Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११७४
मनस्कारमीमांसा
તે માટઇં શોકાદિકનું ઉપાદાન જિમ ભિન્ન, તિમ નિમિત્ત પણિ અવશ્ય ભિન્ન માનવું. तस्माद् वासनाभेदोपपत्तिकृते हर्ष-शोकादीनाम् उपादानकारणभेद इव उत्पादादिलक्षणः बाह्यनिमित्तविशेषः कारणतयाऽङ्गीकार्य एव । एकस्यापि पुरुषस्य नानानिमित्तवशेन नानामनस्कारो - दयदर्शनाद् मनस्कारं प्रति बाह्यनिमित्तानामपि हेतुताऽभ्युपेयेति प्रकृते माध्यस्थ्यप्रतीतिजनकवासनाविशेषोपपत्तिकृते ध्रौव्यमपि बाह्यार्थगतमकामेनाऽपि स्वीकर्तव्यं सौगतेनेति स्याद्वादितात्पर्यम् । “મનારઃ = चेतस आभोगः” (अ.ध.को.भा.२/२४) इति अभिधर्मकोशभाष्ये व्यावर्णितम् । “आलम्ब चेतस आवर्जनम् = अवधारणमित्यर्थः, मनसः कारः = मनस्कारः मनो वा करोति आवर्जयति इति पूर्ण मनस्कारः" (अ.ध.को.भा.स्फु. २ /२४) इति च स्फुटार्थायां तद्व्याख्यायां यशोमित्रेण स्पष्टीकृतं मनस्कार
=
स्वरूपमत्राऽनुसन्धेयम् ।
G
૬/૬
* સંસ્કાર પ્રત્યે બાહ્ય નિમિત્ત પણ કારણ
(તસ્મા.) તેથી હર્ષ-શોકાદિ વિલક્ષણ કાર્યની ઉપપત્તિ કરવા માટે બૌદ્ધોએ સંસ્કારમાં ભેદ માનવો જરૂરી છે. તથા હર્ષાદિજનક સંસ્કારમાં ભેદની સિદ્ધિ કરવા માટે હર્ષ-શોકાદિના ભિન્ન ઉપાદાનકારણની જેમ ઉત્પાદ-વ્યય વગેરે બાહ્ય નિમિત્તવિશેષને કારણસ્વરૂપે માનવા બૌદ્ધો માટે જરૂરી બની જશે. એક જ વ્યક્તિને અલગ-અલગ નિમિત્તોના લીધે જુદા-જુદા પ્રકારના સંસ્કારનો ઉદય થતો દેખાય જ છે. તેથી સંસ્કાર વાસના = મનસ્કાર પ્રત્યે બાહ્ય નિમિત્તોને પણ કારણ તરીકે બૌદ્ધોએ સ્વીકારવા પડશે. તેથી પ્રસ્તુતમાં માધ્યસ્થ્યપ્રતીતિને ઉત્પન્ન કરનાર સંસ્કારવિશેષની સંગતિ કરવા માટે બાહ્ય પદાર્થમાં ધ્રૌવ્ય પણ બૌદ્ધે અવશ્ય સ્વીકારવું પડશે, ભલે ને ધ્રૌવ્યસ્વીકાર માટે બૌદ્ધની ઈચ્છા ન હોય ! આમ એકાન્તક્ષણિકવાદના સિદ્ધાન્તને તિલાંજલી આપીને બાહ્ય અર્થમાં નિત્યતા વગેરેનો પણ બૌદ્ધોએ સ્વીકાર કરવો પડશે. આમ અહીં સ્યાદ્વાદીનું તાત્પર્ય છે.
* મનસ્કારસ્વરૂપની વિચારણા
(“મનાર.) અહીં મૂળ શ્લોકમાં ‘વાસના’ શબ્દનો પ્રયોગ ગ્રંથકારશ્રીએ કરેલ છે, તેનો પરામર્શકર્ણિકામાં ‘મનસ્કાર’ એવો અર્થ કરવામાં આવેલ છે. તેનો અમે સામાન્ય ગુજરાતી વાચક વર્ગની સુગમતા માટે ‘પ્રબુદ્ધ સંસ્કાર’ એવો અર્થ કરેલ છે. પરંતુ બૌદ્ધદર્શનની પરિભાષા મુજબ ‘મનસ્કાર' શબ્દનો અર્થ ઉપયોગ થાય છે. અભિધર્મકોશભાષ્ય નામના બૌદ્ધગ્રંથમાં જણાવેલ છે કે “મનસ્કાર એટલે ચિત્તનો ઉપયોગ.” અભિધર્મકોશભાષ્યની સ્ફુટાર્થ નામની વ્યાખ્યામાં યશોમિત્ર નામના બૌદ્ધવ્યાખ્યાકારે ઉપરોક્ત ભાષ્યવચનની સ્પષ્ટતા માટે જણાવેલ છે કે “કોઈ પણ આલંબનમાં ચિત્તનું આવર્જન કરવું, અવધારણ કરવું તે મનસ્કાર કહેવાય છે. મનની ક્રિયા એટલે મનસ્કાર અથવા મનને કરે આવર્તે ખેંચે તે મનસ્કાર.” સ્ફુટાર્થ વ્યાખ્યામાં મનસ્કારનું સ્વરૂપ આ પ્રમાણે સ્પષ્ટ કરાયેલ છે. તેનું અહીં વાચકવર્ગે અનુસંધાન કરવું.
=
=
સ્પષ્ટતા :- અહીં મનને ખેંચવું એટલે મનને જોડવું - એવો અર્થ સમજવો. કોઈ પણ આલંબનમાં મનને જોડવું, સ્થિર કરવું, અવધારવું, ઉપયુક્ત કરવું તે મનસ્કાર તરીકે અભિપ્રેત છે. જૈનદર્શનની પરિભાષા
=