આ પ્રમાણેનો તર્ક તમને એકાંતવાદીને કેમ સૂઝતો નથી ? તેથી પ્રતિક્ષણ ઘટાદિ પદાર્થમાં ક્ષણ
મ.માં “અનુતપન્ન’ પાઠ. કો.(૨)નો પાઠ લીધેલ છે. જે જૈ. પુસ્તકમાં “ન' નથી. ૪ લી.(૩)માં “કહી’ અશુદ્ધ પાઠ. આ કો.(૧૦)માં ‘તિમ અશુદ્ધ પાઠ.