Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११२४
० त्रिलक्षणयुते सर्वव्यवस्थासम्भवः ।
९/२ तद्भावनियतत्वोपपत्तेः, पूर्वक्षणस्य स्वयमेवोत्तरीभवतोऽपराऽपेक्षाऽभावतः (काल)क्षेपाऽयोगात्, उत्पन्नस्य चोत्पत्ति-स्थिति-विनाशेषु कारणान्तराऽनपेक्षस्य पुनः पुनरुत्पत्ति-स्थिति-विनाशत्रयमवश्यम्भावि, अंशेनोत्पन्नस्यांशान्तरेण पुनः पुनरुत्पत्तिसम्भवादिति सिद्धमेकदैकत्र त्रयम्” (शास्त्रवार्तासमुच्चय-स्त.७/का.१६, स्या.क. म ल.पृष्ठ.९९) इत्युक्तमिति भावनीयम् ।
प्रतिसमयम् आत्मादौ उत्पादादित्रितयाऽभ्युपगमे एव सुख-दुःख-बन्ध-मोक्षादिव्यवस्था सम्भवेत् । तदुक्तं विशेषावश्यकभाष्ये '“सव्वं चिय पइसमयं उप्पज्जइ नासए य निच्चं च। एवं चेव य सुह-दुक्ख -વંધ-મોવવાભાવો II” (વિ..મી.૬૪૪ + રૂ૪ર૧) તિા અદ્વિસ્તરતુ તદ્રુત્તિતો વિષે | णि एतेन “उत्पाद-व्यय-ध्रौव्यैः आ = समन्ताद् अतति = वर्तते यः स आत्मा” (बृ.द्र.स.५७ वृ.) इति
बृहद्रव्यसङ्ग्रहवृत्तौ ब्रह्मदेववचनमपि व्याख्यातम्, प्रतिसमयं ज्ञान-दर्शनाद्युत्पादादित्रितयात्मकस्य आत्मपदार्थत्वोपपत्तेः। છે. આ નિયમ મુજબ વસ્તુએ ઉત્તરકાલીન નિયત પરિણામથી સંપન્ન થવું ન્યાયસંગત છે. કારણ કે પૂર્વેક્ષણ = પૂર્વપર્યાય સ્વયં જ ઉત્તરક્ષણરૂપે = ઉત્તરપર્યાયસ્વરૂપે પરિણત થાય છે. તેથી તેને તે ઉત્તરપરિણામરૂપે પરિણત થવામાં અન્ય કોઈની અપેક્ષા ન હોવાથી તેમાં કાળક્ષેપ = વિલંબ થવો અસંભવ જ છે. આ રીતે ઉત્પન્ન વસ્તુને ઉત્પત્તિ, વિનાશ અને ધ્રૌવ્ય પ્રત્યે અન્ય કારણની અપેક્ષા ન હોવાથી ઉત્પન્ન વસ્તુની પુનઃ પુનઃ ઉત્પત્તિ, પુનઃ પુનઃ અવસ્થાન અને પુનઃ પુનઃ વિનાશ અવશ્ય થશે. કારણ કે એક અંશે ઉત્પન્ન થયેલ વસ્તુની અન્ય અંશ રૂપે ફરી-ફરીથી ઉત્પત્તિ સંભવી શકે છે. આ રીતે એક જ સમયે એક વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેયની સિદ્ધિ નિર્વિવાદરૂપે થાય છે.” આ રીતે વિભાવના કરવી.
$ પ્રતિક્ષણ ઉત્પાદાદિના અભાવમાં સુખ-દુઃખાદિનો અસંભવ છે d (ત્તિ.) પ્રતિસમય આત્મા વગેરેમાં ઉત્પાદાદિ ત્રણ વસ્તુનો સ્વીકાર કરવામાં આવે તો જ સુખ
-દુઃખ, બંધ-મોક્ષ વગેરેની વ્યવસ્થા સંભવી શકે. તેથી જ તો વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “બધી એ જ વસ્તુ પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને નિત્ય રહે છે. આ રીતે માનવામાં આવે તો જ સુખ-દુઃખ, બંધ-મોક્ષ વગેરે સંભવી શકે.” આ બાબતનો વિસ્તાર તેની વ્યાખ્યામાંથી જાણી લેવો.
જ આત્માની વ્યાખ્યા | (તેન) નેમિચંદ્રાચાર્યરચિત બૃહદ્ભવ્યસંગ્રહ ગ્રંથની વ્યાખ્યામાં દિગંબર બ્રહ્મદેવજીએ “આત્મા’ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે જણાવેલ છે કે “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પર્યાયથી ચોતરફ જે પદાર્થ વર્તમાન હોય તે આત્મા કહેવાય છે.” સર્વાત્મના ઉત્પાદાદિ પર્યાયથી આત્મા વ્યાપ્ત હોય છે. આ પ્રમાણે બ્રહ્મદેવજી જે કહેવા માંગે છે તેની સ્પષ્ટતા પણ અમારા ઉપરોક્ત કથનથી (= પ્રતિક્ષણ ઉત્પાદાદિ ત્રિતયાત્મત્વની સિદ્ધિના નિરૂપણથી) થઈ જાય છે. જ્ઞાન-દર્શનાદિ પર્યાય દ્વારા જે દ્રવ્ય પ્રતિસમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતાને ધારણ કરે છે તે આત્મા છે - આવું તેનું તાત્પર્ય સમજવું. આમ પ્રતિક્ષણ ઉત્પાદાદિત્રિતયાત્મકતા આત્મામાં અબાધિત છે. 1. सर्वमेव प्रतिसमयमुत्पद्यते नश्यति च नित्यञ्च । एवञ्चैव च सुख-दुःख-बन्ध-मोक्षादिसद्भावः।।