Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/
सद्रूपता मिथोऽनुविद्धोत्पादाद्यधीना તથારૂપઇ સર્વ્યવહાર સાધવા અનુમાનાદિક પ્રમાણ અનુસરયઈં છઈં. ૫૯/૯ા चीत्कारेण तम् अनुमिमतेऽनुमातारः इति चेत् ?
न, प्रत्यक्षेण प्रतीतत्वेऽपि वस्तुसत्त्वस्य उत्पाद - व्यय - ध्रौव्यात्मकत्वेन व्यवहारगोचरत्वसाधनायैवाऽनुमानाङ्गीकारात्, “प्रत्यक्षपरिकलितमप्यर्थमनुमानेन बुभुत्सन्ते तर्करसिकाः” (त. चि. अनु. ख. भाग-२/पक्षताप्रकरण/ पृ.१०८९) इति वाचस्पतिमिश्रवचनस्य तत्त्वचिन्तामणी पक्षताप्रकरणे अनुमित्साबलेन गङ्गेशेन समर्थितत्वाच्च । न हि 'वस्तुनः सद्रूपता केवलं नित्यत्वम् अनित्यत्वं वा विभक्तोत्पाद-व्यय - ध्रौव्याणि वा नाऽवलम्बते किन्तु मिथोऽनुविद्धोत्पाद - व्यय - ध्रौव्याणी 'ति सिद्धिकृते अनुमानाश्रयणे दोषः कश्चित्, प्रत्यक्षेण क परेषां तदसिद्धेरिति भावनीयम् । र्णि
अथ प्रत्यक्षबाधेऽनुमानमकिञ्चित्करमेव । तथाहि - “दुग्ध-दध्नोरेकान्तेन भेद एवेति तस्योत्पाद का લેવામાં આવે છે ? પ્રત્યક્ષ પ્રમાણથી રસોડામાં અગ્નિ દેખાતો હોય તો ધૂમલૈિંગક અનુમાનપ્રયોગ કરવાની આવશ્યકતા રહેતી નથી. આંખેથી સાક્ષાત્ હાથી દેખાય ત્યારે ચિત્કારથી હાથીની અનુમિતિને અનુમાનકર્તાઓ નથી કરતા.
१२१९
* ત્રિલક્ષણમાં અનુમાનસહકાર વિચાર
સમાધાન :- (ન.) ના, તમારી વાત બરાબર નથી. કેમ કે પ્રસ્તુતમાં (૧) વસ્તુની સત્તા પ્રત્યક્ષ પ્રમાણથી પ્રતીત થવા છતાં પણ ‘વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે જ સત્ છે’ આવા પ્રકારનો વ્યવહાર સિદ્ધ કરવા માટે અનુમાન પ્રમાણનો આશ્રય કરવામાં આવે છે. તથા (૨) ‘પ્રત્યક્ષથી જોયેલ એવી પણ વસ્તુને અનુમાનથી જાણવાની ઈચ્છા તર્કરસિક પુરુષો કરે જ છે' - આ પ્રમાણે વાચસ્પતિ મિશ્રજીએ જે કહેલ છે તેનું સમર્થન ગંગેશ ઉપાધ્યાયે તત્ત્વચિંતામણિના પક્ષતાપ્રકરણમાં અનુમિત્સાના બળથી કરેલ છે. મતલબ કે અનુમિતિ કરવાની ઈચ્છા હોય તો પ્રત્યક્ષદષ્ટ પદાર્થને વિશે પણ અનુમાન પ્રમાણનો આશ્રય તાર્કિક વિદ્વાનો કરે છે જ. તેથી પ્રત્યક્ષસિદ્ધ ઉત્પાદાદિને વિશે અનુમાનપ્રયોગ કરવાની અમારી વાત વ્યાજબી જ છે. હકીકતમાં ‘કોઈ પણ વસ્તુનું સપણું કેવલ નિત્યત્વના કે કેવલ અનિત્યત્વના આધારે નથી કે છૂટા-છવાયા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના આધારે પણ નથી. પરંતુ પરસ્પર સંમીલિત = અનુવિદ્ધ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના આધારે જ છે' - આવું સિદ્ધ કરવા માટે અનુમાન પ્રમાણ વગેરેનો સ્વીકાર કરવામાં કોઈ જ દોષ નથી. કારણ કે પ્રત્યક્ષ પ્રમાણથી તેની સિદ્ધિ એકાન્તવાદીઓને થઈ જ નથી. આ અંગે ઊંડાણથી વિભાવના કરવી.
આ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય વ્યધિકરણ એકાન્તવાદી
પૂર્વપક્ષ :- (થ.) પ્રત્યક્ષ પ્રમાણથી બાધ દોષ આવતો હોય તો અનુમાનપ્રયોગ પણ અન્કિંચિત્કર જ બને. પ્રસ્તુતમાં તમે અનુમાનપ્રયોગ દ્વારા જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતાની સિદ્ધિ કરવા માંગો છો, તે જ પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત થાય છે. તે આ રીતે - દૂધમાં અને દહીંમાં એકાન્તે ભેદ જ રહેલો છે. કારણ કે તે બન્નેના લક્ષણ જુદા જુદા છે. લક્ષણભેદથી વસ્તુમાં ભેદ પ્રતીતિસિદ્ધ છે. દૂધ અને દહીં પરસ્પર સર્વથા * સાધ્ય, પાલિo 8 પુસ્તકોમાં ‘અનુસરિંઈ' પાઠ છે. કો.(૧૧)નો પાઠ લીધો છે.
प
•