Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૭
११८२
० अपेक्षातो भावानां कादाचित्कता 0 ર (તો =) તિ વારઈ બાહ્ય વસ્તુ સર્વ લોપઇ, અનઈ (બાહ્ય વસ્તુના લોપથી તુઝ) નિષ્કારણ (ઘટ 23 પટજલ્પ) તત્તદાકાર જ્ઞાન પણિ ન (ઘટઈ=) સંભવઇ.'
‘ओमिति चेत् ? तर्हि बाह्यार्थलोपाद् = घट-पटादिसकलबाह्यवस्तुविलोपात् ते = तव मा ज्ञानाद्वैतवादिनो योगाचारस्य घटज्ञानं = घट-पटादिप्रतिनियताकारं प्रतिनियतकालीनं ज्ञानमपि कदापि
न = नैव सम्भवेत्, निष्कारणत्वात्, सम्भवे वा शाश्वतिकं तत् स्यात् । तदुक्तं धर्मकीर्त्तिनैव प्रमाणवार्त्तिके “नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां कादाचित्कत्वसम्भवः ।।" (પ્ર.વ./) રૂતિ
एतेन वासनाविशेषस्यैव तत्कारणत्वाऽभ्युपगमान्नायं दोष इत्यपि प्रत्यस्तम्, तस्यापि बाह्यार्थमृतेणि ऽसम्भवात्, सम्भवे वा नित्यत्वाऽऽपातात् । अयमभिप्रायः - बाह्यार्थनिमित्तं नियताकारं ज्ञानं
બાહ્યપદાર્થના ઉચ્છેદની આપત્તિ છે (‘ોમિ'.) જો યોગાચાર આદિ આ આપત્તિને ઈષ્ટાપત્તિરૂપે સ્વીકારે તો ઘટ-પટાદિ તમામ બાહ્ય વસ્તુનો લોપ = ઉચ્છેદ થઈ જવાથી જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારને ઘટ-પટ આદિ પ્રતિનિયત આકારવાળું અને પ્રતિનિયત સમયે થનારું જ્ઞાન પણ ક્યારેય સંભવી નહીં શકે. કારણ કે પ્રતિનિયત સમયે થનાર પ્રતિનિયત આકારવાળા ઘટ-પટઆદિવિષયક જ્ઞાનનું કોઈ ચોક્કસ કારણ યોગાચારમતમાં વિદ્યમાન નથી. આનું કારણ એ છે કે તેમના મતે જ્ઞાન સિવાય કોઈ પણ વસ્તુ આ દુનિયામાં છે જ નહિ. તેથી જ્ઞાનમાં કે જ્ઞાનથી અભિન્ન જ્ઞાનશક્તિમાં કે જ્ઞાનથી અભિન્ન સંસ્કારમાં વિશેષતાને = ભેદને લાવનારું કોઈ તત્ત્વ જ વિદ્યમાન નથી. તેથી અમુક સમયે ઘટાકારવાળું જ્ઞાન થાય અને અમુક સમયે પટાકારવાળું જ્ઞાન થાય - આવો નિયમ, જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારના મતમાં સંભવી ન શકે. કારણ વિના પણ ઘટાકાર, પટાકાર આદિ ચોક્કસ આકારવાળું જ્ઞાન જો સંભવી શકતું હોય તો તે જ્ઞાન શાશ્વત થવાની આપત્તિ આવશે. કારણ કે ધર્મકીર્તિ નામના બૌદ્ધ વિદ્વાને જ પ્રમાણવાર્તિક ગ્રંથમાં જણાવેલ છે કે “જે વસ્તુનું કોઈ કારણ ન હોય તે વસ્તુ કાં તો નિત્ય સત્ = હાજર હોય, કાં તો નિત્ય અસત્ = ગેરહાજર હોય. કેમ કે તે વસ્તુ અહેતુક = નિર્મૂળ = નિષ્કારણ હોવાથી અન્ય કોઈની અપેક્ષા રાખતી નથી. તેથી તે વસ્તુ ક્યારેક હોય અને ક્યારેક ન હોય - એવું સંભવી શકતું નથી. જે વસ્તુ પોતાની ઉત્પત્તિ વગેરે માટે અન્ય કારણની અપેક્ષા રાખે તે જ વસ્તુ ક્યારેક હોય અને ક્યારેક ન હોય તેવું સંભવી શકે છે.” - આ પ્રમાણે ધર્મકીર્તિ નામના બૌદ્ધ વિદ્વાનના યુક્તિસંગત વચનના આધારે યોગાચાર નામના બૌદ્ધ વિદ્વાનના મતમાં “ઘટાદિ નિયત આકારવાળા જ્ઞાનનું કોઈ કારણ ન હોય તો તે જ્ઞાન શાશ્વત = નિત્ય સત બનવાની આપત્તિ આવશે” – આવું જૈનોએ કરેલું આપાદન યથાર્થ જ છે.
છે. યોગાચારમતમાં નિત્ય સંસ્કારની આપત્તિ છે (પત્તન.) જો યોગાચારવાદી બૌદ્ધ વિદ્વાન એવું જણાવે કે “અમે તો ઘટ-પટાદિ નિયત આકારવાળા જ્ઞાન પ્રત્યે વિશેષ પ્રકારના સંસ્કારને કારણે માનીએ જ છીએ. તેથી નિયત સમયે નિયત આકારવાળું • ફક્ત લી.(૩)માં “સંભવઈ, અંતઃબહિરાકાર જ્ઞાન અધિક પાઠ.