Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૬ ० अनेकजननेऽनेकात्मकतासिद्धिः ।
११७७ एकस्यैव हेमादिद्रव्यस्याऽनेकोपादानं प्रति सहकारित्वाऽयोगात् । उपादानस्य शोकादिनानाकार्यजनन- प समर्थत्वे सहकारिवैयर्थ्यात्, तदसमर्थत्वे सहकारिणः सर्वथैक्ये नानाकार्योत्पादकत्वाऽयोगात् । ततश्च हा सुवर्णादौ निमित्तकारणे शक्तेरवश्यमभ्युपगन्तव्यतया तन्नाशादिना सुवर्णादेः अनेकरूपता अनाविला। ..
___ “शक्त्यनभ्युपगमे पदार्थस्य स्वरूपेणैव कार्यहेतुत्वे यदेव विषं पूर्व मारणसमर्थम् आसीत् तदेव । केनचिद् मन्त्रविशेषेण संस्कृतं कथम् उज्जीवनहेतुः स्यात् ? तदानीमपि पदार्थस्वरूपस्य तादृक्षस्य एव श प्रत्यक्षेण वीक्षणात् । (शक्तिस्वीकारे तु) मन्त्रसंस्कारक्षणे मारणशक्तेः विनाशात् शक्त्यन्तरस्य च मन्त्रसहकृताद् વિશાત્ ઉત્પત્તેઃ” (સ્વા. રત્ના. ૪/99/g.૭૦૭) તિ ચાદવરત્નારે વિસ્તરે વધ્યમ્ જાય છે. કારણ કે શોક, હર્ષ વગેરે અનેક વિલક્ષણ કાર્યના ઉપાદાનકારણ સ્વરૂપ મનસ્કારમાં, તમે બૌદ્ધો જેમ ભિન્નતાને = અનેકતાને સ્વીકારો છો તેમ સુવર્ણ દ્રવ્ય સ્વરૂપ નિમિત્તકારણમાં પણ અવશ્ય ભિન્નતાને = અનેકતાને તમારે સ્વીકારવી જરૂરી છે. કારણ કે એક જ સુવર્ણ આદિ દ્રવ્ય અનેક ઉપાદાનકારણો પ્રત્યે સહકારી બની શકતું નથી. મતલબ એ છે કે શોક, પ્રમોદ આદિ વિભિન્ન કાર્યો પ્રત્યે જો તે તે ઉપાદાનકારણ સ્વયં જ સમર્થ હોય તો તેના માટે સુવર્ણ આદિ સ્વરૂપ સહકારીકરણની કલ્પના નિરર્થક બની જશે. તથા જો ઉપાદાનકારણ શોક, પ્રમોદ આદિ વિભિન્ન કાર્યોને ઉત્પન્ન કરવા માટે સ્વયં સમર્થ ન હોય તો સુવર્ણ આદિ દ્રવ્ય સ્વરૂપ એક સહકારીકારણના સંનિધાનથી તેનામાં વિભિન્ન કાર્યોની ઉત્પાદકતા યુક્તિસંગત બની ન શકે. તેથી સુવર્ણ આદિ દ્રવ્ય સ્વરૂપ સહકારી કારણમાં શક્તિ અવશ્ય માનવી પડશે. તથા તે શક્તિના નાશ વગેરે દ્વારા સુવર્ણમાં વિભિન્નતા = વિભિન્નસ્વભાવતા = અનેકરૂપતા = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતા નિરાબાધ રહેશે.
Y, ઝેરમાં મારકશક્તિ-સંજીવનશક્તિની વિચારણા છે. (“શવ7.) સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં શ્રીવાદિદેવસૂરિજીએ શક્તિપક્ષનું સમર્થન કરતાં જણાવેલ છે કે વા “જો શક્તિનો સ્વીકાર કરવામાં ન આવે અને દરેક પદાર્થ પોતાના સ્વરૂપથી જ = સ્વયમેવ જો પોતાના કાર્યને કરતો હોય તો જે ઝેર પૂર્વે મારવા માટે સમર્થ હતું, તે જ ઝેર વૈદ્ય દ્વારા કોઈ વિશિષ્ટ મંત્રથી ૩ સંસ્કૃત કરવામાં આવે = અભિમંત્રિત કરવામાં આવે તો કઈ રીતે બીજાને જીવાડવાનું કારણ તે ઝેર બની શકે ? કારણ કે ઝેરનું સ્વરૂપ તો ત્યારે પણ પ્રત્યક્ષ પ્રમાણથી તેવું જ દેખાય છે, જેવું અભિમંત્રિત કર્યા પૂર્વે દેખાતું હતું. (જો ઝેર સ્વતઃ જ મારવાનું કામ કરતું હોય તો અભિમંત્રિત કર્યા પૂર્વે જેમ તે મારવાનું કામ કરતું હતું તેમ અભિમંત્રિત કર્યા બાદ પણ તે મારક જ બનવું જોઈએ. પરંતુ તેવું તો બનતું નથી. માટે ઝેરમાં મારક શક્તિ માનવી જરૂરી છે. ઝેર સ્વતઃ મારતું નથી કે જીવાડતું નથી. પરંતુ મારક શક્તિના પ્રભાવે ઝેર મારવાનું કામ કરે છે - તેવું જો માનવામાં આવે તો કોઈ દોષ નહિ આવે. તે આ રીતે :-) અભિમંત્રિત કરવાના સમયે ઝેરમાં રહેલી મારક શક્તિનો નાશ થઈ જાય છે તથા અભિમંત્રણના પ્રભાવે ઝેરમાંથી નવી સંજીવનશક્તિ ઉત્પન્ન થાય છે. તેથી અભિમંત્રિત ઝેર જીવાડવાનું કામ કરે છે. આ અંગે વિસ્તારથી નિરૂપણ સ્યાદ્વાદરત્નાકરમાંથી જાણી લેવું.
સ્પષ્ટતા :- સર્પના મોઢામાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવે તો સાપ જેમ મારતો નથી. તેમ ઝેરમાંથી મારકશક્તિને રવાના કરવામાં આવે તો ઝેર મારી શકતું નથી. તેથી મારકશક્તિના નાશ