Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११५८ • कृष्णसर्पस्थलेऽयोगव्यवच्छेदमीमांसा 0
૧/૪ तावदनिष्टार्थनिवृत्तये। कर्तव्यमन्यथाऽनुक्तसमत्वात् तस्य कुत्रचिद् ।।” (त.श्लो.वा.१/६/५३) इति
तत्त्वार्थश्लोकवार्तिके विद्यानन्दस्वामिवचनाद् लौकिके आगमिके वा वाक्ये एवकारोऽवश्यं प्रयोज्यः, _ 'सर्वं वाक्यं सावधारणमिति न्यायोऽप्येतदर्थानुपाती द्रष्टव्यः।
अवधारणञ्च न यथेच्छं भवति किन्तु यथातात्पर्यम्, ‘इष्टतोऽवधारणमिति न्यायात् । ततश्च प्रकृते ‘सर्पः एव कृष्णः' इत्यवधारणं तु न भवितुमर्हति, तथानभिप्रायात्, सर्पान्यस्य केशादेरपि * कृष्णवर्णतया विशेष्यसङ्गतैवकाराऽर्थस्याऽन्ययोगव्यवच्छेदस्य बाधाच्च ।
क्रियापदसङ्गतैवकारस्तु अत्यन्ताऽयोगव्यवच्छेदार्थः प्रकृते नाऽभिमतः। न हि ‘कृष्णः सर्पः अस्त्येवेति प्रतिपादयितुमढेष्टम् । किन्तु 'सर्पः कृष्ण एवे'त्येवमभिमतं वक्तुः । માટે કરવો જ જોઈએ. જો તે માટે “જકારનો પ્રયોગ ન કરવામાં આવે તો વાક્ય બોલો તે પણ ક્યાંક ન બોલવા સમાન જ બની જાય છે.” તેથી વાક્ય લૌકિક હોય કે શાસ્ત્રીય હોય તો પણ તેમાં એવ'કારનો = “જ કારનો પ્રયોગ તો અવશ્ય કરવો જોઈએ. “સર્વ વાવયં સાવધારા આવો ન્યાય પણ આ જ બાબતને અનુસરે છે - તેમ સમજવું.
ફ અભિપ્રેત જ કાર વિચાર (વ.) તથા ‘જ કારપૂર્વકનું અવધારણ મન ફાવે તેમ કરવાનું નથી. પણ વક્તાના અભિપ્રાય મુજબ જ કરવાનું છે. કારણ કે “રૂટતઃ વધાર' આવો ન્યાય છે. જે પ્રમાણે વક્તાને ઈષ્ટ હોય, અભિપ્રેત હોય તેને અનુસરીને પદાર્થનું ‘જ કારગર્ભિત અવધારણ કરવાનું હોય છે' - આ ઉપરોક્ત ન્યાયનો આશય છે. આથી ઉપરોક્ત બન્ને ન્યાયને અનુસરીને “કાળો સાપ જાય છે' - આ સ્થળે અર્થનો ચોક્સાઈપૂર્વકનો નિર્ણય કરવા માટે “જકારનો પ્રયોગ વક્તાના અભિપ્રાય મુજબ અવશ્ય કરવો જોઈએ - આટલું નક્કી થાય છે. પ્રસ્તુતમાં “સાપ જ કાળો છે' - આ મુજબ “જકારનો પ્રયોગ કરવો યોગ્ય નથી. કારણ કે વક્તાનો અભિપ્રાય તે મુજબ અર્થનું અવધારણ કરાવવાનો નથી. સાપ સિવાય વાળ, કસ્તુરી વગેરે અન્ય પણ કાળી ચીજ વિશ્વમાં વિદ્યમાન છે. તેથી વિશેષ્યસંગત “એવ'કારનો = “જકારનો અર્થ અન્યયોગવ્યવચ્છેદ અહીં બાધિત થાય છે. સર્પથી અન્ય વાળ વગેરેમાં કૃષ્ણવર્ણનો સંબંધ = યોગ વિદ્યમાન હોવાથી તેની બાદબાકી = વ્યવચ્છેદ બાધિત થાય છે.
અત્યંતાયોગની બાદબાકી નિરર્થક છે (ક્રિયા) તથા ક્રિયાપદસંગત એવકારનો અર્થ અત્યંતાયોગવ્યવચ્છેદ છે. પ્રસ્તુતમાં અત્યંતાયોગનો વ્યવચ્છેદ = બાદબાકી કરવામાં આવે તો અર્થ એવો થશે કે “કાળો સાપ છે જ. પરંતુ આ મુજબ પ્રતિપાદન કરવાનું કોઈ વિશેષ પ્રયોજન નથી. તેથી એવકારને ક્રિયાપદની સાથે ગોઠવવો વ્યાજબી નથી. પરંતુ અહીં વક્તાને એવું પ્રતિપાદન કરવું અભિપ્રેત છે કે “જે સાપ છે તે કાળો જ છે આ બાબતને જણાવવી હોય તો એમ કહી શકાય કે “સાપ કાળાવર્ણવાળો જ છે' - વિશેષણસંગત એવકારનો ઉપરોક્ત રીતે અયોગવ્યવચ્છેદ અર્થ વક્તાને અભિપ્રેત છે.