Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૧ 8 विशेषस्याऽपि अन्वयित्वम् ।
१२१३ કેતલાઇક ભાવ વ્યતિરેકી જ. કેતલાઈક ભાવ તો અન્વયી જ” ઇમ જે અન્યદર્શની કહઈ છઈ, તિહાં અનેરાં ભાવ સ્યાદ્વાદળ્યુત્પત્તિ* દેખાડવા. व्यतिरेकिरूपेण चोत्पाद-व्ययौ स्तः इति उत्पाद-व्यय-ध्रौव्याणां सर्वत्र वस्तुनि व्यापकता ज्ञेया ।
'केचन परमाण्वाद्यन्त्यद्रव्यगता विशेषलक्षणाः भावाः केवलव्यतिरेकिणः एव, स्वतो व्यावृत्तत्वात् । केचन तु अभिलाप्यत्वादयः केवलान्वयिन एव, सर्वत्राऽनुगतत्वाद् इति न प्रत्येकम् अन्वयि-व्यतिरेकिस्वरूपसम्भवः' इति नैयायिको वक्ति ।
तन्न, स्याद्वादव्युत्पत्त्या व्यावर्तकस्याऽपि विशेषस्य विशेषशब्दाऽभिलाप्यत्वादिरूपेणाऽन्वयित्वसम्भवात्। ગોરસ દ્રવ્યમાં વ્યતિરેકી સ્વરૂપે ઉત્પાદ-વ્યય રહે છે અને અન્વયી સ્વરૂપે પ્રૌવ્ય રહે છે. આ રીતે બધી જ વસ્તુમાં અન્વયી સ્વરૂપે પ્રૌવ્ય રહે છે અને વ્યતિરેકી સ્વરૂપે ઉત્પાદ, વ્યય રહે છે. આમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સર્વ વસ્તુમાં ફ્લાઈને રહેલા છે. તેથી ત્રલક્ષણ્યમાં સાર્વત્રિકતા = સર્વવ્યાપકતા જાણવી.
અન્વય-વ્યતિરેક એકાંતઃ નૈચાયિક નૈયાયિક :- (દેવન) પરમાણુ આદિ અન્ય દ્રવ્ય = નિત્ય દ્રવ્ય છે. નિત્ય એવા પરમાણુ વગેરેમાં વિશેષ' નામનો એક પદાર્થ રહે છે. તે વિશેષ ભાવાત્મક પદાર્થ છે. સપ્તપદાર્થની વ્યવસ્થા મુજબ વિશેષ પાંચમા નંબરનો પદાર્થ છે. વિશેષ પદાર્થ ફક્ત વ્યતિરેકી સ્વરૂપ છે. કારણ કે એક નિત્ય પાર્થિવ વગેરે પરમાણુથી અન્ય પાર્થિવ વગેરે પરમાણુની વ્યાવૃત્તિ = બાદબાકી = ભેદબુદ્ધિ ઉત્પન્ન કરાવવાનું કાર્ય “વિશેષ' નામનો પદાર્થ કરે છે. આથી વિશેષ નામનો પંચમ પદાર્થ કેવલવ્યતિરેકી સ્વરૂપ જ જાણવો. વિશેષ સ્વતઃ વ્યાવૃત્ત થતો હોવાથી અન્ય કોઈ ગુણધર્મ દ્વારા તેમાં અનુગત બુદ્ધિ થઈ શકતી નથી. તેથી “વિશેષ” નામનો પદાર્થ અન્વયી સ્વરૂપને ધારણ કરતો નથી. તથા કેટલાક અભિલાપ્યત્વ = અભિધેયત્વ, પ્રમેયત્વ = પ્રમાવિષયત્વ વગેરે ભાવો કેવલઅન્વયી સ્વરૂપ જ છે. કારણ કે તે ભાવો સર્વત્ર, સર્વદા અનુગત હોવાથી સર્વત્ર અનુગત બુદ્ધિને ઉત્પન્ન કરે છે. તેથી પ્રત્યેક વસ્તુમાં અન્વયીસ્વરૂપ અને વ્યતિરેકીસ્વરૂપ હોવું સંભવતું નથી. કેમ કે વિશેષ પદાર્થમાં અન્વયીસ્વરૂપનો અભાવ છે અને અભિલાપ્યત્વ વગેરેમાં વ્યતિરેકીસ્વરૂપનો અભાવ છે.
I અન્વય-વ્યતિરેક અનેકાંત : જેન સ્યાદાદી :- (તન્ન) તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે નૈયાયિકસંમત વિશેષ નામનો પદાર્થ વ્યાવર્તક હોવા છતાં પણ સ્યાદ્વાદની વ્યુત્પત્તિ મુજબ અભિલાપ્યત્વ, પ્રમેયત્વ વગેરે સ્વરૂપે અન્વયીસ્વભાવને પણ ધારણ કરી શકે છે. વિશેષ નામનો પદાર્થ “વિશેષ' શબ્દથી અભિલાપ્ય = અભિધેય = વાચ્ય છે. અનંતા વિશેષ પદાર્થમાં અભિલાપ્યત્વ અનુગત છે. તેથી અભિલાપ્યત્વરૂપે સર્વ વિશેષ પદાર્થમાં અન્વયી સ્વરૂપ સંભવી શકે છે. દરેક વિશેષ પદાર્થને ઉદેશીને દિવ્યજ્ઞાની યોગીપુરુષોને “આ વિશેષ અભિલાપ્ય છે, તે વિશેષ પણ અભિલાપ્ય છે, પેલો વિશેષ પણ અભિલાપ્ય પુસ્તકોમાં ‘તો નથી. લા.(૨)માં છે. કે કો.(૯)માં “ વ્યુત્પન્ને પાઠ. સિ.લા. (૨)માં ‘વ્યુત્પન્નઈ પાઠ.