________________
ભાવતીર્થ - રત્નત્રયી
ભણાવી શકાય. જેમ સામાન્ય ઘરાકને વેપારી મૂર્ખ બનાવે, પણ તેમાં વાંક ગ્રાહકનો વધારે છે; કારણ કે સાચો વેપારી માલ જ એવો વેચતો હોય કે જે માલની અસલિયત સામે નકલી મૂકતાં તરત જ ખબર પડે. આજે એવી industry (કારખાનાં) છે કે જે પોતાની product (માલ) માટે with claim (દાવા સાથે) કહી શકે, ‘અમારી productનું (વસ્તુનું) કોઈ duplication (નકલ) નહીં કરી શકે. જે એનું duplication (નકલ) ક૨શે તે પકડાઈ જાય તેવું જ હશે; કેમ કે માલ બનાવવામાં અમારી monopoly (ઇજારો) છે, તેને કોઈ આંટી ન શકે.' તેમ જૈનશાસનમાં રત્નત્રયીરૂપ કલ્યાણનો માર્ગ એવો બતાવ્યો છે કે જેનું duplication (નકલ) શક્ય જ નથી. માત્ર તમે મૂર્ખ હો તો કોઈ તમને આડે રસ્તે ચડાવી દે, પરંતુ તેમાં તમારી ગેરસમજ અને અજ્ઞાન મુખ્ય કારણ છે. બાકી [ ચારકને સ્પષ્ટ સમજાય કે ‘દુ:ખ અને સંતાપનાં કારણ રાગાદિ વિકારો છે, અને તેનો વિરોધી ભાવ એવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ જ તરવાનો માર્ગ છે. આમાં કોઈને ગોટાળો કરવાનો અવકાશ જ નથી'. સભા : ઘાલમેલનો પ્રશ્ન ન હોય પણ interpretation (અર્થઘટન) તો અલગ-અલગ હોઈ શકે ને ?
૧૨
સાહેબજી : ના, પથ્થરની લકીરની જેમ ‘વિકારો પ્રત્યક્ષ દુ:ખદાયી છે, અને તેના વિરોધી આત્માના ગુણો જ તારક છે' તેમાં સહેજ પણ આછું-પાછું ન થાય, પણ તમે જ ડોબા રહો તો ખોટા અર્થો ભણાવાય. બુદ્ધિશાળી તરત પકડી લે કે આ ખોટું છે અને આ સાચું છે. લાખોકરોડો-અબજો વર્ષો જાય તોપણ આ શાસનનું માળખું જ એવું છે કે એમાં કોઈ ગરબડ શક્ય નથી. કદાચ અબૂઝ વર્ગ જ વર્ચસ્વ ધરાવતો હોય તોપણ ભવિષ્યમાં શાસનમાં કોઈ ને કોઈ બુદ્ધિશાળી અવશ્ય પાકશે, જે મૂળ સિદ્ધાંતના આધારે ભેળસેળને ચાળી શકશે; કારણ કે તીર્થંક૨કથિત મૂળભૂત સિદ્ધાંતો પારદર્શી સ્પષ્ટતા ધરાવે છે. જે બુદ્ધિશાળી નથી તે કદાચ દોરવાઈ જાય તો તેને વ્યક્તિગત ગેરલાભ થાય, પણ સત્યનો પ્રકાશ કાયમ લોપાય નહીં, એવી મજબૂત ધર્મની ઇમારત તીર્થંકરો આપીને ગયા છે. અરે ! હથોડા ઠોકી ઠોકીને થાકી જાય તોપણ કોઈ એક કાંકરી ન ખેરવી શકે. તમે નથી સમજ્યા એટલે તમારા પર આ શાસનની image (છાયા-પ્રભાવ) નથી, પણ મૂળથી માર્ગ આવો નક્કર છે. તેમાં જરાય ફેરફાર શક્ય
નથી.
૧ગમે તેટલા તીર્થંકરો થયા કે થશે, સૌએ - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ १. यदुत - यान्येतानि ज्ञानदर्शनचारित्राणि भगवन्मतसारभूतानि ।
(૩પમિતિ॰ પ્રસ્તાવ-૨)
* अभविंसु पुरावि भिक्खुवो, आएसावि भवंति सुव्वता । एयाइं गुणाइं आहु कासवस्स अणुधम्मचारिणो ||२०|| हे भिक्षवः साधवः !, सर्वज्ञः स्वशिष्यानेवमामन्त्रयति, येऽभूवन्-अतिक्रान्ता 'जिना:' सर्वज्ञाः 'आएसावित्ति आगमिष्याश्च ये भविष्यन्ति, तान् विशिनष्टि-'सुव्रताः' शोभनव्रताः, अनेनेदमुक्तं भवति-तेषामपि जिनत्वं सुव्रतत्वादेवायातमिति, ते सर्वेऽप्येतान्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org