Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११४२
* पाणिनिव्याकरणमहाभाष्यसंवादः
૧/૨
यदपि श्रीसमन्तभद्राचार्येण आप्तमीमांसायां तथा तदनुवादरूपेण श्रीहरिभद्रसूरिभिः शास्त्रवार्त्तासमुच्चये राजशेखरसूरिभिः स्याद्वादकलिकायां यशस्वत्सागरेण च जैनस्याद्वादमुक्तावल्यां “ घट - मौलि- सुवर्णार्थी नाशोत्पाद -સ્થિતિષ્વયમ્ । શો-પ્રમોઃ-માધ્યસ્થ્ય નનો યાતિ સòતુમ્ ।।” (ગ.મી.૧, શા.વા.સ.૭/૨, સ્થા..રૂર, म जै.स्या.मु.१/२०) इत्युक्तं तदपि अत्र स्मर्तव्यम् । विस्तरार्थिभिः अष्टशती- अष्टसहस्री - अष्टसहस्रीतात्पर्यविवरण-दिक्प्रदा-स्याद्वादकल्पलताऽभिधानाः तद्व्याख्या विलोकनीयाः ।
[]
यदपि पतञ्जलिना पाणिनिव्याकरणमहाभाष्ये “कटकाकृतिम् उपमृद्य स्वस्तिकाः क्रियन्ते । पुनरावृत्तः सुवर्णपिण्डः पुनः अपरया आकृत्या युक्तः खदिराङ्गारसदृशे कुण्डले भवतः । आकृतिः अन्या च अन्याच णि भवति। द्रव्यं पुनः तदेव। आकृत्युपमर्देन द्रव्यमेव अवशिष्यते” (पा.महाभा.१/१/१) इत्युक्तं तदपि प्रकारान्तरेण त्रैलक्षण्यमेव साधयति, आकृतिपदेन उत्पाद-व्ययशालिपर्यायस्य द्रव्यतादवस्थ्यनिर्देशेन च ध्रौव्यस्य प्रकाशनादिति प्रमाणचक्षुषा विलोकनीयं विद्वद्भिः ।
જી શોકાદિ સહેતુક
(યવિ.) આસમીમાંસા ગ્રંથ સમન્તભદ્રસ્વામીએ બનાવેલ છે. તેના એક શ્લોકને શ્વેતાંબરસંપ્રદાયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં, રાજશેખરસૂરિજીએ સ્યાદ્વાદકલિકામાં તથા યશસ્વત્સાગરજીએ જૈનસ્યાદ્વાદમુક્તાવલી ગ્રંથમાં ઉદ્ધૃત કરેલ છે. તે શ્લોકમાં જણાવેલ છે કે ‘સુવર્ણ ઘટનો નાશ, સુવર્ણ મુગટની ઉત્પત્તિ અને સુવર્ણદ્રવ્યનું ધ્રૌવ્ય ઉપસ્થિત થતાં ઘટાર્થી જન શોક પામે છે, મુગટાર્થી માણસ આનંદ પામે છે. તથા કેવલ સુવર્ણાર્થી પુરુષ માધ્યસ્થ્ય ધારણ કરે છે. તે સકારણ = ક્રમશઃ નાશ -ઉત્પાદ-ધ્રૌવ્યનિમિત્તક છે' - આ પ્રમાણે ત્યાં તેઓશ્રીએ જે જણાવેલ છે તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. અધિક વિસ્તારની જિજ્ઞાસાવાળા વાચકવર્ગે આક્ષમીમાંસાના ઉપરોક્ત શ્લોકની અષ્ટશતી, અષ્ટસહસ્રી,
( અષ્ટસહસ્રીતાત્પર્યવિવરણ નામની ત્રણ વ્યાખ્યા તથા શાસ્ત્રવાર્તાસમુચ્ચયની શ્રીહરિભદ્રસૂરિરચિત ‘દિક્મદા’
નામની સંક્ષિપ્ત વ્યાખ્યા તથા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે બનાવેલી સ્યાદ્વાદકલ્પલતા નામની વિસ્તૃત વ્યાખ્યા જોવા દ્વારા ઉપરોક્ત શ્લોકના વિસ્તારને જાણવો.
ઐલક્ષણ્યમાં પતંજલિની સંમતિ
(થવ.) પતંજલિ મહર્ષિએ પાણિનિવ્યાકરણમહાભાષ્યમાં જણાવેલ છે કે “સોનાના કડાની આકૃતિનું ઉપર્મદન (વિનાશ કે વિલય) કરીને સ્વસ્તિક (વિશેષ આભૂષણ) કરવામાં આવે છે. ફરીથી તેને ઓગાળતાં બનેલો સુવર્ણપિંડ ફરીથી અન્ય આકૃતિથી યુક્ત બનીને ખેરના અંગારા જેવા તેજસ્વી બે કુંડલ બને છે. આમ આકૃતિ અલગ-અલગ થાય છે. પણ દ્રવ્ય તો તે જ રહે છે. આકૃતિનું (પર્યાયનું) ઉપમર્દન કરીને દ્રવ્ય જ બાકી રહે છે.” પતંજલિએ ઉપર જે જણાવેલ છે, તે પણ અન્ય શબ્દોમાં દ્રવ્યના ત્રૈલક્ષણ્યને જ દર્શાવે છે. કારણ કે ‘આકૃતિ’ શબ્દ દ્વારા ઉત્પાદ-વ્યયશાલી પર્યાયને તથા દ્રવ્યતાદવસ્થ્યનો નિર્દેશ કરવાથી ધ્રૌવ્યને જ પતંજલિએ બતાવેલ છે. આ પ્રમાણે પ્રમાણસ્વરૂપ ચક્ષુ વડે વિદ્વાનોએ પ્રસ્તુત બાબતને વિચારવી.