Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११६४
० द्रव्यार्थिकनयमते कार्यभेदोच्छेदापत्ति: ० શોકાદિકાર્યત્રયજનનકશક્તિસ્વભાવ તે છઇ, તે માટઈ તેહથી શોકાદિક કાર્યત્રય થાઇ છઈ0 –
તો (કારણભેદાભાવથી કાર્યભેદભાવ હુઈ.) કારણના ભેદ વિના કાર્યનો ભેદ કિમ થાઈ? સ્વષ્ટસાધન તે પ્રમોદજનક. સ્વાનિષ્ટસાધન તે શોકજનક. તદુભયભિન્ન તે માધ્યચ્યજનક. ___ सुवर्णस्य शोक-प्रमोद-माध्यस्थ्यलक्षणकार्यत्रितयजननैकशक्तिमत्त्वस्वभावाऽभ्युपगमात्, तादृशस्वभाववशादेवैकस्मात् सुवर्णद्रव्यात् शोकादिककार्यत्रिकोत्पादसम्भवे बाधकाऽभावात् कमल-कीटकादिजनकपङ्कवदिति विविधकार्यकारी = शोकादिनानाकार्यजनकः एक एव द्रव्यस्वभावः = हेमद्रव्यस्वभावः स्वीकर्तुं युज्यत इति चेत् ?
तर्हि = कारणस्यैकस्वभावशालित्वे स्वहेत्वभेदात् = कार्यहेतुभेदं विना कार्यभेदः = शोकादिक कार्यविशेषः असङ्गतः = अयुक्तो हि = एव स्याद् = भवेत्, यतः स्वेष्टसाधनस्य प्रमोदजनकत्वम्, स्वाऽनिष्टसाधनस्य शोकजनकत्वं तदुभयभिन्नस्य च माध्यस्थ्यजनकत्वं समस्ति । ततश्च
એક સ્વભાવથી અનેકકાર્યજન્મ વિચાર છે દ્રવ્યવાદી - (સુવર્ણસ્ય.) તમારી આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે પર્યાય મિથ્યા હોવા છતાં પણ પારમાર્થિક અવિકારી નિત્ય એક જ દ્રવ્ય દ્વારા હર્ષ-શોક-માધ્યચ્ય સ્વરૂપ ત્રણ વિલક્ષણ કાર્ય ઉત્પન્ન થઈ શકે છે. કારણ કે અમે દ્રવ્યવાદી હર્ષ વગેરે ત્રણ કાર્યને ઉત્પન્ન કરનાર એક શક્તિમત્ત્વ સ્વભાવ સુવર્ણદ્રવ્યમાં માનીએ છીએ. તથાવિધ એકસ્વભાવવાળા સુવર્ણ દ્રવ્યથી જ શોક-હર્ષ વગેરે ત્રણેય કાર્ય ઉત્પન્ન થવામાં કોઈ બાધક નથી. કેમ કે એક જ કાદવમાંથી કમળ, કીડા વગેરે અનેક વિલક્ષણ કાર્યો ઉત્પન્ન થાય જ છે. તેથી શોક-હર્ષ વગેરે અનેક કાર્યને કરવાના એક જ સ્વભાવવાળું સુવર્ણદ્રવ્ય માનવું યોગ્ય છે. તેથી પર્યાયમાત્ર મિથ્યા છે અને કેવલ અવિકારી ધ્રુવ દ્રવ્ય જ પારમાર્થિક સત્ તત્ત્વ છે' - આવો અમારો સિદ્ધાન્ત ત્રિકાલઅબાધિત રહે છે.
પર્યાય પણ પારમાર્થિક : ઉત્તરપક્ષ ઉત્તરપક્ષ :- (તર્દેિ.) જો હર્ષ-શોક વગેરે કાર્યોને ઉત્પન્ન કરનાર સુવર્ણ દ્રવ્યનો એક જ સ્વભાવ માનવામાં આવે તો કાર્યના હેતુમાં ભેદ ન પડવાથી શોક-હર્ષ વગેરે વિભિન્ન કાર્ય પણ ઉત્પન્ન થઈ નહિ શકે. કારણભેદ વિના કાર્યભેદ (= કાર્યમાં વિશેષતા = કાર્યમાં વિલક્ષણતા) યુક્તિસંગત થઈ ન શકે. કારણ કે પોતાને જે વસ્તુ ગમે તેનું (= ઈષ્ટનું) સાધન = કારણ હોય તે પ્રમોદજનક બને છે. દા.ત. ઈષ્ટ ભૂખશમનનું સાધન મીઠાઈ આનંદજનક બને છે. પોતાને જે અનિષ્ટ હોય, જે ગમતું ન હોય તેનું સાધન = કારણ જે હોય તે શોકજનક બને છે. દા.ત. અનિષ્ટ એવા દુઃખનું સાધન કંટકભક્ષણ શોકજનક બને છે. તથા જે વસ્તુ ઈષ્ટસાધનથી અને અનિષ્ટસાધનથી ભિન્ન હોય તે માધ્યચ્યજનક બને છે. દા.ત. આકાશ-અલોકાકાશ નથી ઈષ્ટસાધન કે નથી અનિષ્ટસાધન. તેથી તે મધ્યસ્થતાનું કારણ બને છે. પરંતુ જો સુવર્ણ આદિ દ્રવ્યનો સ્વભાવ એક જ હોય તો તેનાથી કઈ
• લા.(૨)માં “ત્રયદ્રવ્યજન...” પાઠ. 1 ફક્ત કો.(૧૧)માં અહીં “ઈત્યાદિ અર્થ બુદ્ધિપરીક્ષાર્થ જાણવું’ - આટલો અધિક પાઠ છે તથા તે બિનજરૂરી જણાય છે.