Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૬
० अनेककार्यजननैकशक्तिपदेन स्याद्वादसिद्धि: ०
११६७ અનેકજનનૈકશિક્તિશબ્દ જ એકવાનેકત્વસ્યાદ્વાદ સૂચઈ છઈ. ઇતિ ૧૩૮મી ગાથાર્થ પૂર્ણ.? al૯/પા सरोऽनाविल एव, अनेककार्यजननैकशक्तिपदेनैव एकत्वाऽनेकत्वस्याद्वादसंसूचनात् । एकशक्त्यैव हर्ष -शोकादिविलक्षणकार्यत्रितयकरणे हि कार्यभेदात् कथञ्चित् सुवर्णद्रव्यभेदः सिध्यति, अन्यथा सर्वदैव प कार्यत्रितयापत्तेः। एकस्मिन्नेव सुवर्णद्रव्ये हर्ष-शोकादिकार्यत्रितयजननैकस्वभावाऽभ्युपगमे तु घटस्य । नाशेऽनाशे वा, मुकुटस्य उत्पादेऽनुत्पादे वा घट-मुकुट-सुवर्णार्थिनां शोक-हर्ष-माध्यस्थ्योत्पादो दुर्वार एव। ततश्च पूर्वोत्तरकालीनसुवर्णद्रव्ये कथञ्चिद् भेदः स्वीकार्य एव । नानाकार्यजननैकशक्तिमत्त्वाऽभ्युपगमाच्च शक्त्यात्मना सुवर्णद्रव्यमभिन्नमपि सिध्यति । अयमेव भङ्ग्यन्तरेण स्याद्वाद इति । वृथा किं खिद्यसे ?
प्रकृते “विनाशः पूर्वरूपेणोत्पादो रूपेण केनचित् । द्रव्यरूपेण च स्थैर्यमनेकान्तस्य जीवितम् ।।” (स्या. मि क.२५) इति स्याद्वादकलिकायां राजशेखराचार्योक्तिः, “अनादिनिधनं द्रव्यमुत्पित्सु स्थास्नु नश्वरम् । स्वतोऽन्यतो विवर्तेत क्रमाद्धेतु-फलात्मना ।।” (सि.वि.३ ।१९) इति सिद्धिविनिश्चये अकलङ्कोक्तिश्च भावनीया । કે “અનેકકાર્યજનક એક શક્તિ આ પદથી જ એકત્વ-અનેકત્વગોચર સાદ્વાદનું જ સમ્યફ સૂચન થાય છે. “એક શક્તિથી જ હર્ષ-શોક વગેરે ત્રણ વિલક્ષણ કાર્યો કરવામાં આવે છે' - આવું સ્વીકારવામાં હર્ષ-શોકાદિ કાર્યભેદથી સુવર્ણદ્રવ્યમાં કથંચિત્ ભેદ સિદ્ધ થાય છે. જો વિલક્ષણકાર્યકારી સુવર્ણદ્રવ્ય સર્વદા, સર્વથા એક જ હોય તો સર્વદા હર્ષ-શોકાદિ ત્રણ કાર્ય ઉત્પન્ન થવાની આપત્તિ આવે. ઘટ તૂટે કે ન તૂટે, મુગટ ઉત્પન્ન થાય કે ન થાય તેમ છતાં તે સુવર્ણદ્રવ્યથી ઘટાર્થીને શોક, મુગટાર્થીને હર્ષ વગેરે ઉત્પન્ન થવાની આપત્તિ દુર્વાર બનશે. કારણ કે અનેકકાર્યજનક એક શક્તિ તો સુવર્ણદ્રવ્યમાં હાજર છે જ છે. તેથી પૂર્વોત્તરકાલીન સુવર્ણદ્રવ્યમાં કથંચિત ભેદ માનવો જરૂરી છે. તથા અનેકકાર્યજનન એક શક્તિ સુવર્ણદ્રવ્યમાં હોવાથી શક્તિસ્વરૂપે સુવર્ણદ્રવ્યમાં અભેદ = ઐક્ય પણ સિદ્ધ થશે. આ જ તો બીજી રીતે સ્યાદ્વાદ છે. તેથી અનેકકાર્યજનક એકશક્તિપક્ષનો સ્વીકાર કરનાર એકાન્તવાદીએ વૃથા ખેદ પામવાની જરૂર નથી.
L) દ્રવ્યમાં સ્વતઃ પરતઃ ઉત્પાદાદિ ) (.) “પૂર્વસ્વરૂપે વિનાશ, અન્ય કોઈક સ્વરૂપે ઉત્પાદ તથા દ્રવ્યરૂપે ધ્રૌવ્ય - આ અનેકાન્તનો પ્રાણ છે' - આ મુજબ સ્યાદ્વાદકલિકા ગ્રંથમાં રાજશેખરસૂરિએ કહેલ છે. તેની પણ અહીં વિભાવના કરવી. સિદ્ધિવિનિશ્ચય ગ્રંથમાં અકલંકસ્વામીનું એક વચન પણ પ્રસ્તુતમાં ભાવન કરવા યોગ્ય છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “દ્રવ્ય અનાદિ-અનંત છે. તે ઉત્પન્ન થવાના સ્વભાવવાળું પણ છે, સ્થિર રહેવાના સ્વભાવવાળું પણ છે તથા નાશ થવાના સ્વભાવવાળું પણ છે. આવું દ્રવ્ય સ્વતઃ અને પરતઃ હેતુફળસ્વરૂપે ક્રમિક પરિવર્તન પામે છે.”
* ..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.