Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨ ० षड्भावविकारान्तर्भावविमर्श: ।
११२९ विपरिणामपदार्थे भावान्तरापत्त्यादीनाम्, वृद्धिपदार्थे 'पुष्यति, उपचीयते' एवमादीनाम्, अपक्षयपदार्थे भ्रंशादीनां विनाशपदार्थे च ‘म्रियते, विलीयते' इत्यादीनाम् अन्तर्भाववत् स्याद्वादिमते प्रथमस्य उत्पादे, द्वितीयस्य ध्रौव्ये, तृतीयस्य द्रव्यार्थिकसम्मतवक्ष्यमाण(९/२४)परिणामस्थानीयस्य व्ययाऽऽलिङ्गिते ध्रौव्ये उत्पादे वा, चतुर्थस्य उत्पादान्वितध्रौव्ये, पञ्चम-षष्ठयोश्च व्ययेऽन्तर्भावस्य म अप्रत्याख्येयत्वात्।
यच्च “(१) पिण्डातिरिक्तवृत्त्यन्तराऽवस्थाप्रकाशतायां तु 'जायते' इत्युच्यते। सव्यापारेयं भवनवृत्तिः । (२) 'अस्ति' इत्यनेन निर्व्यापाराऽऽत्मसत्ता आख्यायते। भवनवृत्तिः उदासीना, अस्तिशब्दस्य निपातत्वात् ।
(३) 'विपरिणमते' इत्यनेन तिरोभूताऽऽत्मरूपस्य अनुच्छिन्नतथावृत्तिकस्य रूपान्तरेण भवनम्, यथा અમે સ્યાદ્વાદીઓ ઉપરોક્ત છ ભાવવિકારોનો ઉત્પાદાદિ ત્રણ પર્યાયમાં અંતર્ભાવ કરીએ છીએ. આ બાબતને થોડાક વિસ્તાર સાથે આ રીતે સમજી શકાય છે કે વૈયાકરણઆચાર્ય વાર્ષાયણિ (૧) જન્મ પદાર્થમાં આવિર્ભાવ, નિષ્પત્તિ વગેરેનો અંતર્ભાવ કરે છે. (૨) અસ્તિત્વમાં વિદ્યતે, મસિ’ વગેરે પદના અર્થનો સમાવેશ કરે છે. (૩) વિપરિણામમાં ભાવાત્તરપ્રાપ્તિ વગેરેનો પ્રવેશ કરે છે. (૪) વૃદ્ધિમાં પુષ્ટિ, ઉપચય વગેરેનો નિવેશ કરે છે. (૫) અપક્ષમાં ભ્રંશ વગેરેની ગણતરી કરે છે. (૬) વિનાશમાં મરણ, વિલય વગેરેની ગણના કરે છે. આ જ રીતે સ્યાદ્વાદીમતે (૧) જન્મ નામના પ્રથમ ભાવવિકારનો ઉત્પાદમાં સમાવેશ થાય છે. (૨) અસ્તિત્વનો પ્રૌવ્યમાં અંતર્ભાવ થાય છે. (૩) વાર્ષાયણિસંમત વિપરિણામ નામનો પદાર્થ જૈનમતાનુસાર દ્રવ્યાસ્તિકનયસંમત પરિણામ જેવો છે. આ પરિણામની વ્યાખ્યા આ જ નવમી શાખાના ૨૪ મા શ્લોકના વિવરણમાં કરવામાં આવશે. તે મુજબ વિપરિણામ નામના ત્રીજા ભાવવિકારનો વ્યયવિશિષ્ટ પ્રૌવ્યમાં અથવા વ્યયવિશિષ્ટ ઉત્પાદમાં પ્રવેશ થઈ શકે છે. (૪) વૃદ્ધિનો નિવેશ ઉત્પાદવિશિષ્ટ પ્રૌવ્યમાં થાય છે. (૫) અપક્ષય અને (૬) વિનાશ - આ છેલ્લા બે ભાવવિકારોની ગણના વ્યયમાં થાય છે. આ બાબતનો કોઈ અપલાપ કરી શકે તેમની નથી. તેથી ઉત્પાદાદિ ત્રણ પર્યાયમાં જ વાર્ષાયણિસંમત છ ભાવવિકારનો સમાવેશ થઈ જવાથી વસ્તુને àલક્ષણ્યથી યુક્ત માનવી એ જ વ્યાજબી છે.
| છ ભાવવિકાર : શ્રીદેવચન્દ્રજીની દ્રષ્ટિએ જ (વ્ય) નયચક્રસારમાં છ ભાવવિકારનું નિરૂપણ કરતા ઉપાધ્યાય દેવચન્દ્રજીએ જણાવેલ છે કે :
(૧) ગુણસમુદાયથી અતિરિક્ત અન્ય વૃત્તિની = ગુણપ્રવૃજ્યન્તરની અવસ્થાનું પ્રકાશન થતાં નાયતે” = “નૂતન પદાર્થ ઉત્પન્ન થાય છે' - આમ કહેવાય છે. અહીં જે ભવનવૃત્તિ જણાય છે તે સવ્યાપાર છે, નિર્ચાપાર નહિ.
(૨) “ત્તિ' આમ કહેવા દ્વારા નિર્વ્યાપાર આત્મસત્તા = આત્મશક્તિ કહેવાય છે. અહીં જણાતી ભવનવૃત્તિ ઉદાસીન છે. એટલે કે નૂતનપરિણમનવૃત્તિને તે ભવનવૃત્તિ ગ્રહણ કરતી નથી. અહીં ‘તિ’ શબ્દ નિપાતસ્વરૂપ છે.
(૩) “વિપરિપામતે’ શબ્દ દ્વારા અપ્રગટ વસ્તુસ્વરૂપમાં તદ્રુપ બનીને વણાયેલી અવિનષ્ટ આત્મશક્તિનું = પદાર્થશક્તિનું બીજા સ્વરૂપે પરિણમન કહેવાય છે. જેમ કે દૂધ દહીંસ્વરૂપે પરિણમે, વિકારાન્તરરૂપે