Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૮
• ध्वंसाऽभिन्नोत्पादहेतुता एकधर्मावच्छिन्ना 0 ઘટનાશ મુકુટ ઉત્પત્તિનો, ઘટહેમ એક જ રૂપ હેત રે; "એકાંતભેદની વાસના, નૈયાયિક પણિ કિમ દેતી રે? કાંટા (૧૪૧) જિન. ઇમ શોકાદિકાર્યત્રયનઈ ભેદઈ ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય એ ૩ લક્ષણ વસ્તુમાંહિ સાધ્યાં, પણિ તે અવિભક્તદ્રવ્યપણાં અભિન્ન છઇ. ત વ હેમઘટનાશાડભિન્ન હેમમુકુટોત્પત્તિનઈ વિષઈ હેમઘટા___अधुना नैयायिकमतमपाकर्तुं पराक्रमते – 'घटेति।
घटध्वंसाऽपृथग्मौलिजन्मन्येकैव हेतुता। __तथाप्येकान्तभिन्नौ तौ नैयायिकः कथं वदेत् ?।।९/८॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् - घटध्वंसाऽपृथग्मौलिजन्मनि एकैव हेतुता (स्वीक्रियते) तथापि ‘तौ a Uાન્તમત્રો' (ત્તિ) નૈયાયિક: શું વત્ ? ૨/૮ क इत्थं प्रमोद-शोक-माध्यस्थ्यलक्षणकार्यत्रितयभेदेन हेतुना हेमादिवस्तुनि उत्पाद-व्यय-ध्रौव्यलक्षणं मिथोविलक्षणं त्रैलक्षण्यं साधितं तथापि उत्पाद-व्यय-ध्रौव्याणाम् अविभक्तद्रव्यरूपेण मिथोऽभेद एवेति पूर्वम् (९/३) अष्टसहस्रीसंवादेनोपदर्शितमिहानुसन्धेयम् । अत एव घटध्वंसाऽपृथग्मौलिजन्मनि = हेमघटध्वंसाऽभिन्नहेममुकुटोत्पत्तिं प्रति एकैव = एकधर्मावच्छिन्नैव = हेमघटावयवविभागत्वाद्यवच्छिन्ना
અવતરણિકા - જ્ઞાનસ્વૈતવાદી અને શૂન્યવાદી બૌદ્ધના મતનું નિરાકરણ કર્યા બાદ હવે ગ્રંથકારશ્રી નૈયાયિકના મતનું નિરાકરણ કરવા માટે પરાક્રમ કરે છે :
નૈયાચિકમત નિરાકરણ - શ્લોકાર્થ :- ઘટધ્વસથી અભિન્ન મુગટઉત્પત્તિ પ્રત્યે એક જ કારણતા છે. તેમ છતાં “ઘટધ્વસ અને મુગટઉત્પાદ આ બન્ને એકાંતે ભિન્ન છે' - આ પ્રમાણે નૈયાયિક કઈ રીતે કહી શકે ? (૮)
વ્યાખ્યાર્થ :- ઉપરોક્ત રીતે પ્રમોદ, શોક અને માધ્યચ્ય સ્વરૂપ ત્રણ વિભિન્ન કાર્યના નિમિત્તકારણભૂત સુવર્ણ આદિ વસ્તુમાં પરસ્પરવિલક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ઐલક્ષણ્યની સિદ્ધિ થઈ. આમ કાર્યભેદથી કારણભેદના નિયમના લીધે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ કારણમાં પરસ્પર ભેદની સિદ્ધિ થવા છતાં પણ તે ત્રણેયમાં અવિભક્તદ્રવ્યસ્વરૂપે તો પરસ્પર અભેદ જ છે. આ જ નવમી શાખાના ત્રીજા શ્લોકમાં અષ્ટસહસ્ત્રી ગ્રંથના સંવાદ દ્વારા જણાવવામાં આવેલ હતું કે “એક જ દ્રવ્યમાં એકસાથે ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્ય રહેતાં હોવાથી તે ત્રણેય પરસ્પર અભિન્ન જ છે.” તે વાતનું પ્રસ્તુતમાં વાચકવર્ગે અનુસંધાન કરવું. એકીસાથે એક દ્રવ્યમાં થતા ઉત્પાદ-વ્યય આદિ પરસ્પર અભિન્ન હોવાના કારણે જ કાંચનમય કુંભનો ધ્વંસ અને સુવર્ણમય મુગટની ઉત્પત્તિ આ બન્ને એક જ છે. તેથી પ્રસ્તુતમાં ઘટધ્વસથી અભિન્ન એવી મુગટ ઉત્પત્તિ પ્રત્યે સ્યાદ્વાદીઓ એક જ = એક પ્રકારની જ = એક ધર્માવચ્છિન્ન જ કારણતાને સ્વીકારે છે. પ્રસ્તુતમાં સોનાના ઘડાના અવયવનો વિભાગ થવાથી ઘટધ્વંસ ઉત્પન્ન થાય છે. તેથી
મ.માં ‘ઘટ એક જ રૂપઈ હેત” પાઠ. ધ.+શાં.માં “ઘટ હેમ એક જ હેતુ’ પાઠ. સિ. + લી.(૧+૨+૩)નો પાઠ લીધો છે. ૪ શાં.માં ‘હેતુ પાઠ. મ.+કો.(૭)નો પાઠ લીધો છે. જે કો.(૯)માં “એકાંતવાદની' પાઠ. • શાં.ધ.માં ‘નઈયા...” પાઠ. આ.(૧) + કો.(૧)નો પાઠ લીધેલ છે. 1 લી.(૧)માં ‘વદન પાઠ. પુસ્તકોમાં તે’ પાઠ નથી. કો.(૭+૧૧)માં છે.