Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨
उत्पद्यमानम् उत्पन्नम्
१२५९
प्रथमतया नोत्पन्नस्तदुत्तराभिस्तूत्पाद्यते” (भ.सू.१/१/७ पृ.१४) इत्यधिकं भगवतीसूत्रवृत्तितो विज्ञेयम् । एतेन निश्चयनयसंमतोत्पत्त्यादिनिराकरणपरं नव्यनैयायिकमतं निराकृतं द्रष्टव्यम् ।
“ये त्वाहुः ‘घटोत्पादकाले घटनाशाभ्युपगमे 'घटो नष्ट' इति प्रयोगः स्यात्, अन्यनाशे च घटस्योत्पन्नत्वैાન્ત વ' કૃતિ,
तेऽप्यतात्पर्यज्ञाः स्यादुपस्यन्दनेन द्रव्यार्थतया घटपदस्य तथाप्रयोगस्येष्टत्वात्, अंशे तत्प्रतियोगित्वस्य अंशे तदाधारत्वस्य च सम्भवात् विरोधस्याऽपि तृतीयार्थावरुद्धस्यात्पदप्रतिरुद्धत्वादिति” (स्या.क.७/१७ ક્રિયાથી ઉત્પન્ન થાય ? તેથી માનવું પડશે કે ઉત્પદ્યમાન પટ ઉત્પન્ન છે જ. આ બાબતમાં અધિક નિરૂપણ ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે કરેલ છે. જિજ્ઞાસુ વાચકવર્ગ ત્યાં દૃષ્ટિપાત કરી શકે છે.
* નવ્યનૈયાયિકમતનું નિરાકરણ
(તેન.) આમ નિશ્ચયનયનો વાક્યપ્રયોગ પણ યુક્તિસંગત સિદ્ધ થાય છે. તેથી નવ્યનૈયાયિકે નિશ્ચયનયમાન્ય ઉત્પત્તિ-વિનાશ અંગે વર્તમાનકાળ-ભૂતકાળથી ગર્ભિત ‘ત્વદ્યમાનમ્ ઉત્પન્નમ્’, ‘વિાચ્છવ્ વિતમ્' આવો વાક્યપ્રયોગ અમાન્ય કરવાનો જે પ્રયાસ કરેલ હતો તે વ્યાજબી નથી. આ પ્રમાણે સિદ્ધ થાય છે.
{t[
* ઉત્પત્તિકાલે નાશસ્વીકાર સદોષ ઃ પૂર્વપક્ષ “
એકાન્તવાદી :- (“યે સ્વાદુઃ.) “જો અનેકાન્તવાદી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને સમકાલીન માનતા હોય તો ઘટોત્પત્તિના સમયે ઘટનાશને પણ અનેકાન્તવાદીએ સ્વીકારવો પડશે. તથા જો ઘટોત્પાદકાળે ઘટધ્વંસને માન્ય કરવામાં આવે તો ઘટોત્પત્તિ સમયે ‘ઘટો નષ્ટ આવો વાક્યપ્રયોગ પણ અનેકાંતવાદીએ કરવો પડશે. તથા ઘટોત્પત્તિ સમયે કોઈ ‘વો નષ્ટ:' આવો વાક્યપ્રયોગ કરે તો તેને પ્રામાણિક માનવો પડશે. જો ઘટોત્પાદકાળે ઘટના બદલે અન્ય પદાર્થનો નાશ માનવામાં આવે તો ઘડો તો એકાંતે ઉત્પન્ન જ થયેલો કહેવાશે. આ રીતે તો ઘટમાં એકીસાથે ઉત્પાદ-વ્યય સિદ્ધ નહિ થઈ શકે. ઉત્પત્તિકાલે નાશવીકાર નિર્દોષ : ઉત્તરપક્ષ
કે
-
અનેકાન્તવાદી :- (તેઽવ્યતા.) જે એકાંતવાદીઓ અનેકાન્તવાદ સામે ઉ૫૨ જણાવ્યા મુજબ આક્ષેપ કરે છે તે પણ અનેકાન્તવાદના તાત્પર્યને જાણતા નથી. આનું કારણ એ છે કે અમે સ્યાદ્વાદીઓ ‘સ્વાત્’ પદનો પ્રયોગ કરીને ઘટોત્પત્તિ કાળે દ્રવ્યાર્થરૂપે = મૃત્પિડરૂપે = દ્રવ્યઘટરૂપે ‘ઘટઃ નષ્ટ' આવો વ્યવહાર માન્ય કરીએ જ છીએ. ઘટ ઉત્પન્ન થતો હોય તે સમયે મૃŃિડનો નાશ થાય છે જ. મૃત્પિડ દ્રવ્યઘટસ્વરૂપ છે. તેથી ઘટોત્પાદકાળે ‘ઘટો નષ્ટ’ આવા વાક્યપ્રયોગમાં ‘ઘટ’ શબ્દને દ્રવ્યઘટનો = મૃત્પિડાત્મક ઘટનો વાચક માનીને તેવા વ્યવહારને અમે અનેકાન્તવાદીઓ પ્રામાણિક માનીએ જ છીએ. ઘડો કોઈક અંશે નાશનો પ્રતિયોગી છે તથા કોઈક અંશે તે નાશનો આધાર છે. એક સ્વરૂપે ધ્વંસપ્રતિયોગિતા અને અન્ય સ્વરૂપે ધ્વંસાધારતા - આ બન્ને ગુણધર્મોનો એકત્ર યુગપત્ સમાવેશ કરવામાં કોઈ વિરોધને અવકાશ નથી. ઘટમાં તૃત્પિડરૂપે ધ્વંસપ્રતિયોગિતાનો અને ઘટત્વરૂપે ધ્વંસાધારતાનો સ્વીકાર પ્રામાણિક હોવાથી ઘટોત્પત્તિક્ષણે ‘ઘટો નષ્ટ’ આવો વ્યવહાર અમને અનેકાન્તવાદીને ઈષ્ટ છે. એક જ વસ્તુમાં એકીસાથે ઉત્પાદ-વ્યયનો વિરોધ
.