Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११३६
० उत्पादादीनां स्वाश्रयाऽभिन्नत्वम् ० न, अभिप्रायाऽपरिज्ञानात् । तथाहि - “उत्पादादिषु उत्पादादिवतः सकाशात् कथञ्चिदभेदोपगमे उत्पादादीनाम् उत्पाद एव नश्यति नश्यद्रव्याऽभेदसामर्थ्यात् तिष्ठति च स्थास्नुद्रव्याऽभेदसामर्थ्यात् । व्यय एव तिष्ठति तिष्ठद्रव्याऽभेदसामर्थ्यादुत्पद्यते च उत्पद्यमानद्रव्याऽभेदसामर्थ्यात् । ध्रौव्यमेवोत्पद्यते उत्पद्यमानद्रव्याऽभेदसामर्थ्याद् विनश्यति च नश्यद्रव्याऽभेदसामर्थ्यादिति ज्ञायते । इत्थं त्रिलक्षणाद् हेमादिद्रव्यादभिन्नतयोत्पादादीनामपि त्रिलक्षणत्वसिद्धिः” (आ.मी.अ.स.परि.का.११/पृ.१६४) इति अष्टसहस्यां व्यक्तम् । બની જાય. તેથી ઉત્પાદાદિ ત્રણની સાર્વત્રિકતા સંભવતી નથી.
* ઉત્પાદાદિમાં ઉત્પાદાદિની સિદ્ધિ : ઉત્તરપક્ષ :- (ર, મ) ના, તમે અમારો અનેકાન્તવાદીનો અભિપ્રાય જાણતા નથી. માટે ઉપરોક્ત આક્ષેપ કરો છો. તમારા આક્ષેપનું નિરાકરણ દિગંબરાચાર્ય શ્રીવિદ્યાનંદસ્વામીએ આપ્તમીમાંસા ગ્રંથ ઉપર રચેલ અષ્ટસહસ્ત્રી નામની વ્યાખ્યામાં આ પ્રમાણે કરેલ છે કે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં ક્રમશઃ ઉત્પાદવિશિષ્ટ, વ્યયવિશિષ્ટ અને ધ્રૌવ્યવિશિષ્ટ વસ્તુથી જો કથંચિત્ અભેદ માનવામાં આવે તો ઉત્પાદાદિ ત્રણમાં ઉત્પાદાદિ ત્રિક સંગત થઈ શકશે. તે આ પ્રમાણે (૧) ઉત્પાદ નાશ પામે છે. (અર્થાત્ ઉત્પત્તિનો નાશ થાય છે.) કારણ કે નાશ પામતા (= નાશયુક્ત) દ્રવ્યથી ઉત્પાદ કથંચિત્ અભિન્ન છે. નાશવિશિષ્ટ દ્રવ્યથી અભિન્ન હોવાના પ્રભાવથી ઉત્પાદ પણ નાશવિશિષ્ટ બને છે. અર્થાત્ ઉત્પાદ નાશને ધારણ કરે છે. (= ઉત્પાદ નાશ પામે છે. ઉત્પત્તિનો નાશ થાય છે.) તથા ઉત્પાદ ટકે છે. અર્થાત ઉત્પાદમાં ધ્રૌવ્ય 2 પણ રહે છે. કારણ કે સ્થિર = ધૈર્યયુક્ત = ધ્રૌવ્યવિશિષ્ટ વસ્તુથી ઉત્પાદ કથંચિત્ અભિન્ન છે. પ્રૌવ્યવિશિષ્ટ 9 વસ્તુથી કથંચિત અભિન્ન હોવાના પ્રભાવે ઉત્પાદ પણ દ્રૌવ્યયુક્ત બને છે. અર્થાત્ ઉત્પાદ ધ્રૌવ્યને ધારણ ઘા કરે છે. = ઉત્પાદ સ્થિર રહે છે. = ઉત્પાદમાં પણ પ્રૌવ્ય રહે છે.
(૨) વ્યય = નાશ જ (= પણ) ટકે છે. અર્થાત્ નાશમાં પણ ધ્રૌવ્ય રહે છે. કારણ કે સ્થિર = ધ્રૌવ્યવિશિષ્ટ વસ્તુથી નાશ કથંચિત્ અભિન્ન છે. ધ્રૌવ્યવિશિષ્ટ વસ્તુથી કથંચિત્ અભિન્ન હોવાના પ્રભાવે નાશ પણ ધ્રૌવ્યયુક્ત બને છે. અર્થાત્ નાશ ધ્રૌવ્યને ધારણ કરે છે = નાશ સ્થિર રહે છે = નાશમાં પણ ધ્રૌવ્ય રહે છે. તથા નાશ ઉત્પન્ન થાય છે. કારણ કે ઉત્પદ્યમાન = ઉત્પન્ન થઈ રહેલા = ઉત્પાદવિશિષ્ટ દ્રવ્યથી નાશ કથંચિત્ અભિન્ન છે. ઉત્પાદવિશિષ્ટ દ્રવ્યથી કથંચિત અભિન્ન હોવાના લીધે નાશ પણ ઉત્પાદથી યુક્ત બને છે = નાશમાં ઉત્પાદ પણ આવે છે.
(૩) તે જ રીતે પ્રૌવ્ય જ (= પણ) ઉત્પન્ન થાય છે. કારણ કે ઉત્પદ્યમાન = ઉત્પાદયુક્ત દ્રવ્યથી ધ્રૌવ્ય કથંચિત્ અભિન્ન છે. ઉત્પાદયુક્ત દ્રવ્યથી કથંચિત્ અભિન્ન હોવાના કારણે પ્રૌવ્ય પણ ઉત્પાદથી યુક્ત બને છે. અર્થાત્ બ્રૌવ્યની ઉત્પત્તિ થાય છે. તથા પ્રૌવ્ય નાશ પામે છે. કારણ કે નાશ પામતા (= નાશવિશિષ્ટ) દ્રવ્યથી ધ્રૌવ્ય કથંચિત્ અભિન્ન છે. નાશયુક્ત દ્રવ્યથી કથંચિત અભિન્ન હોવાના લીધે ધ્રૌવ્ય પણ નાશવિશિષ્ટ બને છે. અર્થાત્ બ્રૌવ્યનો નાશ થાય છે - આ પ્રમાણે જણાય છે. આમ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક સુવર્ણ વગેરે દ્રવ્યથી ઉત્પાદાદિ ત્રણ કથંચિત અભિન્ન છે. ઉત્પાદાદિવિશિષ્ટ સુવર્ણાદિ દ્રવ્યથી કથંચિત અભિન્ન હોવાના લીધે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સિદ્ધ થાય છે.”