Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
/૨
• अवयवावयव्यभेदोपदर्शनम् । अवयवावयविभावस्य समवायादिसम्बन्धनिबन्धनत्वे तत्रापि सम्बन्धान्तरान्वेषणेऽनवस्थानात्तादात्म्येनैव प तत्त्वव्यवस्थितौ परमाणुपर्यन्तमपि कथञ्चिदवयव्यभेदसिद्धेः।
आकाशादे रपि सर्वथा नित्यत्वे संयोगादिस्वभावपरित्यागेन विभागादिस्वभावोपादानानुपपत्तेः, पूर्वरूपत्यागस्यैवानित्यत्वलक्षणत्वात् ।
નૈયાયિક :- તમારી વાત વ્યાજબી નથી. કારણ કે પરમાણુ અને દીપક તો સર્વથા ભિન્ન જ છે. પરમાણુ અવયવ છે તથા દીપક અવયવી છે. અવયવ-અવયવી પરસ્પર સમવાય સંબંધથી જોડાય છે. પરંતુ તે પરસ્પર ભિન્ન જ હોય છે. તેથી દીવાને સર્વથા અનિત્ય માનવામાં પરમાણુરૂપે નાશ થવાની આપત્તિને કોઈ અવકાશ રહેતો નથી.
aો સમવાયકલ્પના અનવસ્થાગ્રસ્ત : જૈન :- (વા.) હે નૈયાયિક વિદ્વાન ! તમારી આ દલીલ વ્યાજબી નથી. કારણ કે અવયવ-અવયવી વગેરેને સર્વથા ભિન્ન માનીને સમવાય વગેરે સંબંધને અવયવ-અવયવીભાવનો નિયામક માનવામાં આવે તો સમવાય વગેરે સંબંધને પણ અવયવ-અવયવી સાથે સંકળાવા (= જોડાવા) માટે સમવાય વગેરે સંબંધનો પણ નવો સંબંધ શોધવો પડશે. તે નવા સંબંધને પણ સમવાય આદિ સાથે જોડાવા માટે વળી બીજો નવો સંબંધ જોઈશે. આ રીતે નવા નવા સંબંધની કલ્પના કરવાથી અનવસ્થા દોષ લાગુ પડશે. આ અનવસ્થા દોષના નિવારણ માટે તાદાત્ય સંબંધને જ અવયવ-અવયવીભાવનો નિયામક માનવો જોઈએ. આમ અવયવ અને અવયવી વચ્ચે તાદામ્ય સંબંધ સિદ્ધ થવાથી પરમાણુ પર્યત અવયવો સુધી દીવા વગેરે અવયવીનો છે કથંચિત્ અભેદ સિદ્ધ થશે. પરમાણુને તો તમે નિત્ય માનો જ છો. તેથી પરમાણુથી કથંચિત્ અભિન્ન દીવો પણ પરમાણુસ્વરૂપે આપોઆપ નિત્ય સિદ્ધ થાય છે. (તે જ રીતે આકાશ વગેરે દ્રવ્યને પણ જો સર્વથા નિત્ય . માનવામાં આવે તો જીવ અને પુદ્ગલની ગતિ થઈ શકશે નહિ. કારણ કે જીવ વગેરે દ્રવ્ય ગતિ કરે તેનો અર્થ એવો સિદ્ધ થાય છે કે પૂર્વે જીવ વગેરેનો જે આકાશપ્રદેશની સાથે સંયોગ હતો તેનો નાશ થઈને તે આકાશપ્રદેશ સાથે જીવ વગેરેનો વિભાગ ઉત્પન્ન થયો છે. સંયોગ અને વિભાગ ઉભયનિષ્ઠ ગુણધર્મ છે. અર્થાત્ જીવ અને આકાશનો સંયોગ કે વિભાગ ફક્ત જીવમાં કે ફક્ત આકાશમાં રહેતો નથી. પરંતુ જીવ અને આકાશ ઉભયમાં રહે છે. તેથી જીવ વગેરે દ્રવ્ય ગતિ કરે ત્યારે તે આકાશપ્રદેશોમાં રહેલ સંયોગનો પણ નાશ થાય અને વિભાગ નામનો ગુણધર્મ ઉત્પન્ન થાય છે. પરંતુ આકાશ જો સંયોગાદિસ્વભાવનો ત્યાગ ન કરે અને વિભાગ આદિ સ્વભાવનો સ્વીકાર ન કરે તો પૂર્વઆકાશપ્રદેશ સાથે જીવનો જે સંયોગ હતો તેનો નાશ થઈ ન શકે. તથા તે આકાશપ્રદેશમાં જીવનો વિભાગ પણ ઉત્પન્ન થઈ ન શકે. અને જો આવું થાય તો જીવની ગતિ જ અશક્ય બની જાય. પરંતુ જીવ વગેરે દ્રવ્યો ગતિમાન છે - આ હકીકત તો પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ જ છે. તેથી જીવ વગેરે દ્રવ્યની ગતિની સંગતિ કરવા માટે આકાશમાં સંયોગ આદિ સ્વભાવનો ત્યાગ અને વિભાગ આદિ સ્વભાવનો સ્વીકાર કરવો જરૂરી બની જાય છે.)
| (ા.) જો આકાશ વગેરેને સર્વથા નિત્ય માનવામાં આવે તો સંયોગ આદિ સ્વભાવનો પરિત્યાગ કરીને વિભાગ આદિ સ્વભાવનો સ્વીકાર આકાશ આદિ દ્રવ્યમાં અસંગત બની જાય. કારણ કે પૂર્વના સ્વભાવનો ત્યાગ કરવો એ જ અનિત્યતાનું લક્ષણ છે. આ રીતે પૂર્વકાલીન સંયોગ આદિ સ્વભાવનો