Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨૦
१२२२ ० द्रव्यार्थादेशतः प्रतिक्षणम् उत्पादादिसिद्धिविचार
થાવત્કાલ એક વસ્તુમાંહિ ત્રણ ૩ લક્ષણ કિમ હોઈ ? તે નિર્ધારીઈ છઈ - ઉત્પન્ન ઘટઈ નિજદ્રવ્યના, ઉત્પત્તિ-નાશ કિમ હોઈ રે; સુણિ ધ્રુવતામાંહિ પહિલા ભલ્યા, છઈ અનુગમશક્તિ દોઈ રે ૯/૧૦(૧૪૩) જિન.
ઉત્પત્તિ થઈ છઈ જેહની, એડવો જે ઘટ તેહનઈં વિષઈ (=ઉત્પન્ન ઘટઈ) દ્વિતીયાદિષણ (નિજદ્રવ્યના=) સ્વદ્રવ્યસંબંધઈ ઉત્પત્તિ-નાશ કિમ હોઈ ? જે માટઇ. પ્રથમક્ષણસંબંધરૂપોત્તરપર્યાયોત્પત્તિ તેહ જ પૂર્વપર્યાયનાશ તુમ્હ પૂર્વિ થાપ્યો છઇ” - એ શિષ્ય પ્રશ્ન પૂછ્યું ગુરુ પ્રતિ.
अथ यावत्कालमेकत्रैव वस्तुनि यथा त्रैलक्षण्यमवतिष्ठते तथा दृढयितुं प्रकृते शिष्य-गुरूणां पर्यनुयोग-प्रत्युत्तरी प्रदर्शयति - ‘स्वेति।
स्वद्रव्यस्य व्ययोत्पादौ प्रागुत्पन्ने घटे कथम् ?।
શ્રુગુ, તો મીતિતો છોડનુવામશક્તિરૂપતા/૨૦માં __ प्रकृते दण्डान्वयस्त्वेवम् – प्रागुत्पन्ने घटे स्वद्रव्यस्य व्ययोत्पादौ कथम् ? श्रुणु, तौ धौव्ये अनुगमशक्तिरूपतः मीलितौ (स्तः) ।।९/१०।।।
ननु प्राग् उत्पत्तिः सञ्जाता यस्य तस्मिन् = प्रागुत्पन्ने घटे द्वितीयादिक्षणावच्छेदेन स्वद्रव्यस्य - = घटोपादानकारणीभूतस्य मृत्तिकाद्रव्यस्य सम्बन्धेन अपृथग्भावलक्षणेन व्ययोत्पादौ = नाशोत्पत्ती
कथं स्याताम् ? यतः प्रथमक्षणसम्बन्धरूपाया उत्तरपर्यायोत्पत्तेरेव पूर्वपर्यायनाशरूपता युष्माभिः पूर्वं (९/८) साधिता। न हि द्वितीयादिक्षणावच्छेदेन घटे प्रथमक्षणसम्बन्धः सम्भवति, विरोधादिति વેત ?
અવતરણિકા :- કાયમ માટે એક જ દ્રવ્યમાં જે રીતે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ àલક્ષણ્ય રહે છે તે રીતે તેનું સમર્થન કરવા માટે પ્રસ્તુતમાં શિષ્યના પ્રશ્નને તથા ગુરુના પ્રત્યુત્તરને ગ્રંથકારશ્રી જણાવે છે -
શ્લોકાર્થ :- પૂર્વે ઉત્પન્ન થયેલા ઘટમાં સ્વદ્રવ્યના વ્યય અને ઉત્પાદ કઈ રીતે થાય? આ પ્રશ્નનો જવાબ તમે સાંભળો. તે ઉત્પાદ અને વ્યય અનુગતશક્તિરૂપે દ્રૌવ્યમાં મિલિત રહે છે. (૯/૧૦)
( દ્વિતીય ક્ષણે પુનઃ ઉત્પત્તિ અંગે વિચારણા વ્યાખ્યાર્થી :- ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય સંબંધી શિષ્યનો પ્રશ્ન ગ્રંથકારશ્રી દર્શાવે છે. તે નીચે મુજબ છે.
પ્રશ્ન :- પૂર્વે જેની ઉત્પત્તિ થઈ ચૂકેલી છે તેવા ઘટમાં દ્વિતીય આદિ ક્ષણે ઘટઉપાદાનકારણભૂત માટીસ્વરૂપ સ્વદ્રવ્યનો અપૃથભાવસ્વરૂપસંબંધથી નાશ અને ઉત્પત્તિ કઈ રીતે થશે ? કારણ કે ઉત્તર પર્યાયની ઉત્પત્તિ પ્રથમક્ષણસંબંધાત્મક છે. તથા તમે પૂર્વે નવમી શાખાના આઠમા શ્લોકમાં જણાવેલ છે કે ઉત્તર પર્યાયની ઉત્પત્તિ એ જ પૂર્વપર્યાયના નાશસ્વરૂપ છે. દ્વિતીયઆદિક્ષણઅવચ્છેદન ઘટમાં પ્રથમ ક્ષણનો સંબંધ સંભવી શકતો નથી. કારણ કે તેવું માનવામાં વિરોધ આવે છે.
કો.(૫)માં ‘દ્રવ્યતામાંહિ પાઠ. મ.માં ‘વતામાં પાઠ. કો.(૧૯૧૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “ભલિયા પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. જે કો.(૭)માં “પૂછયઉં પાઠ. લા.(૨)માં “પૂછિઉ” પાઠ.
Eી
છે
.