Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨૦ ० अनुगमशक्तित उत्पाद-व्ययौ ध्रौव्यमीलितौ ।
१२२३ ઈમાં ગુરુ ઉત્તર શિષ્ય પ્રતિ કહઇ છઈ, (સુણિક) સાંભલઈ શિષ્ય ! પહિલા = પ્રથમક્ષણઈ થયા છે (દોઈક) જે ઉત્પત્તિ-નાશ તે ધ્રુવતામાંહિ ભલ્યા. અનુગમ કહેતાં એકતા, તે શક્તિ સદાઇ છઈ.
___ अत्र गुरूणामुत्तरं श्रुणु, मृद्रूपेण मृत्तिकाया नित्यत्वेन प्रथमक्षणसम्बन्धलक्षणा मृत्त्वावच्छिन्ननोत्पत्तिर्न सम्भवति । घटत्वेन रूपेण तु मृद्रव्यं सामग्रीसहकारेण उत्पद्यते । अतो यस्मिन् क्षणे मृद्रव्यं घटत्वरूपेण परिणमति स क्षणः घटत्वावच्छिन्नमृद्रव्यस्य प्रथमः क्षणः। प्रथमक्षणसम्बन्ध- । लक्षणघटत्वावच्छिन्नमृत्तिकाद्रव्योत्पत्तिसमये एव मृत्पिण्डरूपेण मृत्तिकाद्रव्यं नश्यति । सामानाधिकरण्य-म समकालीनत्वाभ्यां घटत्वरूपेण मृद्रव्योत्पाद एव मृत्पिण्डरूपेण मृद्रव्यनाश उच्यते । इत्थं पर्यायस्य पर्यायरूपेण वा द्रव्यस्य प्रथमक्षणावच्छेदेन यौ उत्पाद-व्ययौ सञ्जातौ तौ अनुगमशक्तिरूपतः = ऐक्यशक्तिरूपमाश्रित्य ध्रौव्ये = नित्यत्वे द्रव्यनिष्ठे मीलितौ सदैव स्तः। द्रव्यस्य स्वतो ध्रुवत्वाद् द्रव्यस्वरूपौ समुत्पाद-व्ययौ ध्रुवौ इति निश्चीयते । द्रव्यनिष्ठध्रौव्ये संमीलितौ तौ द्वितीयादिक्षणा-ण
સ્પષ્ટતા :- પ્રથમ ક્ષણે ઘટાદિ કાર્ય ઉત્પદ્યમાન છે. દ્વિતીય આદિ ક્ષણે તે ઉત્પન્ન હોય છે. તેથી પ્રથમક્ષણસંબંધ = ઉત્પત્તિ - આ પ્રમાણે સમજવું. તથા ઉત્તરકાલીન નૂતન પર્યાયની ઉત્પત્તિ = પૂર્વપર્યાયનાશ. દ્વિતીય ક્ષણે પ્રથમક્ષણસંબંધાત્મક ઉત્તરકાલીન પર્યાયઉત્પાદ માનવામાં આવે તો તેનો અર્થ એ થાય કે દ્વિતીયાદિક્ષણવિશિષ્ટ ઘટમાં પ્રથમ ક્ષણનો સંબંધ છે. પરંતુ આવું કદાપિ શક્ય નથી. કેમ કે પ્રથમ ક્ષણનો સંબંધ તો પ્રથમક્ષણવિશિષ્ટ ઘટમાં જ હોય, દ્વિતીયક્ષણવિશિષ્ટ ઘટમાં નહિ. તેથી પર્યાયરૂપે મૃત્તિકાદ્રવ્યની ઉત્પત્તિસ્વરૂપ પ્રથમક્ષણસંબંધ દ્વિતીયઆદિક્ષણાવચ્છેદન ઘટમાં અસંભવિત છે.
) ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યમિશ્રિત છે - સિદ્ધાન્તપક્ષ ) (ત્ર.) અહીં ગુરુ મહારાજનો જવાબ નીચે મુજબ છે.
પ્રત્યુત્તર :- સાંભળો, માટીસ્વરૂપે માટી નિત્ય છે. તેથી માટીસ્વરૂપે માટીની ઉત્પત્તિ શક્ય નથી. ) માટી સ્વરૂપે માટી કાયમ હાજર રહે છે. તેથી માટીસ્વરૂપે માટીનો પ્રથમક્ષણસંબંધ થવા સ્વરૂપ જન્મ કઈ ? રીતે શક્ય બને ? અર્થાત્ કાયમ વિદ્યમાન એવા મૃત્તિકા દ્રવ્યનો મૃત્ત્વસ્વરૂપે ઉત્પાદ શક્ય નથી. પરંતુ ઘટવરૂપે માટી કાયમ વિદ્યમાન હોય તેવો નિયમ નથી. પૂર્વે ઘટવરૂપે અવિદ્યમાન એવું મૃત્તિકાદ્રવ્ય સામગ્રીના સહકારથી ઘટવરૂપે નિષ્પન્ન થાય છે. તેથી પૂર્વે અસતુ એવા ઘટવારિરૂપે માટીદ્રવ્યની પ્રથમ ક્ષણ સંભવે છે. જે ક્ષણે ઘટવરૂપે માટી દ્રવ્ય પરિણમે છે, તે ક્ષણ ઘટવરૂપે માટી દ્રવ્યની પ્રથમ ક્ષણ કહેવાય. તથા તે પ્રથમક્ષણનો સંબંધ તે ઘટત્વરૂપે માટી દ્રવ્યની ઉત્પત્તિ કહેવાય. તેમજ ત્યારે મૃત્પિડરૂપે મૃત્તિકા દ્રવ્યનો નાશ થાય છે. આ ઉત્પત્તિ અને નાશ સમાનાધિકરણ તથા સમકાલીન હોવાથી ઘટવરૂપે મૃત્તિકા દ્રવ્યની ઉત્પત્તિ એ જ મૃત્પિડરૂપે મૃત્તિકા દ્રવ્યનો નાશ કહેવાય છે. આ રીતે પર્યાયનો કે પર્યાયસ્વરૂપે દ્રવ્યનો પ્રથમક્ષણાવચ્છેદન જે ઉત્પાદ અને વ્યય થાય છે, તે બન્ને ઐક્યશક્તિસ્વરૂપ અનુગમશક્તિરૂપની અપેક્ષાએ દ્રવ્યગત ધ્રૌવ્યમાં = નિત્યત્વમાં કાયમ પરસ્પર મિલિત જ રહે છે. સમુદ્રમાં મોજા જેમ ભળી જાય છે, તેમ ધ્રૌવ્યમાં ત્રણેય કાળના ઉત્પાદ-વ્યય ભળી જાય છે. આમ પ્રૌવ્યમાં ભળી જવાથી ઉત્પાદ અને વ્યય દ્રવ્યસ્વરૂપે ધ્રુવ છે. કારણ કે દ્રવ્ય ધ્રુવ છે. દ્રવ્યમાં સ્વતઃ જે ધ્રુવતા રહેલી છે, તેમાં ઉત્પાદ-વ્યય