Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• ज्ञान-सुखभेदसिद्धिः .
११८७ च प्रमेयानुभवस्वभावत्वात् । तदुक्तं संवादरूपेण सम्मतितर्कवृत्तौ, स्याद्वादरत्नाकरे, स्याद्वादकल्पलतायाम्, न्यायविनिश्चयटीकायाम्, सिद्धिविनिश्चयवृत्तौ च “सुखमालादनाकारं विज्ञानं मेयबोधनम्” (स.त.व. २/१/ प પૃ.૪૭૮, ચા.ર9/9૬/9.9૭૨, ચા.વ..૧/૧૨/પૃ.૧૬, ચા.વિ.ટી.9/99૧/.૪૨૮, જિ.વિ.વૃ.9/ર/પૃ.99 समुद्धृतं) इति । ततश्च ग्राह्य-ग्राहकभेदमिथ्यात्वसाधनाय ज्ञानाद्वैतवादिना यदनुमानमुपन्यस्तं तस्यैव मिथ्यात्वान्न ज्ञान-ज्ञेययोः सर्वथा तादात्म्यं सिध्यतीति प्रकृते स्याद्वादितात्पर्यम् ।
यथोक्तं वादिदेवसूरिभिरपि स्याद्वादरत्नाकरे “यदि च सुखादयो ज्ञानात् सर्वथा अपि अभिन्नाः तर्हि । તવૈપામથર્ણપ્રાશવત્વે ચાતુ | ન વાડત્ર તસ્તિ” (ચા.રત્ના.9/૧૬/9.9૭૬ + ચાંદામ્પતા. , ५/१२/५६) इति । इत्थं सर्वेषां काम्यस्य अत एव अनपलपनीयस्य सुखस्य ज्ञानभिन्नत्वे पारमार्थिके .. सिद्धे सति ज्ञानाद्वैतवादः पलायते ।
इदञ्चात्रावधेयम् - अभ्युपगमवादेन सुखादीनां ज्ञानाद् अभिन्नत्वेऽपि न नीलादिबाह्यार्थाऽभिन्नता लेशतोऽपि सम्मता, नीलादीनां बहिरिन्द्रियग्राह्यघटादिवस्तुधर्मत्वात्, सुखादीनाञ्चाऽतथाभूताऽऽत्मधर्मत्वात् । પ્રમેયઅનુભવ સ્વરૂપ છે. આમ સુખનો આફ્લાદન સ્વભાવ હોવાથી અને જ્ઞાનનો અર્થનુભવ સ્વભાવ હોવાથી “સુખ જ્ઞાનસ્વરૂપ નથી' - તેવું સિદ્ધ થાય છે. અન્યત્ર પણ કહેવામાં આવેલ છે કે “સુખ આલાદનાકાર છે. અને વિજ્ઞાન શેયબોધ સ્વરૂપ છે.” સુખ અને વિજ્ઞાનના વિભિન્ન સ્વભાવને દર્શાવનાર ઉપરોક્ત સંવાદ સંમતિતર્ક વ્યાખ્યા, સ્યાદ્વાદરત્નાકર, સ્યાદ્વાદકલ્પલતા, ન્યાયવિનિશ્ચયટીકા અને સિદ્ધિવિનિશ્ચયવૃત્તિ વગેરે ગ્રંથોમાં ઉદ્ધત કરવામાં આવેલ છે. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. તેથી ગ્રાહ્ય-ગ્રાહક વચ્ચે રહેલા ભેદને અસત્ય ઠરાવવા માટે જ્ઞાનાદ્વૈતવાદીએ જે ઉપરોક્ત અનુમાનનો આધાર લીધેલ હતો, તે જ અસત્ય = અપ્રમાણ હોવાથી જ્ઞાન અને શેય વચ્ચે સર્વથા અભેદની સિદ્ધિ થઈ શકતી નથી. આ પ્રમાણે પ્રસ્તુતમાં સ્યાદ્વાદીનું તાત્પર્ય છે.
8 શ્રીવાદિદેવસૂરિમત પ્રકાશન . | (ચો.) જ્ઞાનાતવાદનું નિરાકરણ કરવાના અવસરે શ્રીવાદિદેવસૂરિ મહારાજે પણ સ્યાદ્વાદરત્નાકર નામના ગ્રંથમાં જણાવેલ છે કે “સુખાદિ વસ્તુ જો જ્ઞાનથી સર્વથા અભિન્ન હોય તો જ્ઞાનની જેમ સુખાદિને અર્થપ્રકાશક માનવાની આપત્તિ આવશે. વાસ્તવિકતા એ છે કે સુખાદિ દ્વારા પદાર્થનો પ્રકાશ = બોધ રહ્યું થતો નથી.” શ્રીવાદિદેવસૂરિ મહારાજના વચન દ્વારા પણ સિદ્ધ થાય છે કે જ્ઞાન અને સુખ એક નથી. સુખ તો સર્વ જીવો માટે કામ્ય છે, ઉપાદેય છે. તેથી તેનો અમલાપ યોગાચાર કરી શકે તેમ નથી. આમ જ્ઞાનભિન્ન સુખની સિદ્ધિ થવાથી જ્ઞાનાદ્વૈતવાદનું ખંડન થાય છે.
- આ જ્ઞાનાદ્વૈતવાદીને શૂલ્યવાદની આપત્તિ , (
ફડ્યા.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે અભ્યપગમવાદથી સુખ વગેરે આંતરિક પદાર્થોને જ્ઞાનથી અભિન્ન માની લઈએ તો પણ સુખાદિમાં નીલાદિ બાહ્ય પદાર્થથી અભિન્નતા લેશ પણ સંમત નથી. કારણ કે નીલ, પીત વગેરે રૂપ તો બહિરિન્દ્રિય ગ્રાહ્ય ઘટાદિ વસ્તુનો ગુણધર્મ છે. તથા સુખ વગેરે તો બહિરિન્દ્રિયથી અગ્રાહ્ય એવા આત્માનો ગુણધર્મ છે. તેથી સુખાદિ આકાર અને નીલ, પીતાદિ