Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२३० ० क्रियाकाल-निष्ठाकालयोः ऐक्यम् ।
૧/૨ ए उत्पन्नं', 'नश्यद् नष्टमि'त्यादिरूपेणोच्यते, क्रियाकाल-निष्ठाकालयोः ऐक्यात् ।
ફર્મવામિપ્રેત્યોર્જ વિશેષાવરમાણે “વિચ્છમા વિર્ય, ઉપૂનામુપૂત્ર” (વિ.બા.મ.રૂરૂ૨૨) इति । तन्नये हि दीर्घकालव्यापिनि घटाधुत्पत्तिक्रियाकलापे वर्तमाने सति प्रतिक्षणं या घटाद्युत्पत्तिधारा विवर्त्तते तदंशे कार्यस्य तदभिन्नतया उत्पत्तेश्च निष्ठितत्वेन, लोकानामुत्पद्यमानतया प्रतिभासमानमपि
घटादिकम् ‘उत्पन्नमिति प्रयुज्यते अस्खलद्वृत्त्या; स्थास-कोश-कुशूलादिरूपेण जायमानायाः घटा१ द्युत्पत्तिधारायाः स्थास-कोशायंशे घटाद्युत्पत्तिनिष्ठारूपतया भूतप्रत्ययार्थस्याऽबाधात् । निह्नवजमालिमत। निराकरणाऽवसरे विशेषावश्यकभाष्यमलधारवृत्तौ (वि.आ.भा.२३२४ वृ.) प्रकृतो निश्चयनयविशेषः ऋजुसूत्रात्मकः दर्शित इत्यवधेयम् । વર્તમાનકાળમાં થઈ રહેલી હોય તે થઈ ચૂકી છે - આ પ્રમાણે ભગવતીસૂત્રનું તાત્પર્ય છે. પ્રસ્તુત ભગવતીસૂત્રના વચનને અનુસરીને નિશ્ચયનય કહે છે કે “ઉત્પમાનમ્ ઉત્પન્ન”, “નર નમ્' અર્થાત્ વર્તમાનકાળમાં જેની ઉત્પત્તિ થઈ રહેલી છે તે વસ્તુ ઉત્પન્ન થઈ ચૂકેલ છે.” તથા “વર્તમાન કાળમાં જેનો નાશ થઈ રહેલો છે તે વસ્તુ નષ્ટ થઈ ચૂકેલ છે.” આવું કહેવાનું કારણ એ છે કે નિશ્ચયનયની દષ્ટિમાં ક્રિયાકાળ (= ક્રિયાપ્રારંભ કાળ) તથા નિષ્ઠાકાળ (= ક્રિયાસમાપ્તિ કાલ) એક છે.
; દીર્ઘકાલીન ઉત્પત્તિ અંગે મીમાંસા 2 (.) આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “નાશ પામતી વસ્તુ નષ્ટ છે તથા ઉત્પદ્યમાન વસ્તુ ઉત્પન્ન છે.” અહીં આશય એ છે કે ઘટ વગેરે કાર્યની ઉત્પત્તિ એકાએક ફક્ત એક સમયમાં થઈ નથી જતી. પરંતુ સ્થાસ, કોશ, કુશૂલ, શિવક વગેરે અવસ્થા સ્વરૂપે ઘડો ઉત્પન્ન થાય છે. આ ઉત્પત્તિની ક્રિયાનો સમૂહ દીર્ઘ કાલ સુધી ફેલાઈને રહેલ છે. તથા નિશ્ચયનયની દૃષ્ટિમાં
ઘટ વગેરે કાર્યની ઉત્પત્તિની ક્રિયાનો સમૂહ દીર્ઘ કાળ વ્યાપીને રહેલ હોય ત્યારે પ્રત્યેક સમયે ઘટાદિની 1 ઉત્પત્તિની ધારા સ્થાસ, કોશ, કુશૂલ, શિવક આદિ સ્વરૂપે બદલાતી રહે છે. તેથી ઉત્પત્તિધારાગત સ્વાસ
અંશ જ્યારે ઉત્પન્ન થયેલ હશે ત્યારે સ્થાસરૂપે ઘટાત્મક કાર્ય ઉત્પન્ન હશે. ઘટ સ્થાસથી અભિન્ન હોવાથી 2 અને સ્થાસની ઉત્પત્તિ નિષ્ઠિત (= થઈ ચૂકેલી) હોવાથી નિશ્ચયનય ત્યારે અસ્પલ વૃત્તિથી “પટ:
આવો પ્રયોગ કરશે. જો કે સ્થાન ઉત્પન્ન થયેલો હોય તે સમયે “ઘટવરૂપે ઘટ ઉત્પન્ન થઈ ચૂકેલ છે - આવું લોકોને ભાસતું નથી. તે સમયે લોકોને એવું ભાસે છે કે “હમણાં ઘડો ઉત્પન્ન થઈ રહેલા છે' - તેમ છતાં પણ નિશ્ચયનય સ્થાસ ઉત્પન્ન થયેલ હોય ત્યારે “સ્થાસથી અભિન્નરૂપે ઘડો ઉત્પન્ન થઈ ચૂકેલ છે' - આવા આશયથી “ઘટ: ઉત્પન્ન' આ પ્રમાણે વાક્યપ્રયોગ કરે છે. આવું કહેવાનું કારણ એ છે કે ઘટની ઉત્પત્તિની ધારા સ્થાસ, કોશ, કુશૂલ આદિ સ્વરૂપે ચાલી રહેલી છે. તેથી જ્યારે સ્થાસ, કોશ આદિ ઉત્પન્ન થયેલા હોય ત્યારે સ્થાસ, કોશ આદિ અંશમાં ઘટની ઉત્પત્તિ થઈ ચૂકેલી છે. આમ ઇટ: ઉત્પન્ન' આવા વાક્યમાં રહેલ ભૂતપ્રત્યયનો = “B' પ્રત્યયનો અર્થ = ભૂતકાલીનત્વ = અતીતત્વ અબાધિત રહે છે. તેથી લોકોને ઉત્પદ્યમાનરૂપે જણાતો ઘટ નિશ્ચયની દૃષ્ટિએ તે તે અંશે ઉત્પન્ન થઈ ચૂકેલ છે. નિદ્ભવ જમાલિના મતનું નિરાકરણ કરવાના અવસરે વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં 1, વિછિદ્ વિગતમ્, ઉદ્યમાનમુત્રમ્ |