Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२३२
. ऋजुसूत्रानुगृहीतव्यवहारनयमतद्योतनम् । કાલત્રયપ્રયોગ છઈ, તે પ્રતિક્ષણપર્યાયોત્પત્તિનાશવાદી જે ઋજુસૂત્રનય, તેણઈ અનુગૃહીત જે વ્યવહારનય, તે લેઈનઈ કહિયઈ.
यतः क्षणभिदेलिमपर्यायोत्पत्ति-नाशवादिना शुद्धेन ऋजुसूत्रनयेनाऽनुगृहीतः सूक्ष्मदर्शी व्यवहारनयः तु विभक्तकालत्रयबोधकप्रत्ययघटितमेव वाक्यप्रयोगं प्रमाणीकुरुते ।
एतेन “व्यवहारनयाऽभिप्रायेण क्रियमाणमपि कृतं भवति" (सू.कृ.१/१३/निर्यु.१२५/पृ.२३१) इति सूत्रकृताङ्गनियुक्तिव्याख्यावचनमपि व्याख्यातम्, शुद्धर्जुसूत्राऽननुगृहीतस्य स्थूलव्यवहारस्य तत्र व्यवहारपदेन विवक्षितत्वात् । પ્રત્યયભેદથી ગર્ભિત વાક્યભેદનો નિયમ વ્યવહારનયને લાગુ પડી શકતો નથી.
જ અનેકવિધ ઉપચાર વ્યવહારમાન્ય જ સ્પષ્ટતા :- કારણમાં કાર્યનો ઉપચાર, અનાગતમાં વર્તમાનનો ઉપચાર, વર્તમાનમાં અતીતનો ઉપચાર... ઈત્યાદિ રૂપે અનેક ઉપચારને વ્યવહારનય માન્ય કરે છે. તેથી “અનાગતકાલીન વસ્તુમાં વર્તમાનપણાનો વ્યવહાર ન થાય' - આ નિયમ વ્યવહારનયને માન્ય રહેતો નથી.
# વિભક્તકાલબયપ્રયોગ સૂક્ષ્મવ્યવહારનયથી સંભવિત ઃ સમાધાન # ઉત્તરપક્ષ :- (યતિ.) તમારી વાત સાચી છે. સ્થૂલ વ્યવહારનય અનાગતમાં વર્તમાનપણા વગેરેનો ઉપચાર કરતો હોવાથી ત્રણેય કાલમાં અવિભક્ત = સમાન વાક્યપ્રયોગને સ્થૂલદર્શી વ્યવહારનય માન્ય કરે છે. પરંતુ સૂક્ષ્મદર્શી વ્યવહારનય તો જુદા જુદા ત્રણ કાળમાં જુદા જુદા = વિભક્ત વાક્યપ્રયોગને છે જ પ્રમાણભૂત માને છે. વ્યવહારનય સામાન્યથી સ્થૂલદર્શી હોવા છતાં શુદ્ધ ઋજુસૂત્રનયથી અનુગૃહીત
વ્યવહારનય સૂક્ષ્મદર્શી બને છે. કારણ કે શુદ્ધ જુસૂત્રનય “ક્ષણભંગુર એવા પર્યાયના પ્રતિક્ષણ ઉત્પાદ અને વિનાશ થાય છે' - તેવું માને છે. પ્રતિક્ષણ બદલાતા પર્યાયને જોનાર શુદ્ધ ઋજુસૂત્રનયથી અનુગૃહીત થયેલ વ્યવહારનય પણ સૂક્ષ્મદષ્ટિવાળો બને છે. તેથી વિભક્ત = વિભિન્ન કાલત્રયને જણાવનાર લ લટું વગેરે પ્રત્યયથી ઘટિત જુદા જુદા વાક્યનો જુદા જુદા કાળમાં પ્રયોગ થાય તો જ તેવો વાક્યપ્રયોગ પ્રમાણભૂત બને - આ પ્રમાણે સૂક્ષ્મદર્શી વ્યવહારનય માને છે. તેથી કુંભાર ચાકડા ઉપર મૃતપિંડને ચઢાવે ત્યારે “ઉત્પભ્યતે' - આવો વાક્યપ્રયોગ તથા સ્થાસ, કોશ અવસ્થામાં “ઉત્પદ્યતે” - આવો વાક્યપ્રયોગ તથા ચાકડા ઉપરથી કબુગ્રીવાદિમાન પદાર્થ નીચે ઉતારી લેવામાં આવે ત્યારે “ઉત્પન્ન આવો વાક્ય પ્રયોગ સૂક્ષ્મ વ્યવહારનય સ્વીકારે છે. આમ કાલભેદે કાલભેદબોધક વાક્યનો પ્રયોગ થાય તો જ તે વાક્ય પ્રમાણભૂત બને. અનાગતમાં વર્તમાનત્વનો આરોપ કરીને પ્રવર્તતા ઔપચારિક વાક્યપ્રયોગ સૂક્ષ્મ વ્યવહારનયની દૃષ્ટિમાં પ્રમાણભૂત નથી.
# સૂચગડાંગવ્યાખ્યાની સ્પષ્ટતા # (ર્તન.) સૂયગડાંગસૂત્રનિર્યુક્તિની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ “વ્યવહારનયના અભિપ્રાયથી ક્રિયમાણ પણ કૃત હોય છે... - આમ જે જણાવેલ છે ત્યાં પણ ‘વ્યવહારનય’ શબ્દ દ્વારા શુદ્ધ ઋજુસૂત્રથી અનનુગૃહીત સ્થૂલવ્યવહારની વિવક્ષા કરવાથી તે સંગત થાય છે. તેથી ઉપરની વાત વ્યાજબી છે.