Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११७२
० बौद्धमते ध्रौव्यस्य माध्यस्थ्याऽजनकत्वम् । ध्वंसादिषु बाह्यनिमित्तेषु शोकादिकारणताकल्पनेऽपि तन्निवारणसम्भवात् । अनेन विनिगमकाऽभावादुभयत्र कारणताकल्पनमभ्युपगम्यतामिति प्रत्याख्यातम्,
गौरवात्, कल्पनाया अपि दृष्टानुसारेणैव न्याय्यत्वात्, अन्यथाऽतिप्रसङ्गात् । ततश्च बाह्यार्थनिष्ठोत्पादादिना हर्षाधुत्पत्तेः ध्रौव्यसिद्धिरनाविला, तत्कार्योपलब्धः। शं एतेन बाह्यवस्तुनि ध्रौव्यविरहेऽपि पुरुषनिष्ठमाध्यस्थ्यजनकसंस्कारेणैव माध्यस्थ्योत्पत्तिरिति क बौद्धोक्तिः निरस्ता, मुकुटाद्यर्थिगतनानाप्रबुद्धसंस्कारद्वारा हर्ष-शोक-माध्यस्थ्य-लक्षणविलक्षणकार्यa त्रितयोत्पत्तिसङ्गतिकरणेऽपि नानाप्रबुद्धसंस्कारोत्पत्तेः बाह्यनिमित्तकारणभेदं विना असम्भवात् । हर्ष શોકાદિકાર્યસાપેક્ષ કારણતાને ધરાવનારી વાસનાનો સ્વીકાર કરીએ છીએ.
૪ વાસના મિથ્યા છે : જેન ૪ જૈન :- (ઘંસા) ના, તમારી આ દલીલ વ્યાજબી નથી. કેમ કે બાહ્ય નિમિત્ત એવા ઘટધ્વસ વગેરેમાં જ શોકાદિની કારણતાની કલ્પના કરવામાં આવે તો પણ સર્વકાર્યની નિત્તાનું નિવારણ થઈ શકે છે. તેથી પ્રત્યક્ષપ્રમાણસિદ્ધ બાહ્ય નિમિત્તને જ શોકાદિજનક માનવા વ્યાજબી છે. અદષ્ટ વાસનાની તે માટે કલ્પના કરવાની કોઈ જરૂર નથી.
શંકા - (ન.) શોક વગેરે કાર્યના કારણ તરીકે ઘટધ્વંસ વગેરે બાહ્ય નિમિત્તોનો સ્વીકાર કરવો કે વાસનાનો સ્વીકાર કરવો? આ બાબતમાં કોઈ નિયામક નથી. આમ વિનિગમકવિરહથી બન્નેને શોકાદિના કારણ માનો. આંતરિક વાસના અને બાહ્ય ઘટધ્વંસાદિ – આ બન્નેમાં કારણતાની કલ્પના થવા દો.
જ કલ્પના દૃષ્ટાનુસારે થાય કે સમાધાન :- (ર.) ભાગ્યશાળી ! પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ એવા ઘટધ્વંસ વગેરેથી જ શોકાદિ કાર્ય ઉત્પન્ન થાય છે - તેવું નક્કી થઈ જવાથી તમે કહો છો તેનું નિરાકરણ થઈ જાય છે. બન્નેને CI કારણ માનવામાં ગૌરવ દોષ પણ રહેલો છે. તથા જે કલ્પના કરવાની હોય તે પણ પ્રત્યક્ષ પ્રમાણને
અનુસરીને જ કરી શકાય, ગમે તેમ નહિ. બાકી તો ગમે તે વ્યક્તિ ગમે તેવા નવા-નવા કારણની રી કલ્પના કરે તેને અટકાવી નહિ શકાય. “સોનાનો ઘડો નાશ પામવાથી રાજકુમારી શોક કરે છે' -
આ બાબત પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ છે. તેથી ઘટધ્વંસને જ લાઘવથી શોકજનક માનવું ઉચિત છે. વાસનાથી શોક ઉત્પન્ન થાય છે' - તેવી અષ્ટકલ્પના કરવાની જરૂર નથી. તેથી બાહ્ય વસ્તુમાં રહેલા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્વારા જે હર્ષ-શોક-માધ્યચ્ય નામના ત્રણ કાર્યો ઉત્પન્ન થાય છે' - તેવું માનવું જરૂરી છે. તેથી વસ્તુમાં ધ્રૌવ્યની પણ સિદ્ધિ અવશ્ય થશે. કેમ કે તેનું કાર્ય માધ્યચ્ય ઉપલબ્ધ થાય છે.
4. પ્રબુદ્ધસંસ્કાર માટે બાહકારણ અવશ્ય સ્વીકાર્ય : જેન Z (ર્તિન.) “બાહ્ય વસ્તુમાં ધ્રૌવ્ય ન હોવા છતાં પણ વ્યક્તિનિષ્ઠ માધ્યશ્યજનક સંસ્કારથી માધ્યય્ય ભાવ ઉત્પન્ન થાય છે' - આવી બૌદ્ધની માન્યતાનું નિરાકરણ જૈનોએ ઉપર જે કથન કર્યું છે તેનાથી થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હર્ષ-શોક-માધ્યચ્ય સ્વરૂપ ત્રણ વિલક્ષણ કાર્યની સંગતિ, મુકુટ આદિના અર્થી અલગ અલગ જીવોમાં રહેલ અલગ અલગ પ્રબુદ્ધ સંસ્કાર દ્વારા કરવા છતાં પણ તે