Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* प्रथमक्षणेऽनुत्पन्नस्य पश्चादुत्पादाऽयोगः
९/१२
अत्रोच्यते, उत्पद्यमान उत्पन्न एव तदायुष्कोदयात्, अन्यथा तिर्यगाद्यायुष्काऽभावाद् नारकायुष्कोदयेऽपि
रा
यदि नारको नाऽसौ, तदन्यः कोऽसौ ?” (भ.सू. १/७/५७/पृ. ८४ ) इति व्यक्तं व्याख्याप्रज्ञप्तिव्याख्यायां प्रथमशतके ।
원래 위의, 최
१२५८
ननु उत्पद्यमानं वस्तु कथमुत्पन्नं भवेत् ? कथं पुनस्तद्वर्त्तमानं सदतीतं भवतीति ? अत्रोच्यते- “ पट उत्पद्यमानकाले प्रथमतन्तुप्रवेशे उत्पद्यमान एवोत्पन्नो भवतीति, उत्पद्यमानत्वं च क तस्य प्रथमतन्तुप्रवेशकालादारभ्य ' पट उत्पद्यते' इत्येवं व्यपदेशदर्शनात् प्रसिद्धमेव, उत्पन्नत्वं तूपपत्त्या प्रसाध्यते ।
=
[र्पण तथाहि - उत्पत्तिक्रियाकाल एव प्रथमतन्तुप्रवेशेऽसावुत्पन्नः, यदि पुनर्नोत्पन्नोऽभविष्यत्तदा तस्याः क्रियाया वैयर्थ्यमभविष्यत् निष्फलत्वात् । उत्पाद्योत्पादनार्था हि क्रियाः भवन्ति । यथा च प्रथमे क्रियाक्षणे नासावुत्पन्नस्तथोत्तरेष्वपि क्षणेष्वनुत्पन्न एवासौ प्राप्नोति को ह्युत्तरक्षणक्रियाणामात्मनि रूपविशेषो ? येन એક કડેમાણે કડે' સિદ્ધાન્ત : ભગવતીવૃત્તિદર્પણમાં
-
નિરાકરણ :- (ો.) ભાગ્યશાળી ! અમારા આશયને સાંભળો. પ્રથમ સમયે નરકમાં નારક તરીકે ઉત્પન્ન થઈ રહેલો જીવ નારકસ્વરૂપે ઉત્પન્ન થઈ ચૂકેલ જ છે. કારણ કે તેનું નરકાયુષ્ય ત્યારે ઉદયમાં છે. જો નરકાયુષ્ય ઉદયમાં હોવા છતાં પણ પ્રથમસમયે તે જીવનો નાક તરીકેનો વ્યવહાર ન થાય તો તેનો વ્યવહાર કયા સ્વરૂપે કરશો ? કેમ કે ત્યારે તેને તિર્યંચ-મનુષ્ય-દેવઆયુષ્ય ઉદયમાં ન હોવાથી તિર્યંચ, મનુષ્ય કે દેવ તો નહિ જ કહી શકાય. તથા તમારા મંતવ્ય મુજબ જો ત્યારે તેને નારક પણ ન કહી શકાતો હોય તો તેને ત્યારે તમે શું કહેશો ? તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારક - આ ચારેયથી ભિન્ન તે કોણ છે ?” તેને સિદ્ધ તો કહી શકાય તેમ નથી. કારણ કે આઠેય કર્મોથી તે જીવ ઘેરાયેલ છે. તેથી તેને ત્યારે નારક માનવો જ રહ્યો. આમ ‘ઉત્પદ્યમાનમ્ ઉત્પન્નમ્' આવો નિશ્ચયનયનો સિદ્ધાન્ત વ્યાજબી જ છે. આ પ્રમાણે ભગવતીસૂત્રવ્યાખ્યામાં પ્રથમશતકમાં ઉપર મુજબ આક્ષેપ-નિરાકરણને દર્શાવવામાં આવેલ છે.
का
પ્રશ્ન :- (નનુ.) ઉત્પદ્યમાન વસ્તુને ઉત્પન્ન કઈ રીતે કહી શકાય ? જે વસ્તુ વર્તમાનકાલીન હોય તે અતીતકાલીન કઈ રીતે બની શકે ?
‘ઉત્પદ્યમાનમ્ ઉત્પન્નમ્' નું ભગવતીસૂત્રવૃત્તિથી સમર્થન
પ્રત્યુત્તર :- (ત્રો.) તમારા પ્રશ્નનું સમાધાન બહુ સરળ છે. તે આ રીતે પટ ઉત્પત્તિસમયે પ્રથમતંતુપ્રવેશ વખતે ઉત્પદ્યમાન હોય છે ત્યારે જ ઉત્પન્ન હોય છે. પ્રથમ તંતુના પ્રવેશના સમયથી માંડીને ‘પટ ઉત્પન્ન થઈ રહેલ છે' - આ પ્રમાણે વ્યવહાર જોવા મળે છે. તેથી ત્યારે ‘પટ ઉત્પદ્યમાન છે' - આ વાત પ્રસિદ્ધ જ છે. ‘તે સમયે પટ ઉત્પન્ન થઈ ચૂકેલ છે' આ બાબત યુક્તિથી સિદ્ધ કરી શકાય છે. તે આ મુજબ - ઉત્પત્તિક્રિયાના સમયે જ પ્રથમ તંતુના પ્રવેશ વખતે પટ ઉત્પન્ન થયેલ છે. જો ત્યારે પટ ઉત્પન્ન થયો ન હોય તો નિષ્ફળ હોવાથી ત્યારે તે પટજનનક્રિયા વ્યર્થ થવાની આપત્તિ આવે. ઉત્પાદ્યનું ઉત્પાદન કરવા માટે ક્રિયા હોય છે. તેથી ઉત્પાદનક્રિયાની પ્રથમ ક્ષણે જો પટ ઉત્પન્ન ન થયો હોય તો પછીની ક્ષણોમાં પણ પટ અનુત્પન્ન જ રહેશે. કારણ કે ઉત્તરકાલીન ક્રિયાઓમાં એવું તે વળી કયું વિશેષ પ્રકારનું સ્વરૂપ રહેલું છે કે પ્રથમ સમયે પટ ઉત્પન્ન ન થાય અને ઉત્તરકાલીન
–
-