Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨
મા
એ
• गुरुधर्मस्यापि प्रतियोगितावच्छेदकत्वम् ।
११४१ न चैवं कम्बुग्रीवादिमत्त्वेन घटादेः नित्यत्वं स्यादिति वाच्यम्,
“गुरुधर्मस्याऽपि प्रतीतिबलादवच्छेदकत्वस्वीकारादि"ति (म.स्या.रह.का.१/पृ.२६) व्यक्तमुक्तं यशोविजयवाचकैः मध्यमपरिमाणे स्याद्वादरहस्ये । परेषामपि सम्मतमिदम् । तदुक्तम् अवच्छेदकनिरुक्तिदीधितौ “गौरवप्रतिसन्धानदशायामपि 'कम्बुग्रीवादिमान् नास्तीति प्रतीतिबलाद् गुरुरपि धर्मः अवच्छेदकः પ્રતિયોગિતા” (સવ.નિ.ટી.પૃ.99૭) તા ૩ય તુ નયત્તતાયામ્ નવોવામાં
શંકા :- (ચે.) જો ધ્વંસપ્રતિયોગિતાઅનવચ્છેદકધર્મવસ્વરૂપે વસ્તુમાં નિત્યતાનો સ્વીકાર કરવામાં આવે તો ઘડો કંબુગ્રીવાદિમજ્વરૂપે નિત્ય બની જશે. કારણ કે ઘટવૅસની પ્રતિયોગિતાનો અવચ્છેદક ધર્મ ઘટવ છે, કંબુગ્રીવાદિમત્ત્વ નથી. ઘટત્વની અપેક્ષાએ કંબુગ્રીવાદિમત્ત્વ ધર્મ ગુરુભૂત છે. લઘુ અને ગુરુ બે ધર્મ ઉપસ્થિત હોય ત્યારે ગુરુ ધર્મના બદલે લઘુ ધર્મને અવચ્છેદક માનવામાં આવે છે. તેથી કંબુગ્રીવાદિમત્ત્વ ઘટવૅસપ્રતિયોગિતાનો અવચ્છેદક નહિ બને, પણ તાદેશપ્રતિયોગિતાનો અનવચ્છેદક બનશે. જો ધ્વંસપ્રતિયોગિતાઅનવચ્છેદકધર્મરૂપે વસ્તુમાં નિત્યતા માન્ય કરવામાં આવે તો કંબુગ્રીવાદિમત્ત્વ ઘટવૅસપ્રતિયોગિતાનો અનવચ્છેદક હોવાથી કંબુગ્રીવાદિમસ્વરૂપે ઘડાને નિત્ય માનવાની આપત્તિ દુર્વાર બની જશે.
ફ પ્રતીતિ બળવાન ; સમાધાન :- (“T.) તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે “ગુરુધર્મ પણ પ્રતીતિના બળથી અવચ્છેદક બને છે. આવું અમને સ્યાદ્વાદીને માન્ય છે” – આ પ્રમાણે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવેલ છે. અન્યદર્શનીઓને પણ આ વાત છે સંમત છે. અવચ્છેદકનિરુક્તિદીધિતિમાં રઘુનાથશિરોમણિએ જણાવેલ છે કે “ગૌરવનું જ્ઞાન હોય તે દશામાં પણ “વુઘીવામિન્ નાસ્તિ’ આવી પ્રતીતિ તો થાય જ છે. તેથી તે પ્રતીતિના બળથી ગુરુધર્મના પણ પ્રતિયોગિતાનો અવચ્છેદક બને છે.” આ બાબતની અધિક સ્પષ્ટતા “જયેલતા' નામની સંસ્કૃત વ્યાખ્યામાં અમે (= દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાકાર યશોવિજય ગણીએ) કરેલ છે. તેથી જિજ્ઞાસુ વાચકવર્ગે જયેલતા વ્યાખ્યાનું અવલોકન કરવું.
જે ગુરુધર્મ પણ પ્રતિયોગિતાઅવચ્છેદક છે સ્પષ્ટતા :- જે ધર્મસ્વરૂપે વસ્તુનો નાશ થવાની પ્રતીતિ સર્વ લોકોને અબાધિતપણે થતી હોય તે ધર્મ ધ્વંસની પ્રતિયોગિતાનો અવચ્છેદક બને. “ઘટવરૂપે ઘડો નાશ પામ્યો’ - આવી પ્રતીતિ દ્વારા જેમ ઘટત્વ ધર્મ ધ્વસપ્રતિયોગિતાઅવચ્છેદક સિદ્ધ થાય છે. તેમ “કંબુગ્રીવાદિમસ્વરૂપે ઘડો નાશ પામ્યો - આવી પણ પ્રતીતિ લોકોને થતી હોવાથી ઘટવૅસની પ્રતિયોગિતાનો અવચ્છેદક ધર્મ કંબુગ્રીવાદિમત્ત્વ સિદ્ધ થાય છે. “ધર્મગત લઘુપણું અવચ્છેદકતાનું સાધક છે અને ધર્મગત ગુરુત્વ અવચ્છેદકતામાં બાધક છે' - આવો કોઈ નિયમ નથી. સર્વ લોકોને અબાધિત અખ્ખલિત પ્રતીતિ જે ધર્મમાં અવચ્છેદકતાનું અવગાહન કરાવે તે ધર્મ ગુરુભૂત હોય તો પણ અવચ્છેદક બની શકે છે. ઉપરોક્ત પ્રતીતિના આધારે કંબુગ્રીવાદિમત્ત્વ ઘટવૅસપ્રતિયોગિતા-વચ્છેદક બનવાથી ઘટને કંબુગ્રીવાદિમજ્વરૂપે નિત્ય માનવાની આપત્તિને પ્રસ્તુતમાં કોઈ અવકાશ રહેતો નથી. આ પ્રમાણે ગ્રંથકારના તાત્પર્યનું અહીં અનુસંધાન કરવું.