Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨ • हर्ष-शोक-माध्यस्थ्योत्पत्तिबीजविचारः .
११३५ इदञ्च वस्तुनः त्रैलक्षण्यलक्षणं विना दुर्घटम्, घटनाशकाले मुकुटोत्पादानभ्युपगमे तदर्थिनः । प्रमोदानुपपत्तेः, सुवर्णद्रव्यध्रौव्यानभ्युपगमे च हेमार्थिनो माध्यस्थ्यानुपपत्तेः।।
प्रकृते “दव्वं पज्जयविउयं दव्वविउत्ता य पज्जवा णत्थि। उप्पाय-ट्टिइ-भंगा हंदि दवियलक्खणं થા” (1.7.9/૧૨) તિ સમ્મત્તિતથાડપિ વિભાવનીયા ___ इदञ्चात्राऽवधेयम् - प्रतिद्रव्यं विद्यमानानि उत्पाद-व्यय-ध्रौव्याणि पर्यायविधया अभिमतानि। र्श इदमेवाऽभिप्रेत्य पञ्चाध्यायीप्रकरणे राजमल्लेन “क्रमवर्त्तिनो ह्यनित्या अथ च व्यतिरेकिणश्च पर्यायाः। उत्पाद-व्ययरूपा अपि च ध्रौव्यात्मकाः कथञ्चिच्च ।।” (पञ्चा.१/१६५) इत्युक्तम् ।
ननु सर्वस्यैवोत्पादादित्रैलक्षण्यलक्षणं न सम्भवति, उत्पादादिष्वेव तदसम्भवात् । न हि केवलस्योत्पादस्य, केवलायाः स्थितेः केवलस्य वा व्ययस्य उत्पादादित्रितयात्मकता सम्भवतीति चेत् ? का
ઉત્પાદાદિજન્ય હર્ષાદિ , (રૂદ્રશ્ય.) વિભિન્ન વ્યક્તિને જે પ્રમોદ, શોક અને માધ્યચ્ય થાય છે, તે એક જ સુવર્ણદ્રવ્યમાં ક્રમશઃ ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય સ્વરૂપ àલક્ષણ્યનો સ્વીકાર કરવામાં ન આવે તો સંભવી ન શકે. ઘટનાશ થવાના અવસરે જો મુગટ ઉત્પન્ન ન થાય તો ઈષ્ટ વસ્તુ ન મળવાથી મુગટની કામનાવાળા રાજકુમારને આનંદ થઈ ન શકે. તેમ જ સુવર્ણદ્રવ્ય ધ્રુવ ન હોય તો ઘટના નાશમાં સુવર્ણનો પણ પૂર્ણતયા નાશ થઈ જવાથી સુવર્ણાર્થી રાજા મધ્યસ્થ રહી ન શકે પણ દુઃખી થાય. તેથી માધ્યશ્મભાવની સંગતિ કરવા માટે સુવર્ણદ્રવ્ય સુવર્ણત્વરૂપે ધ્રુવ રહે છે - તેમ સ્વીકારવું જરૂરી છે.
(પ્ર.) પ્રસ્તુતમાં સમ્મતિતર્કની ઐલક્ષણ્યસાધક ગાથા વિભાજન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “પર્યાયશૂન્ય દ્રવ્ય નથી. તથા દ્રવ્યવિયુક્ત પર્યાયો નથી. ખરેખર, ઉત્પાદ-સ્થિતિ-વિનાશ આ ના દ્રવ્યલક્ષણ છે.” મતલબ કે સર્વ દ્રવ્યમાં ઐલક્ષણ્ય છે અને તે વાસ્તવિક છે, અર્થક્રિયાકારી છે.
જ ઉત્પાદાદિ ત્રણેય પચચ છે જે (.) અહીં એક બાબત ધ્યાનમાં રાખવી કે દરેક દ્રવ્યમાં વિદ્યમાન એવા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય જૈનદર્શનમાં પર્યાય તરીકે માન્ય છે. આ જ અભિપ્રાયથી પંચાધ્યાયી પ્રકરણમાં રાજમલજીએ જણાવેલ છે કે “પર્યાયો ક્રમવર્તી, અનિત્ય અને વ્યતિરેકી હોય છે. પર્યાયો કથંચિત્ ઉત્પાદ-વ્યયસ્વરૂપ છે. તથા કથંચિત્ બ્રૌવ્યાત્મક પણ છે.” પર્યાયને ધ્રૌવ્યાત્મક પણ જણાવેલ છે. તે નોંધપાત્ર બાબત છે.
પૂર્વપક્ષ :- (ના) બધા જ પદાર્થમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ઐલક્ષણ્ય સંભવતું નથી. કારણ કે બધા જ પદાર્થમાં તો ઉત્પાદ-વ્યય વગેરેનો પણ સમાવેશ થાય છે. તથા ઉત્પાદ-વ્યય વગેરેમાં તો ઉત્પાદ-વ્યય વગેરે સૈલક્ષણ્ય સંભવી શકતા નથી. કારણ કે કેવલ ઉત્પાદમાં ઉત્પાદાદિત્રિતયાત્મકતા સંભવતી નથી. કેવલ ધ્રૌવ્યમાં કે કેવલ વ્યયમાં પણ ઉત્પાદાદિત્રિતયાત્મકતા સંભવતી નથી. ઉત્પત્તિનો વ્યય કે સ્થિતિ = ધ્રુવતા = નિત્યતા કેવી રીતે સંભવે ? વ્યયનો ઉત્પાદ કે ધ્રૌવ્ય કઈ રીતે સંગત થાય? ધ્રૌવ્યનો પણ ઉત્પાદ-વ્યય અસંભવ જ છે. ધ્રૌવ્યનો ઉત્પાદ-વ્યય થાય તો ધ્રૌવ્ય અધ્રૌવ્યસ્વરૂપ 1. द्रव्यं पर्ययवियुतं द्रव्यवियुक्ताश्च पर्यवा न सन्ति। उत्पाद-स्थिति-भङ्गाः हन्त ! द्रव्यलक्षणम् एतत् ।।