Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૭ • प्रमाणवार्तिकसंवादः ।
११८३ અંતર-બહિરાકાર વિરોધઈ બાહ્યાકાર મિથ્યા કહિઈ, जायते। तादृशज्ञाननिमित्ता नियतार्थविषयकस्मरणजनकाः संस्कारविशेषा जायन्ते। तेभ्यश्च प्रतिनियताकाराणि स्मरणानि जायन्ते । इत्थं स्मृतिजनकसंस्कारनैयत्यस्य बाह्यार्थाधीनत्वेन बाह्यार्थानभ्यु- ग पगमे संस्कारविशेषानुदयापत्तेः। निष्कारणकसंस्कारविशेषाङ्गीकारे तु “नित्यं सत्त्वमसत्त्वं वा...” (प्र.वा.३/३) इत्यादिप्रमाणवार्तिकवचनात् तन्नित्यत्वापत्त्या नियताकारकज्ञानस्याऽपि नित्यताऽऽपत्तिः योगाचारमते दुर्वारेति ।
अस्तु वा यथाकथञ्चिद् नियताकारज्ञानसम्भवः किन्तु ‘घटमहं जानामी'ति अन्तर्बहिराकारद्वयोपेतमेकं ज्ञानं तु तन्मते नैव सम्भवेत्, तेन अन्तर्बहिरर्थद्वयाऽनभ्युपगमात् ।
अथ 'घटमहं जानामी'त्यत्र ‘घटम्' इति बाह्याकारः, 'अहमिति चाऽऽन्तराऽऽकारः । तयोश्च क જ્ઞાન ઉત્પન્ન થઈ ન શકવાની સમસ્યાને અવકાશ રહેતો નથી” – તો યોગાચારની આ દલીલનું પણ ઉપરોક્ત કથન દ્વારા નિરાકરણ થઈ જ જાય છે. કારણ કે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થ વિના કોઈ ચોક્કસ પ્રકારના સંસ્કાર પણ સંભવી શકતા નથી. જો સંભવે તો તે સંસ્કાર પણ નિત્ય થવાની આપત્તિ આવે. અહીં આશય એ છે કે બાહ્ય ઘટ-પટ આદિ નિમિત્ત કારણને લીધે ઘટ-પટાદિ નિયત આકારવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તથા તે જ્ઞાનના આધારે ઘટ-પટાદિનિયતવિષયક સ્મરણને ઉત્પન્ન કરનારા ચોક્કસ પ્રકારના સંસ્કાર ઉત્પન્ન થાય છે. તથા તે પ્રતિનિયત સંસ્કારના આધારે પ્રતિનિયત આકારવાળું સ્મરણાત્મક જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે સંસ્કારમાં પ્રતિનિયતતા = ચોક્કસતા = વિશેષતા લાવવામાં ઘટ -પટ આદિ બાહ્ય વિષય મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી બાહ્ય પદાર્થને માનવામાં ન આવે તો વિશેષ | પ્રકારના સંસ્કારની ઉત્પત્તિ પણ યોગાચારમતમાં સંભવી ન શકે. જો બાહ્ય પદાર્થને સંસ્કારનું કારણ ન માનવામાં આવે અને વગર કારણે જ ચોક્કસ પ્રકારના સંસ્કાર સંભવી શકતા હોય તો તે સંસ્કાર ! નિત્ય બનવાની આપત્તિ આવશે. કારણ કે “જેનું કોઈ કારણ ન હોય તે વસ્તુ કાં તો નિત્ય સત હોય કાં તો નિત્ય અસત્ હોય' – આવું પ્રમાણવાર્તિકમાં ધર્મકીર્તિએ કહેલ છે. આ વાત હમણાં જ જોઈ ગયા છીએ. તેથી જ પ્રતિનિયત આકારવાળા જ્ઞાનને ઉત્પન્ન કરનાર પ્રતિનિયત સંસ્કાર નિત્ય બનવાના લીધે પ્રતિનિયત આકારવાળું જ્ઞાન પણ નિત્ય બનવાની આપત્તિ યોગાચારમતમાં દુર્વાર બનશે.
૪ બાહ્ય-આંતરિકઆકારવાળા જ્ઞાનનો બૌદ્ધમતે અસંભવ (અસ્તુ.) અભ્યપગમવાદથી સ્વીકારી લઈએ કે યોગાચારમતમાં ગમે તે રીતે ઘટ-પટાદિ નિયતાકાર જ્ઞાન સંભવે.” પરંતુ ‘હું ઘડાને જાણું છું - આમ આંતરિક અને બાહ્ય બે આકારવાળું એક જ્ઞાન તો તેમના મતે નહિ જ સંભવે. કારણ કે બાહ્ય અને આંતરિક – એમ બે અર્થને તે માનતા જ નથી.
60 બાહાકાર મિથ્યા, આંતરિક આકાર સત્ય : યોગાચાર a યોગાચાર બૌદ્ધ :- (.) “હું ઘટને જાણું છું – આ પ્રમાણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાનમાં ઘટ’ બાહ્ય આકાર છે. તથા “હું આંતર આકાર છે. બાહ્ય આકાર અને આંતરિક આકાર - આ બન્ને પરસ્પર વિરોધી છે. તેથી એક જ જ્ઞાનમાં એકીસાથે તે બન્ને સંભવી શકતા નથી. તેથી બે આકારમાંથી