Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११६२
. एकोनविंशतिरूपेण सिद्धस्वरूपवर्णनम् । ज्ञान-दर्शनादीनां मिथोभेदाद् एकसत्त्वेऽपि प्रमादादिना अन्यगुणनाशः सम्भवतीति ज्ञात्वा ‘एकगुण.. सत्त्वेऽपि सर्वगुणानामभेदात् सर्वे एव मदीया गुणाः प्रकटरूपेण सन्ति एवेति भ्रान्त्या न मदितव्यमात्मार्थिनेत्युपदेशः।
तदनुसरणेनैव उपमितिभवप्रपञ्चायां कथायां सिद्धर्षिगणिवर्णितं सिद्धस्वरूपं लघु सम्पद्येत । तदुक्तं तत्र “न मृत्युन जरा नाऽतिर्न शोको नाऽरतिर्न भीः। न बुभुक्षा पिपासा च, न च केचिद् उपद्रवाः ।। - स्वाभाविकं निराबाधम्, स्वाधीनम् उपमाऽतिगम् । अनन्तं योगिगम्यं च, सुखमेव हि केवलम् ।। अनन्तानन्द
સદ્દીર્વ-જ્ઞાન-ટર્શનપૂરતઃ | સતતં મોવતે ઘચર, તસ્યાં નિ:શેષતથિ : II” (ઉ.મ...... પ્ર.૬, સ્નો.૧૮૪, ૧૮૬, ૧૮૬/મા-3/9.-૭૦) રૂતિ ા૨/૪ો.
દર્શન આદિ પરસ્પર ભિન્ન પણ છે. તેથી એક ગુણ ટકે તો પણ પ્રમાદના લીધે અન્ય ગુણ નાશ
પામે તેવી સંભાવના રવાના થતી નથી. તેથી પ્રાપ્ત ગુણોનો પરસ્પર અભેદ થઈ જવાથી એક પણ કે ગુણ ટકે તો મારા બધા જ ગુણો પ્રગટપણે ટકશે' - આવી ગેરસમજમાં સાધકે મુસ્તાક ન બનવું [ જોઈએ. આવો આધ્યાત્મિક સંદેશ પણ આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે.
AA અન્વય-વ્યતિરેકથી સિદ્ધવરૂપને સમજીએ છે. (તબુ) તે ઉપદેશને અનુસરવાથી જ ઉપમિતિભવપ્રપંચા કથામાં શ્રીસિદ્ધર્ષિગણીએ વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી સંપન્ન થાય. ત્યાં જણાવેલ છે કે “નિવૃત્તિ નગરીમાં (૧) મૃત્યુ નથી, (૨) ઘડપણ નથી, (૩) પીડા નથી, (૪) શોક નથી, (૫) અરતિ નથી, (૬) ભય નથી, (૭) ભૂખ નથી, (૮) તરસ નથી, (૯) કોઈ પણ પ્રકારના ઉપદ્રવ નથી. ત્યાં (૧) સ્વાભાવિક, (૨) પીડારહિત, (૩) સ્વાધીન, (૪) નિરુપમ, (૫) અનંત, (૬) યોગિગમ્ય એવું માત્ર સુખ જ છે. જેમની તમામ ક્રિયાઓ (કાર્યો) પૂર્ણ થઈ ચૂકેલ છે એવા ધન્ય સિદ્ધ ભગવંત તે મુક્તિપુરીમાં સતત પ્રસન્ન રહે છે. તે સિદ્ધાત્મા (૧) અનંત આનંદ, (૨) અનંત તાત્ત્વિકશક્તિ, (૩) અનંત જ્ઞાન અને (૪) અનંત દર્શનથી પરિપૂર્ણ હોય છે.” (૯૪)
લખી રાખો ડાયરીમાં....? • પરિપકવતાની ગેરહાજરીમાં સાધના બીજાને તરછોડે છે,
ઉપાસના પ્રેમથી બધું છોડે છે. સત્ય પોતાના પક્ષે હોય તો બુદ્ધિને ન્યાયમાં રસ છે. કારણ બુદ્ધિને બીજાનો દીવડો ઓલવી પોતાનો દીવડો સળગતો રાખવો છે. શ્રદ્ધાને સમાધાનમાં રસ છે. બન્ને ઘરમાં દીવડા પેટેલા રહે તેવી શ્રદ્ધાની અભિરુચિ છે.