Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२०८
* लोकोत्तरोदाहरणविभावना
૧/૨
-पयोऽगोरसव्रतानां क्षीर- दध्युभयवर्जनात् क्षीरात्मना नश्यद्दध्यात्मनोत्पद्यमानं गोरसस्वभावेन तिष्ठतीति । 'पय एव मयाऽद्य भोक्तव्यमिति व्रतमभ्युपगच्छतो दध्युत्पादेऽपि पयसः सत्त्वे दधिवर्जनानुपपत्तेः । 'दध्येव मयाऽद्य भोक्तव्यमिति व्रतं स्वीकुर्वतः पयस्यपि दध्नः सत्त्वे पयोवर्जनाऽयोगात् । ' अगोरसं मयाऽद्य भोक्तव्यमिति व्रतमङ्गीकुर्वतोऽनुस्यूतप्रत्ययविषयगोरसे दधि-पयसोरभावे तदुभयवर्जनाऽघटनात् ।
प्रतीयते च तत्तद्व्रतस्य तत्तद्वर्जनम् । ततस्तत्त्वं त्रयात्मकम् ।
દૃષ્ટાંતથી પણ એક જ પદાર્થમાં થતી વિવિધ પ્રકારની પ્રતીતિ વિનાશ-ઉત્પાદ-ધ્રૌવ્યને સાધવાનો વિશ્વાસ જન્માવે છે. જેમ કે ‘મારે ફક્ત દહીં વાપરવું' આવા નિયમવાળો સાધક દુગ્ધપાનનો ત્યાગ કરે છે. ‘મારે ફક્ત દૂધ વાપરવું' - આવા નિયમવાળો સાધક દહીંભક્ષણનો ત્યાગ કરે છે. ‘મારે અગોરસ વાપરવું' - આવા નિયમવાળો સાધક દૂધ અને દહીં બન્નેનો ત્યાગ કરે છે. આ હકીકત સર્વઆર્યજન પ્રસિદ્ધ છે. તેનાથી એવું સિદ્ધ થાય છે કે દૂધરૂપે નાશ પામતું અને દહીંરૂપે ઉત્પન્ન થતું દ્રવ્ય ગોરસસ્વભાવથી ટકી રહે છે. આ જ કારણથી ‘આજે મારે ફક્ત દૂધ વાપરવું' - આવા વ્રતને સ્વીકારનાર સાધક દહીં વાપરતો નથી. જો દહીં ઉત્પન્ન થાય તે અવસ્થામાં પણ દૂધ હાજર હોય તો તે માણસે કરેલો દહીંભક્ષણત્યાગ અસંગત બની જાય. તે જ રીતે ‘મારે આજે ફક્ત દહીં જ વાપરવું' - આ પ્રમાણે વ્રત-નિયમ સ્વીકારનાર સાધક દુગ્ધપાનનો ત્યાગ કરે છે. જો દૂધ અવસ્થામાં દહીં વિદ્યમાન હોય તો તે સાધકે કરેલો દુગ્ધપાનત્યાગ સંગત બની ન શકે. તથા ‘મારે આજે ફક્ત અગોરસ વાપરવું’ આવો નિયમ સ્વીકારનાર સાધક દૂધ અને દહીં - એમ બન્નેનો ત્યાગ કરે છે. જો દૂધમાં અને દહીંમાં ગોરસત્વ અનુગત ન હોય તો તે સાધકે જે દૂધ-દહીં ઉભયનો ત્યાગ કરેલ છે તે ઘટી ન શકે. અગોરસભક્ષણના નિયમવાળો સાધક ‘આ તો દહીં છે. ગોરસ ક્યાં છે ? તેથી હું તેને વાપરું. પેલું દૂધ છે. ગોરસ ક્યાં છે ? તેથી હું તેને પણ વાપરું' આ પ્રમાણે વિચારીને દહીં કે દૂધ વાપરે તેવું બનતું નથી. આનું કારણ એ છે કે દહીં કે દૂધ એ બન્નેમાં ગોરસપણું અનુગતરૂપે તેની પ્રતીતિમાં ભાસે છે. મતલબ કે દૂધઅવસ્થામાં દહીંનો અભાવ હોવા છતાં ગોરસત્વ ભાસે છે. તથા દહીંઅવસ્થામાં દૂધ ન હોવા છતાં સર્વ જનોને ગો૨સપણું ભાસે જ છે. આ હકીકતને અગોરસવ્રતવાળો સાધક સારી રીતે સમજે છે. તેથી જ તે સાધક દૂધ અને દહીં એમ બન્નેનો ત્યાગ કરે છે. જો દૂધમાં અને દહીંમાં ગોરસપણું અનુગત સ્વરૂપે શિષ્ટ પુરુષોને ભાસતું ન હોય તો અગોરસવ્રતવાળો શ્રાવક દૂધનો કે દહીંનો ત્યાગ ન કરે. પરંતુ તે સાધક તો બન્નેનો ત્યાગ કરે છે આ હકીકત પ્રસિદ્ધ છે. તેથી દૂધઅવસ્થામાં કે દહીંઅવસ્થામાં ગોરસરૂપે દ્રવ્યનું સત્ત્વ = અસ્તિત્વ = અવસ્થાન = ધ્રૌવ્ય સિદ્ધ થાય છે. છ વ્રતી દ્વારા થતા વર્જનથી ત્રયાત્મકત્વસિદ્ધિ જી
-
=
(પ્રતી.) તે તે દ્રવ્યના ત્યાગનું વ્રત સ્વીકારનાર સાધક તે તે દ્રવ્યનું વર્જન કરે છે - આવી પ્રતીતિ તો સર્વ લોકોને થાય જ છે. તેથી દૂધભિન્ન દ્રવ્યના ત્યાગવાળો સાધક દહીં વગેરેને છોડે છે. દહીંભિન્ન દ્રવ્યનો ત્યાગ કરનાર સાધક દૂધ વગેરેને છોડે છે. તથા અગોરસ સિવાયના દ્રવ્યનો ત્યાગ કરનારો સાધક દૂધ અને દહીં - એમ બન્નેને છોડે છે. તેથી દૂધરૂપે નાશ, દહીંરૂપે ઉત્પત્તિ અને ગોરસરૂપે અવસ્થિતિ સિદ્ધ થાય છે. આ કારણસર તમામ પદાર્થ ત્રયાત્મક = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સિદ્ધ થાય છે.