Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
ध्रौव्यस्वीकारस्य धौव्यम्
११७३
-शोक-माध्यस्थ्यलक्षणकार्यत्रितयगतभेदसम्पादकस्य प्रबुद्धसंस्कारभेदस्य समर्थनार्थम् उत्पाद-व्यय-ध्रौव्यलक्षणस्य बाह्यनिमित्तगतभेदस्य आवश्यकत्वात् । एकस्याऽपि पुरुषस्य निमित्तभेदेन मनस्कारभेदोपलब्धेः निमित्तस्याऽपि मनस्कारं प्रति कारणता अप्रत्याख्येया । निमित्तभेदं विना प्रबुद्धसंस्कारलक्षणमनस्कारभेदोपपत्तौ मनस्कारभेदं विनैव हर्ष - शोकादिप्रतीतिलक्षणकार्यभेदोपपत्तेः, युक्तेरुभयत्र तुल्यत्वात् । न चैतत् सम्भवति। ततश्च मनस्कारभेदमभ्युपगम्याऽपि ध्रौव्यादिलक्षणनिमित्तभेदाऽभ्युपगमस्य आवश्यकत्वाद् उत्पाद-व्ययौ अङ्गीकृत्य ध्रौव्याऽपलापो बौद्धस्य न युक्तः । ततश्च बाह्यनिमित्तभेदंर्श विना मुकुटाद्यर्थिपुरुषगतो मनस्कारभेदोऽपि हर्षादिजनको न सम्भवेदिति फलितम् । मनस्कारभेदं विना च विज्ञानभेदोऽपि नैव सम्भवेत्, अन्यथा महदाश्चर्यं प्रसज्येत यदुत शोकप्रत्ययविलक्षणः प्रमोदादिप्रत्ययः, अथ च तस्मात् शोकप्रत्ययहेतोरभिन्नेन मनस्कारलक्षणेन हेतुना जन्यत इति ।
र्णि
न च बौद्धसम्मते मनस्कारे अंशत्रितयमस्ति, येन तदुपपत्तिः सम्भवेत् । तदुक्तं पञ्चदश्यां का विद्यारण्यस्वामिना “निरंशस्योभयात्मत्वं न कथञ्चिद् घटिष्यते” (प.द.६ / ९८ ) इति ।
૬/૬
અલગ અલગ પ્રબુદ્ધ સંસ્કારની સંગતિ બાહ્ય નિમિત્તકારણના ભેદ વિના કઈ રીતે થઈ શકે ? હર્ષશોક-માધ્યસ્થ્યસ્વરૂપ કાર્યભેદના સંપાદક સંસ્કારભેદના સમર્થન માટે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ નિમિત્તભેદ માનવો જરૂરી છે. એક જ વ્યક્તિને જુદા-જુદા નિમિત્તે જુદા-જુદા મનસ્કાર ઉત્પન્ન થતા હોવાથી, મનસ્કાર પ્રત્યે નિમિત્તને પણ કારણ માનવું જરૂરી છે. જો નિમિત્તભેદ વિના પણ પ્રબુદ્ધ સંસ્કાર સ્વરૂપ મનસ્કારમાં ભેદ સંગત થઈ શકતો હોય તો મનસ્કારભેદ વિના જ શોક-પ્રમોદાદિવિષયક પ્રતીતિ સ્વરૂપ કાર્યભેદ કેમ સંભવી ન શકે ? કારણ કે યુક્તિ તો બન્ને સ્થળે સમાન જ છે. પરંતુ તે સંભવતું નથી. તેથી પ્રબુદ્ધ સંસ્કારમાં ભેદ માન્યા પછી પણ ધ્રૌવ્ય આદિ સ્વરૂપ નિમિત્તભેદ માનવો આવશ્યક છે. તેથી ઉત્પાદ-વ્યયનો સ્વીકાર કરી ધ્રૌવ્યનો અપલાપ કરવો તે બૌદ્ધ માટે યુક્તિસંગત નથી. તેથી ‘બાહ્ય નિમિત્તમાં ધ જો ભેદ ન હોય તો મુકુટ આદિના અર્થી પુરુષમાં રહેલ હર્ષાદિજનક મનસ્કારમાં પણ ભેદ સંભવી ન શકે' - આવું ફલિત થાય છે. તથા સંસ્કારભેદ વિના જ્ઞાનમાં પણ ભેદ સંભવી શકતો નથી. જો સંસ્કારભેદ વિના જ વિજ્ઞાનભેદ સંભવે, તો મોટું આશ્ચર્ય એ થશે કે શોકપ્રતીતિ કરતાં પ્રમોદઆદિવિષયક પ્રતીતિ વિલક્ષણ હોવા છતાં પણ શોકપ્રતીતિના કારણભૂત એવા સંસ્કારથી અભિન્ન એવા સંસ્કારસ્વરૂપ હેતુથી પ્રમોદાદિવિષયક પ્રતીતિ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે.
જી નિરંશ પદાર્થ ઉભયાત્મક ન સંભવે જી
(૬ ૪.) વળી, સંસ્કાર બૌદ્ધમતે નિરંશ છે. અર્થાત્ એક સંસ્કારમાં ત્રણ અંશ બૌદ્ધોને માન્ય નથી કે જેના કારણે એક જ પ્રબુદ્ધ સંસ્કાર ત્રણ અંશ દ્વારા હર્ષ, શોક, માધ્યસ્થ્ય સ્વરૂપ ત્રણ વિલક્ષણ કાર્યોને ઉત્પન્ન કરી શકે. અખંડ, નિરંશ વસ્તુ ક્યારેય પણ અનેક વિલક્ષણ કાર્ય ઉત્પન્ન કરી ન શકે. તેથી જ પંચદશી ગ્રંથમાં વિદ્યારણ્યસ્વામી નામના વેદાંતી વિદ્વાને જણાવેલ છે કે “નિરંશ વસ્તુ ક્રયાત્મક
અનેકાત્મક હોય - તેવું કોઈ પણ રીતે ઘટી શકે નહિ.”
=