Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/५
० पर्यायमिथ्यात्वशङ्का 0 બહુકાર્ય કારણ એક જો, કહિઈ તે દ્રવ્યસ્વભાવજ રે; તો કારણેભેદભાવથી, હુઈ કાર્યભેદભાવ રે લ/પા (૧૩૮) જિન.
હવઈ જો ઇમ (કહિઈ=) *કહસ્યો “જે (બહુકાર્યકારણ) હેમદ્રવ્ય એક જ અવિકૃત (તે દ્રવ્યસ્વભાવ) છે છઈ, વિકાર તો મિથ્યા છઇ. उत्पादादिपर्यायाणां मिथ्यात्वमाशङ्ग्य प्रतिविधत्ते - 'विविधे'ति ।
विविधकार्यकार्येको द्रव्यस्वभाव एव चेत् ?।
तर्हि स्वहेत्वभेदात् स्यात् कार्यभेदो ह्यसङ्गतः।।९/५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - विविधकार्यकारी द्रव्यस्वभाव एक एव चेत्, तर्हि स्वहेत्वभेदात् । कार्यभेदो असङ्गतः हि स्यात् ।।९/५।।
अथाऽविकृतमेकं हेमद्रव्यमेव पारमार्थिकम्, कुम्भव्ययादिपर्यायास्तु विकारत्वाद् मिथ्या।
न चैवं सति केवलं माध्यस्थ्यमेव स्यात्, न तु शोक-हर्षों, तज्जनककुम्भव्ययादीनां मिथ्यात्वेनाऽकिञ्चित्करत्वादिति वाच्यम्,
અવતરણિકા :- ‘ઉત્પાદ, વ્યય વગેરે પર્યાયો મિથ્યા છે' - આવી શંકા કરીને તેનું નિરાકરણ ગ્રંથકારશ્રી કરી રહ્યા છે :
શ્લોકાર્થ:- “વિવિધ કાર્યને કરનારો દ્રવ્યસ્વભાવ એક જ છે' - આવું જ કહો તો સ્વહેતુઅભેદ હોવાથી (= કારણભેદ ન હોવાથી) કાર્યભેદ અસંગત થઈ જશે. (૯/૫) વ્યાખ્યાર્થ :- અહીં દ્રવ્યવાદી વિદ્વાનો પર્યાયનો અપલાપ કરતા પોતાનો મત નીચે મુજબ જણાવે છે.
* સુવર્ણ દ્રવ્ય જ પારમાર્થિક : પૂર્વપક્ષ જ પૂર્વપક્ષ :- (કથા.) અવિકારી એક સુવર્ણદ્રવ્ય જ પારમાર્થિક સત્ છે. ઘટ, મુગટ વગેરે પર્યાયો તો વિકૃતિસ્વરૂપ હોવાથી મિથ્યા છે. મતલબ એ છે કે જે પારમાર્થિક સત્ વસ્તુ હોય તેમાં કોઈ ફેરફાર ન થાય, વિકાર ન થાય. પર્યાય તો ફેરફાર પામે છે. તેથી વિકારી છે, અપારમાર્થિક છે, મિથ્યા છે. આ સુવર્ણદ્રવ્ય જ સ્થિર છે, અવિકારી છે, પારમાર્થિક છે.
પર્યાયવાદી :- (ર ) જો દ્રવ્ય જ પારમાર્થિક હોય, વાસ્તવિક હોય તો તે નિત્ય અપરિવર્તનશીલતા હોવાથી તેના નિમિત્તે વ્યક્તિને માધ્યચ્ય ભાવ જ પ્રગટશે. કેમ કે શોકાદિજનક કુંભનાશાદિ પર્યાય તો તમારા મતે મિથ્યા છે. મિથ્યા વસ્તુ અકિંચિત્કર છે, કશું પણ કરવાને સમર્થ નથી. તેથી તેના દ્વારા હર્ષ કે શોક ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તથા અવિકારી સુવર્ણદ્રવ્યના ઉત્પાદ-વ્યય થતા ન હોવાથી સુવર્ણદ્રવ્યના નિમિત્તે પણ કોઈને હર્ષ-શોક ઉત્પન્ન થઈ નહિ શકે. તેથી દ્રવ્યવાદીના મતે વિશ્વમાં કોઈને પણ હર્ષ-શોક થઈ નહિ શકે. પરંતુ હર્ષ-શોક લોકોને થાય તો છે જ. તેથી તેની સંગતિ માટે પર્યાયને પણ વાસ્તવિક માનવા જરૂરી છે.
પુસ્તકોમાં “કારય’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * P(૨)માં “વિભાવ' પદ. ૪ કો.(૧૩)માં “કારય’ અશુદ્ધ પાઠ. જે પુસ્તકોમાં “કહિઈ પાઠ. આ. (૧)નો પાઠ લીધો છે.