Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२२० • प्रत्यभिज्ञाप्रमाणं बलाधिकम् ।
૧/૧ प -व्ययौ युक्तौ, ध्रौव्यन्तु गोरसत्वसामान्यस्यैव न तु गोरसस्येति चेत् ?
न, 'इदमेव गोरसं दुग्धभावेन नष्टं, दधिभावेन चोत्पन्नमि'त्येकस्यैवैकदोत्पाद-व्ययाधारत्वलक्षणध्रौव्यभागितया प्रत्यभिज्ञायमानस्य पराकर्तुमशक्यत्वादिति” (शा.वा.स.७/३/पृ.२८ वृ.) व्यक्तं स्याद्वादकल्पलतायाम् । म प्रकृते “यदुत्पाद-व्यय-ध्रौव्ययोगितां न बिभर्ति वै। तादृशं शशशृङ्गादिरूपमेव परं यदि ।।” (उ.सि.२) श इति उत्पादादिसिद्धिप्रकरणे चन्द्रसेनसूरिवचनं स्मर्तव्यम् । अधिकन्तु तद्वृत्तितो बोध्यम् ।
ततश्चोत्पाद-व्यय-ध्रौव्यात्मकत्वलक्षणं सत्त्वमपि अन्वयि-व्यतिरेक्युभयरूपमेवेति जानानः सम्यग्दृष्टिः णि एव परमार्थतः ज्ञानी। स च सर्वदा ज्ञान्येवेति बोध्यम् । तदुक्तं ज्ञानार्णवे यशोविजयवाचकैः “जाग्रतः ભિન્ન હોવાથી દૂધનો નાશ અને દહીંનો ઉત્પાદ માનવો વ્યાજબી છે. પરંતુ પ્રૌવ્ય તો ગોરસત્વ જાતિમાં જ માનવું જોઈએ, ગોરસ દ્રવ્યમાં નહિ. જાતિ નિત્ય હોવાથી ગોરસત્વને નિત્ય કહેવાય. ગોરસત્વ જાતિનો આશ્રય બનનાર દ્રવ્યને નિત્ય કહી ન શકાય. આથી એક જ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક બની ન શકે. જે ઉત્પાદ-વ્યયનો આધાર છે તે દૂધ-દહીં ધ્રુવ નથી. જે ધ્રુવ છે તે ગોરસત્વજાતિ નથી તો ઉત્પન્ન થતી કે નથી નાશ પામતી. તેથી એકત્ર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બાધિત થાય છે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકત્વરૂપે સતપણાનો વ્યવહાર સાધનાર અનુમાનપ્રયોગ અકિંચિકર બની જાય છે.
> ઉત્પાદ-વ્યય અને ઘવ્ય સમાનાધિકરણ : એકાન્તવાદી ) ઉત્તરપક્ષ :- (ન, “.) ના, તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે પ્રત્યક્ષ પ્રમાણથી જ એકત્ર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ થાય છે. તે આ રીતે - સર્વ લોકોને અનુભવ થાય છે કે “આ એ જ ગોરસ દ્રવ્ય દૂધરૂપે નાશ પામ્યું છે તથા દહીંરૂપે ઉત્પન્ન થયું છે. આથી એક જ ગોરસ દ્રવ્ય
એકીસાથે ઉત્પાદ-વ્યયનો આધાર બને છે. ઉત્પાદ-વ્યયની આધારતા એ જ ધ્રૌવ્ય છે. કારણ કે ત્યાં Cી પૂર્વાપર કાલમાં ગોરસત્વરૂપે અન્વયે પ્રત્યભિજ્ઞાયમાન છે. “પૂર્વે દૂધરૂપે જ્ઞાત ગોરસ દ્રવ્ય હમણાં દહીંરૂપે
ઉત્પન્ન થયેલ છે' - આ પ્રત્યભિજ્ઞા દૂધ-દહીં બન્ને અવસ્થામાં ગોરસત્વરૂપે અનુસ્મૃત = સ્થિર ગોરસનો દૂધરૂપે નાશ અને દહીંરૂપે ઉત્પાદ જણાવે છે. તેથી પ્રૂવરૂપે = સ્થિરરૂપે પ્રત્યભિજ્ઞાયમાન = પ્રત્યભિજ્ઞાનવિષયભૂત ગોરસનો અપલાપ કરવો શક્ય નથી. તેથી ગોરસને ગોરસત્વરૂપે ધ્રુવ પણ માની શકાય છે તથા દહીં-દૂધરૂપે ઉત્પાદ-વ્યયયુક્ત પણ માની શકાય છે. આ પ્રમાણે મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં જણાવેલ છે.
* ઉત્પાદાદિશૂન્ય મિથ્યા : ચન્દ્રસેનાચાર્ય , (પ્ર.) પ્રસ્તુતમાં ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણની કારિકા યાદ કરવા યોગ્ય છે. ત્યાં શ્રીચન્દ્રસેનસૂરિજીએ જણાવેલ છે કે “જે વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયોગને ધારણ ન કરે તેવી વસ્તુ જો માનવામાં આવે તો તે માત્ર શશશૃંગાદિસ્વરૂપ મિથ્યા જ હોય.' અધિક વિવેચન તેની વ્યાખ્યામાંથી જાણવું.
જ સમ્યગ્દષ્ટિ સર્વદા જ્ઞાની છે (તતશ્ય.) તેથી “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતસ્વરૂપ સત્ત્વ પણ અન્વય-વ્યતિરેકીઉભયસ્વરૂપ જ છે' - આ વાતને જાણતો સમ્યગ્દષ્ટિ જ પરમાર્થથી જ્ઞાની છે. તથા તે સર્વદા જ્ઞાની જ હોય છે - તેમ સમજવું. તેથી જ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ્ઞાનાર્ણવ ગ્રંથમાં જણાવેલ છે કે “સમ્યગ્દષ્ટિ