Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११७६
० स्याद्वादकल्पलतासंवादः । एकस्मादेव घटनाशादनेकेषां घटार्थिनां युगपच्छोकोत्पादेऽप्यनेकोपादानसम्बन्धनिमित्ततास्वभावभेदाद्" (शा.वा.स.७/१९ स्या.क.ल.पृ.११४) इति व्यक्तमुक्तं यशोविजयवाचकवरैः स्याद्वादकल्पलतायाम् ।
एतेन हेमलक्षणसहकारिणोऽभेदेऽपि उपादानभूतस्य प्रातिस्विकस्य समनन्तरप्रत्ययक्षणलक्षणस्य वासनाद्यपराभिधानस्य मनस्कारस्य भेदात् शोकादिकार्यभेदसम्भव इत्यपि निरस्तम्,
यतः शोकाधुपादानभूतमनस्कारस्येव हेमलक्षणनिमित्तकारणस्याऽप्यवश्यं भिन्नत्वमङ्गीकर्तव्यम्, છે તથા ઉત્પાદશક્તિથી તે ઉત્પાદસ્વભાવને પ્રાપ્ત કરે છે. સુવર્ણ આદિ દ્રવ્ય વિનાશસ્વભાવથી ઘટાર્થી વ્યક્તિમાં શોકસંસ્કારનું ઉત્પાદક છે તથા ઉત્પાદસ્વભાવથી મુકુટાર્થી જીવમાં પ્રમોદવાસનાનું જનક છે, તેમ જ ધ્રૌવ્યસ્વભાવથી સુવર્ણાર્થી જીવમાં તે માધ્યય્યસંસ્કારનું ઉત્પાદક છે.
છે એક નિમિત્તે અનેક કાર્યજન્મની વિચારણા ક (સ્મા.) વળી, સોનાના ઘડાનો નાશ કરીને સોની જ્યારે સુવર્ણ મુગટનું નિર્માણ કરે છે તે સંયોગમાં એક જ ઘટધ્વસ સ્વરૂપ કાર્ય દ્વારા અનેક ઘટાર્થી માણસોને એકીસાથે જે શોકની ઉત્પત્તિ થાય છે તેના પ્રત્યે પણ ઘટધ્વસ એકસ્વભાવથી જનક બનવાના બદલે સ્વભાવભેદથી જનક = ઉત્પાદક થાય છે. તથા તે સ્વભાવભેદ પ્રસ્તુત માં વિભિન્ન ઘટાર્થી જીવોમાં સમનત્તર જ્ઞાનક્ષણ સ્વરૂપ વિભિન્ન ઉપાદાનકારણોની સાથે થનાર સંબંધની નિમિત્તતા સ્વરૂપ છે. મતલબ એ છે કે ઘટવૅસ એક છે. પરંતુ તે ચૈત્ર, મૈત્રાદિ વિભિન્ન ઘટાર્થી ઉપાદાનકારણોની સાથે થનારા સંબંધનું નિમિત્ત છે. આ જ કારણસર ઘટધ્વસ એક હોવા છતાં પણ વિભિન્નઉપાદાનસંબંધનિમિત્તત્વ સ્વરૂપ સ્વભાવભેદથી ચૈત્ર, મૈત્ર આદિ
વિભિન્ન ઘટાર્થીઓમાં વિભિન્ન પ્રકારના શોકને ઉત્પન્ન કરે છે.” આ પ્રમાણે સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં ( મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે.
ગ સમનત્તરપ્રત્યચકારણતાની વિચારણા ને બૌદ્ધ :- (ર્તન.) શોક, હર્ષ, માધ્યચ્ય સ્વરૂપ અનેક વિલક્ષણ કાર્ય પ્રત્યે સુવર્ણસ્વરૂપ બાહ્ય દ્રવ્ય
સહકારીકારણ = નિમિત્તકારણ છે. નિમિત્તકારણ એક હોવા છતાં પણ ઉપાદાનકારણ વિભિન્ન હોવાથી શોક, હર્ષ, માધ્યચ્ય સ્વરૂપ કાર્યભેદ સંભવી શકે છે. પ્રસ્તુતમાં ઉપાદાનકારણ મનસ્કાર છે. તેના બીજા નામ વાસના, સંસ્કાર, ઉપયોગ વગેરે છે. બૌદ્ધદર્શન મુજબ તેનું સ્વરૂપ સમનત્તર પ્રત્યક્ષણ છે. પ્રત્યય = જ્ઞાન. ઘટધ્વસ આદિ કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વેક્ષણમાં જે જ્ઞાન ઉત્પન્ન થાય તે “સમનત્તર પ્રત્યક્ષણ” કહેવાય. પ્રસ્તુત સમનત્તર પ્રત્યક્ષણ સ્વરૂપ મનસ્કાર દરેક વ્યક્તિઓમાં જુદા જુદા હોય છે. તેથી ઘટાર્થી વ્યક્તિમાં રહેલ મનસ્કાર દ્વારા શોક ઉત્પન્ન થશે. મુકુટાર્થી જીવમાં રહેલ વિલક્ષણ મનસ્કાર દ્વારા પ્રમોદ ઉત્પન્ન થશે. તેમજ સુવર્ણાર્થી વ્યક્તિમાં રહેલ વિભિન્ન મનસ્કાર દ્વારા માધ્યથ્ય ઉત્પન્ન થશે. આમ નિમિત્તકારણમાં અભેદ હોવા છતાં ઉપાદાનકારણના ભેદથી શોક, હર્ષ, માધ્યચ્ય સ્વરૂપ વિભિન્ન કાર્યોની ઉત્પત્તિ થઈ શકે છે. તેથી સુવર્ણ દ્રવ્યને ત્રયાત્મક નહિ પણ એકાત્મક = અભિન્ન માનવામાં કોઈ દોષ આવતો નથી.
ઉપાદાન-નિમિત્તકારણભેદ આવશ્યક છે જૈન :- (ક.) અમે પૂર્વે જે વાત કહી ગયા તેનાથી તમારી ઉપરોક્ત દલીલનું નિરાકરણ થઈ